અમીર બનવા માંગો છો તો ઘરમાં રાખો આ 5 વસ્તુઓ, વાસ્તુ પ્રમાણે ક્યારેય નહીં થાય પૈસાની તંગી

Lucky Idols for Home : વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી મૂર્તિઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ઘરમાં રાખવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેમને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ધનમાં વધારો થાય છે

Written by Ashish Goyal
August 28, 2025 23:33 IST
અમીર બનવા માંગો છો તો ઘરમાં રાખો આ 5 વસ્તુઓ, વાસ્તુ પ્રમાણે ક્યારેય નહીં થાય પૈસાની તંગી
વાસ્તુશાસ્ત્રમાં હાથીને શક્તિ, ધન, યશ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે

Lucky Idols for Home: વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુને ઊર્જા સાથે સંબંધિત માનવામાં આવે છે. વાસ્તુ મુજબ જો કોઈ વસ્તુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તો તે નકારાત્મકતા લાવે છે. જે રીતે લીલા છોડ, તાજા ફૂલ અને યંત્ર રાખવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. જ્યારે બંધ ઘડિયાળ, તૂટેલા વાસણ કે તૂટેલી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી મૂર્તિઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ઘરમાં રાખવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેમને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ધનમાં વધારો થાય છે.

હાથીની મૂર્તિ

વાસ્તુશાસ્ત્રમાં હાથીને શક્તિ, ધન, યશ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘરમાં પિત્તળ, તાંબા કે ચાંદીના હાથીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી માત્ર સકારાત્મક ઉર્જાનો સંચાર જ નથી થતો પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. આ ઉપરાંત આ મૂર્તિ રાખવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને આવકના નવા સ્ત્રોત ખુલે છે.

કાચબાની મૂર્તિ

વાસ્તુશાસ્ત્રમાં કાચબાને ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે કાચબાની પ્રતિમાને ઘર કે ઓફિસ પર રાખવાથી વેપારમાં વધારો થાય છે, આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

કામધેનુ ગાઉની મૂર્તિ

વાસ્તુશાસ્ત્ર મુજબ કામધેનુ ગાયની પ્રતિમાને ઘરમાં સ્થાપિત કરવાથી સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ક્યારેય અન્ન અને ધનની કમી રહેતી નથી. સાથે જ તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને જીવનમાં સફળતા અને સમૃદ્ધિની તકો મળે છે.

આ પણ વાંચો – ભગવાન ગણેશના દરેક અંગોમાં છુપાયેલું છે રહસ્ય, સૂંઢથી લઇને કાન સુધી શું છે મહત્વ

પિરામિડ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિરામિડ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે પિરામિડ ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જો તમે પોતાનું ઘર બનાવવાનું કે પ્રોપર્ટી ખરીદવાના સપના જોતા હોવ તો ઘરમાં ક્રિસ્ટલ કે મેટલથી બનેલ પિરામિડ રાખવાથી ખૂબ લાભ થાય છે.

ઘુવડની પ્રતિમા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઘુવડની મૂર્તિ રાખવાથી દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળે છે. તેમજ તેને ઘરમાં રાખવાથી આવકમાં ઝડપથી વધારો થાય છે અને પ્રોપર્ટી ખરીદવાની પણ શક્યતા રહે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ