Vastu Tips for Money: ઘરના મંદિરમાં આ 5 વસ્તુ રાખો, માતા લક્ષ્મી આપશે અખૂટ ધન સંપત્તિના આશીર્વાદ

Vastu Tips for Home Temple: વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં માતા લક્ષ્મીના મૂર્તિ સામે ગુલાબનું અત્તર રાખવું શુભ રહે છે. તેનાથી ધન સંપત્તિ અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે.

Vastu Tips for Home Temple: વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં માતા લક્ષ્મીના મૂર્તિ સામે ગુલાબનું અત્તર રાખવું શુભ રહે છે. તેનાથી ધન સંપત્તિ અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
mata lakshmi tips | devi lakshmi tips | vastu tips for home temple | vastu tips for pooja room | these 5 things keep in home temple for increase money wealth

Vastu Tips For Pooja Room: ઘરના મંદિરમાં માતા લક્ષ્મીને પ્રિય વસ્તુ રાખવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. (Photo: Freepik)

Vastu Tips for Home Temple: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીનું વિશેષ મહત્વ છે. દેવી લક્ષ્મી ધનના દેવી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે, તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. તેમજ વ્યક્તિને તમામ ભૌતિક સુખ મળે છે. અહીં અમે તમને એવી જ 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેમને મંદિરમાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આવો જાણીએ કઇ છે આ 5 વસ્તુ

Advertisment

મંદિરમાં શ્રી યંત્ર રાખો

મંદિરમાં શ્રી યંત્ર રાખવું શુભ હોય છે.શ્રી યંત્ર નો સંબંધ દેવી લક્ષ્મી સાથે હોવાનું મનાય છે. આ યંત્ર શુક્રવારે લાલ આસન પર સ્થાપિત કરી શકાય છે. ઈશાન ખૂણામાં પણ સ્થાપિત કરો. આમ કરવાથી ઘરના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે.

દક્ષિણીવર્તી શંખ

જો ઘણી મહેનત પછી પણ ધન સંપત્તિ ન વધી રહ્યા તો દક્ષિણાવર્તી શંખ ઘરના મંદિરમાં રાખો. કારણ કે દક્ષિણાવર્તી શંખ દેવી લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. આમ કરવાથી પૈસા આવવાનો રસ્તો ખુલી જાય છે. સાથે જ ધન સંપત્તિમાં વધારો થવાના પણ યોગ છે.

ગુલાબ નું અત્તર

ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીની મૂર્તિની સામે ગુલાબનું અત્તર રાખો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તેમજ પતિ-પત્નીના સંબંધો મજબૂત બનશે.

Advertisment

કમળ નું ફૂલ

દેવી લક્ષ્મીને કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે. આથી ઘરના મંદિરમાં રોજ કમળનું ફૂલ રાખવું જોઈએ. આમ કરવાથી લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. તેમજ આવકના નવા સ્ત્રોત ઊભા થશે.

આ પણ વાંચો |સાવરણી બદલી શકે છે તમારી કિસ્મત, આ દિશામાં ઝાડુ રાખવાથી ઘરમાં ધન-સમૃદ્ધિનો થશે વરસાદ

ગાય નું શુદ્ધ ઘી

દેવી લક્ષ્મીની મૂર્તિ સામે એક વાટકીમાં ગાયનું શુદ્ધ ઘી રાખવું જોઈએ. સાથે જ ઘીનો દીવો પણ રોજ પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ રહે છે.

astrology વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ ધર્મ ભક્તિ