Vastu Tips For Puja Sthan In South Facing House : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક ખૂણામાંથી નકારાત્મક અથવા સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. મોટાભાગના લોકોના ઘરોમાં પૂજા ઘર કે નાનું મંદિર હોય છે. આ ઘરની એવી જગ્યા છે જ્યાંથી મહત્તમ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એટલા માટે પૂજા ઘર કેર મંદિર યોગ્ય જગ્યામાં અને દિશામાં હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કેટલીકવાર યોગ્ય દિશામાં ન હોવાને કારણે પૂજાનું સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત થતું નથી. આવી સ્થિતિમાં જ્યારે દક્ષિણ કે ઉત્તરમુખી ઘર હોય છે ત્યારે ઘણી મૂંઝવણ થાય છે કે પૂજા ઘર ક્યાં બનાવવું જોઈએ? આવો જાણીએ દક્ષિણમુખી ઘરમાં કઈ જગ્યાએ મંદિર રાખવું જોઇએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણમુખી ઘરને અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશા તરફ હોય તો તેને દક્ષિણમુખી ઘર કહેવામાં આવે છે. દક્ષિણ દિશામાં મુખ્ય દરવાજા હોવાના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી. આવી સ્થિતિમાં વ્યક્તિને ભારે નુકસાનની સાથે ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
દક્ષિણમુખી ઘરમાં પૂજા રૂમ કે મંદિર કઇ દિશામાં રાખવું જોઇએ?
દક્ષિણમુખી ઘરમાં પૂજા ઘર કે મંદિર બનાવવામાં ઘણી સમસ્યા આવે છે કારણ કે આ દિશામાં મૃત્યુના દેવતા યમનું શાસન હોય છે. આવી સ્થિતિમાં તમે ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં પૂજા ઘર બનાવી શકો છો. તેની સાથે દક્ષિણમુખી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સમાન રીતે થવો જોઈએ, આ માટે પૂજા ઘરની છત ત્રિકોણ આકારમાં હોવી જોઈએ.
આ પણ વાંચો | ઘરમાં આ 5 વસ્તુઓ ક્યારેય રાખવી નહીં, ગરીબી તમારો પીછો નહીં છોડે, હંમેશા પરેશાન રહેશો
પૂજા ઘરમાં મૂર્તિ ક્યા ભગવાનની અને કેવી રીતે રાખવી જોઇએ?
- જો તમે મંદિરમાં ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિઓ રાખતા હોવ તો ધ્યાન રાખો કે ગણેશજીને ડાબી બાજુ રાખવા જોઇએ.
- ઘરના મંદિર કે પૂજા રૂમમાં ઉત્તર દિશામાં નાના કદનું શિવલિંગ અવશ્ય રાખવું.
- જો તમે હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર રાખતા હોવ તો તેનું મુખ દક્ષિણ તરફ રાખો.
- મંદિરની અંદર માતા દુર્ગા, ભગવાન ગણેશ અને ભગવાન કુબેરની મૂર્તિ અથવા ચિત્ર હંમેશા ઉત્તર દિશામાં રાખવું જોઈએ.
- વાસ્તુ અનુસાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિ અથવા ચિત્ર પશ્ચિમ તરફી મુખ રહે તે મુજબ રાખવું જોઈએ.





