Vastu Tips: ઘરના મંદિરમાં ભગવાનને અર્પણ કરેલા હાર ફુલ ક્યારે ઉપાડવા જોઇએ? જાણો વાસ્તુ શાસ્ત્રનો નિયમ

Vastu Tips For Removing Flowers From Home Temple : વાસ્તુ શાસ્ત્રમાં પૂજા આરતી વિશે ઘણા નિયમો વર્ણવવામાં આવ્યા છે. આમાંથી એક ભગવાનને અર્પણ કરવામાં આવતા ફૂલ વિશે છે. ચાલો જાણીયે, મંદિરમાં ભગવાનને ચઢાવેલા ફૂલો કેટલા સમય પછી દૂર કરવા જોઈએ.

Vastu Tips For Removing Flowers From Home Temple : વાસ્તુ શાસ્ત્રમાં પૂજા આરતી વિશે ઘણા નિયમો વર્ણવવામાં આવ્યા છે. આમાંથી એક ભગવાનને અર્પણ કરવામાં આવતા ફૂલ વિશે છે. ચાલો જાણીયે, મંદિરમાં ભગવાનને ચઢાવેલા ફૂલો કેટલા સમય પછી દૂર કરવા જોઈએ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Puja Vastu Tips | Home Temple Vastu Tips | When removing flowers from home temple

Puja Vastu Tips : વાસ્તુ શાસ્ત્રમાં ભગવાન પૂજા આરતી વિશે અમુક નિયમો વર્ણવ્યા છે. (Photo: Social Media)

Vastu Tips For Removing Flowers From Home Temple : હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાનું વિશેષ મહત્વ છે. તે ભક્તો ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરે છે. એવું માનવામાં આવે છે કે સાચા મન અને વિધિવત્ત પૂજા કરવાથી મનને શાંતિ તો મળે જ છે સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. સાથે જ વાસ્તુ શાસ્ત્રમાં પૂજા સાથે જોડાયેલા ઘણા નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. માન્યતા છે કે આ નિયમોનું પાલન કરવાથી ઘરનું વાસ્તુ ઠીક રહે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

Advertisment

જો કે પૂજા સંબંધિત અમુક વાતોને લઇને લોકોમાં ભ્રમ પણ છે. આમાંથી એક ભગવાનને અર્પણ કરવામાં આવતા ફૂલો વિશે છે. હકીકતમાં લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવેલા ફૂલોને મંદિર માંથી ક્યારે દૂર કરવા જોઈએ? આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ વિશે….

ઘરના મંદિરમાંથી ક્યારે ભગવાનને ચઢાવેલા ફૂલ ક્યારે ઉપાડવા જોઈએ?

પૂજા દરમિયાન, લોકો દેવી દેવતાઓને ફૂલો અર્પણ કરે છે. પરંતુ ઘણી વખત ભક્તો આ ફૂલોને દૂર કરવાનું ભૂલી જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલને તરત જ ન હટાવી લેવા જોઈએ, પરંતુ દિવસ પૂરો થાય તે પહેલા. વાસ્તુ મુજબ મંદિરમાં સુકાયેલા ફૂલો રાખવા શુભ નથી માનવામાં આવતા, કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે. તેમજ તેનાથી ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ બને છે અને ઘરના લોકોમાં ચીડિયાપણું કે ગુસ્સો આવી શકે છે. માટે પૂજા રૂમમાં ચઢાવેલા ફૂલોને સમયસર મંદિરમાંથી હટાવી લેવા જોઇએ.

આ વાતોનું રાખો ધ્યાન

જો તમે ઘરના છોડમાંથી ફૂલો તોડીને ભગવાનને અર્પણ કરો છો, તો સૌથી પહેલા તમારે સ્નાન કરવું જોઈએ. આ પછી, ફૂલોને પાણીથી ધોઈ લો. વાસ્તુ અનુસાર ધોયેલા ફૂલ હંમેશા દાંડીની બાજુમાંથી પકડીને જ ભગવાનને અર્પણ કરવા જોઈએ.

Advertisment

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધર્મ ભક્તિ વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ