પર્સમાં આ 5 વસ્તુઓને રાખવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ, આર્થિક તંગીનું બને છે કારણ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં રાખેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે અને ધન હાનિનું કારણ બની શકે છે. માટે આ વસ્તુઓને પર્સમાંથી તરત જ હટાવી દેવી જોઈએ. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ છે જે પર્સમાં ન રાખવી જોઈએ

Written by Ashish Goyal
Updated : February 27, 2025 17:34 IST
પર્સમાં આ 5 વસ્તુઓને રાખવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ, આર્થિક તંગીનું બને છે કારણ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર
વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં રાખેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે (તસવીર - ફ્રીપિક)

Never Keep These 5 Things in Your Wallet: ઘણીવાર એવું થાય છે કે પર્સ મહિનાની શરૂઆતમાં ભરેલું હોય છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ ખર્ચા વધી જાય છે અને પર્સ ખાલી થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું જ થાય છે અને તમે કારણ વગર આર્થિક તંગી અનુભવો છો, તો તે તમારા પર્સમાં રાખેલી કેટલીક વસ્તુઓને કારણે પણ હોઈ શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં રાખેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે અને ધન હાનિનું કારણ બની શકે છે. માટે આ વસ્તુઓને પર્સમાંથી તરત જ હટાવી દેવી જોઈએ. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ છે જે પર્સમાં ન રાખવી જોઈએ.

ફાટેલી કે જૂની નોટો

જો તમે તમારા પર્સમાં ફાટેલી કે જૂની નોટો હોય તો તેને બને તેટલી જલ્દી હટાવી દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી નોટો નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે અને ધનની ખોટનું કારણ ઉભું કરી શકે છે.

જૂના બીલો અને રસીદો

ઘણા લોકો જૂના બિલ અને રસીદો પર્સમાં રાખે છે, પરંતુ આ આદત તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે વાસ્તુ શાસ્ત્ર મુજબ નકામી રસીદો અને જૂના બિલને પર્સમાં રાખવાથી આર્થિક સમસ્યા થઈ શકે છે. માટે સમયાંતરે આવી વસ્તુઓ પર્સમાંથી કાઢી નાખવી જોઈએ જેથી આર્થિક સ્થિતિ સારી રહે.

મૃતક પરિવારના સભ્યોના ફોટા

પોતાના દિવંગત સંબંધીઓની યાદોને વળગી રહેવું સારું છે, પરંતુ તેમના ફોટા પર્સમાં રાખવા વાસ્તુ અનુસાર યોગ્ય માનવામાં આવતા નથી. વાસ્તુ મુજબ આનાથી ધન હાનિ અને આર્થિક પરેશાનીઓ થઈ શકે છે. તમે ઇચ્છો તો તેમનો ફોટો ઘરની દક્ષિણ દિશામાં લગાવી શકો છો.

આ પણ વાંચો – હાથમાં હોય આવા 5 ચિહ્ન તો વ્યક્તિ બને છે અતિધનવાન અને મોટો વેપારી

જૂના સિક્કા અને બંધ થયેલી નોટો

જો તમારા પર્સમાં જૂના સિક્કા કે નોટ છે જે હવે ચલણમાં નથી તો તેને તરત જ હટાવી દો. વાસ્તુ શાસ્ત્ર મુજબ તેને તમારા પર્સમાં રાખવાથી તમારી પ્રગતિમાં અવરોધ આવી શકે છે. તેમજ તેનાથી આર્થિક સંકડામણ પણ આવી શકે છે.

ચામડાના પર્સમાં દેવી-દેવતાઓની તસવીર

જો તમે તમારા પર્સમાં દેવી-દેવતાઓના ફોટા રાખો છો તો ધ્યાન રાખો કે તમારું પર્સ ચામડાનું ના હોય. વાસ્તુશાસ્ત્રમાં ચામડાને નકારાત્મક ઉર્જા સાથે જોડીને માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચામડાના પર્સમાં દેવી-દેવતાઓની તસવીર રાખવાથી આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે. સાથે જ દેવી લક્ષ્મી પણ આનાથી નારાજ છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ