/indian-express-gujarati/media/media_files/2026/03/06/vastu-tips-for-new-home-2026-03-06-17-48-50.jpg)
Vastu Tips For New Home: નવા ઘરમાં ગૃહ પ્રવેશ માટે વાસ્તુ શાસ્ત્રના નિયમ. Photograph: (Social Media)
Vastu Tips For New Home: દરેક વ્યક્તિ પોતાનું ઘર હોવાનું સપનું જુએ છે, જ્યાં તે તેના પરિવાર સાથે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી શકે. હિન્દુ પરંપરામાં, નવા મકાનમાં ગૃહ પ્રવેશ પહેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો શુભ મુહૂર્તમાં વિધિ વિધાન પૂર્વક ગૃહ પ્રવેશ કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને પરિવારના જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરતા પહેલા કયા 5 વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ.
શુભ મુહૂર્તમાં ગૃહ પ્રવેશ કરો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, નવા ઘરમાં ગૃહ પ્રવેશ હંમેશા શુભ સમયે થવો જોઈએ. આ માટે પંચાંગ જોઈને શુભ તારીખ અને મુહૂર્ત નક્કી કરવું વધુ સારું માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શુભ મુહૂર્તમાં નવા ઘરમાં પ્રવેશ કરવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે અને તે પરિવાર માટે શુભ માનવામાં આવે છે.
પ્રથમ ભગવાનની સ્થાપના કરો
નવા મકાનમાં ગૃહ પ્રવેશ પહેલા પૂજા સ્થળ તૈયાર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરમાં પ્રવેશતી વખતે, પહેલા ભગવાનની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો અને વિધિ વિધાન સાથે તેની પૂજા કરો.
ઘરને સ્વચ્છ અને સુગંધિત રાખો
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, ગૃહ પ્રવેશ પહેલા નવા ઘરને સારી રીતે સાફ કરવું જોઈએ. આ પછી, ધૂપ, અગરબત્તી અથવા કપૂર સળગાવીને ઘરને સુગંધિત કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે.
ઘરના પ્રવેશ દ્વાર પર તોરણ બાંધો
વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરનો મુખ્ય પ્રવેશ દ્વારાને ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. તેથી, નવા મકાનમાં ગૃહ પ્રવેશ પહેલા મુખ્ય દરવાજાને સુશોભિત અને સ્વચ્છ રાખવું શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવનું તોરણ બાંધો, તેને ફુલોથી પણ સજાવટ કરી શકાય છે, જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.
આ પણ વાંચો | સત્યનારાયણ કથા ક્યારે કરાવવી શુભ હોય છે? જાણો આ વ્રતના નિયમ અને ફાયદા
રસોડામાં સૌથી પહેલા મીઠી વાનગી બનાવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, નવા ઘરના રસોડામાં સૌથી પહેલા મીઠી વાનગી બનાવવી શુભ માનવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે શીરો, લાપસી કે ખીર બનાવે છે અને ભગવાનને અર્પણ કર્યા પછી પરિવારના સભ્યોને વહેંચે છે. આ પરંપરાને ઘરના સભ્યો વચ્ચે મીઠાશ અને સુખાકારીનું પ્રતીક માનવામાં આવે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us