Vastu Tips For Purse : પર્સ રાખવું એ આપણા રોજિંદા જીવનની એક સામાન્ય ચીજ છે. સ્ત્રી હોય કે પુરુષ, જ્યારે તેઓ બહાર જાય છે ત્યારે દરેક જણ તેમની સાથે પર્સ રાખે છે. પર્સનો મુખ્ય હેતુ પૈસા અને અમુક ચીજો સુરક્ષિત રાખવાનો છે. પરંતુ ઘણી વાર લોકો પૈસા ઉપરાંત ઘણી બિનજરૂરી વસ્તુઓ પર્સમાં રાખે છે, જેની વાસ્તુ શાસ્ત્ર અનુસાર નકારાત્મક અસર થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવાથી પૈસાનો પ્રવાહ અટકી શકે છે, જેના કારણે તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ મા લક્ષ્મી પણ નારાજ થઇ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર કઈ વસ્તુઓ પર્સમાં ન રાખવી જોઈએ.
પાકિટમાં આવા ફોટા ક્યારેય ન રાખવા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ પર્સમાં દેવી દેવતાઓની તસવીરો રાખવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તમારા મૃત પરિવારના સભ્યોના ફોટા પણ પર્સમાં રાખવા જોઈએ નહીં. આમ કરવાથી વ્યક્તિ પર આર્થિક બોજ અને દેવું વધવાની સંભાવના છે. સાથે જ પર્સમાં અન્ય વ્યક્તિની તસવીર ન રાખવી જોઈએ. પર્સને માતા લક્ષ્મીનું નિવાસસ્થાન માનવામાં આવે છે, અને આ વસ્તુઓ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.
જુના બીલ અને ચાવી પાકિટમાં ન રાખવી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જુના બિલ અને રસીદો પાકિટમાં રાખવા અશુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ, આમ કરવાથી ધન હાનિ થઈ શકે છે. સાથે જ માતા લક્ષ્મી પણ નારાજ થઇ શકે છે. આ ઉપરાંત, ચાવી પણ પર્સમાં રાખવી જોઈએ નહીં, કારણ કે તે પૈસાની અછત અને નાણાકીય અવરોધોની નિશાની માનવામાં આવે છે.
લોખંડની ચીજ
તમારા પર્સમાં નાની મોટી લોખંડની ચીજ જેવી કે, સેફ્ટી પિન, ચાવીઓ અથવા અન્ય ધાતુની વસ્તુઓ રાખશો નહીં. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ વસ્તુઓ રાખવાથી હકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકી જાય છે અને ધન હાનિ થવાની સંભાવના વધે છે.
ફાટેલી નોટ
જો તમે તમારા પાકિટમાં ફાટેલી કે જુની નોટ રાખો છો, તો તેને તરત જ પર્સમાંથી કાઢી નાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમે આવું નહીં કરો તો તમારે વારંવાર આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ તેનાથી વેપાર ધંધામાં નુકસાન થવાની સંભાવના વધે છે.
દવા
પાકિટમાં દવાઓ ક્યારે રાખવી જોઇએ નહીં. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આમ કરવાથી આર્થિક નુકસાન થવાની સંભાવના વધે છે અને આવકને બદલે ખર્ચમાં વધારો થઈ શકે છે.





