ઘરની કઈ દિશામાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને તેના શું પરિણામો આવે છે, તેની વિસ્તૃત માહિતી વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવી છે. આ સાથેજ વાસ્તુશાસ્ત્રમાં દેવી-દેવતાઓની મૂર્તિઓને ઘરમાં રાખવાના નિયમો પણ આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે હનુમાનજીની મૂર્તિ ઘરની કઈ દિશામાં રાખવી જોઈએ અને કઈ દિશામાં નહીં.
હનુમાન જીને બળ-બુદ્ધના દાતા માનવામાં આવે છે અને તેમની પૂજા-અર્ચના કરવાથી ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. ઘણા લોકો ઘર કે પૂજા ઘરમાં હનુમાન જીનો ફોટો કે મૂર્તિ રાખતા હોય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર હનુમાનજીનો ફોટો કે મૂર્તિને ક્યારેય પણ બેડરૂમમાં ન રાખવી જોઈએ. હનુમાન જીનો ફોટો કે મૂર્તિ ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર રાખવા શુભદાયી અને લાભકારક મનાય છે. સાથે જ ઘરમાં હનુમાનજીની મૂર્તિ રાખવાથી વાસ્તુ દોષ દૂર થતી હોવાની માન્યતા છે.

- ઘરમાં દક્ષિણ દિશામાં હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો લગાવવો શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં રાખવામાં આવી મૂર્તિ કે ફોટોમાં હનુમાનજી બેઠેલા હોવા જોઈએ.
- હનુમાનજીનો ફોટો કે મૂર્તિ ઘરની ઉત્તર દિશામાં લગાવવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં હનુમાનજીની તસવીર લગાવવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેમજ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાનજીની તસવીર ઘરમાં લગાવવાથી સમસ્યાઓ દૂર થાય છે અને ધનલાભ થાય છે. પાંચમુખી પ્રતિમા અથવા ચિત્ર લગાવતી વખતે ધ્યાન રાખો કે તે દિશા દક્ષિણ હોવી જોઈએ.
આ પણ વાંચોઃ કેસરના આ ઉપાયોથી ધન લાભ હોવાની માન્યતા, જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
- ઘરમાં પહાડ ઊંચકતા હનુમાનજીની તસવીર લગાવવી પણ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરમાં આવી તસવીર લગાવવાથી વ્યક્તિ તમામ મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકો છો.
- ઘરમાં જે જગ્યાએ હનુમાનજીની તસવીર કે મૂર્તિ હોય ત્યાં સાફસફાઇનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
- મંગળવારે હનુમાનજીની વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવી જોઈએ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.