વાસ્તુ શાસ્ત્ર : ઘરની આ દિશામાં લગાવો 5 ગુડલક વાળી તસવીર, પૈસામાં ઘણો વધારો થવાની છે માન્યતા

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ તસવીરોને યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલી જાય છે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે સારા ગુડલકવાળી તસવીરને કઈ દિશામાં રાખવી સૌથી શુભ માનવામાં આવે છે

Written by Ashish Goyal
Updated : May 09, 2025 21:36 IST
વાસ્તુ શાસ્ત્ર : ઘરની આ દિશામાં લગાવો 5 ગુડલક વાળી તસવીર, પૈસામાં ઘણો વધારો થવાની છે માન્યતા
સાત ઘોડાઓ ભાગતા હોય તેવી તસવીરને ખૂબ જ શુભ માનવામાં આવે છે

Good Luck Paintings: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું ઘર સુંદર લાગે અને ત્યાં હંમેશા સુખ અને શાંતિ રહે. આપણે આપણા ઘરને સુંદર બનાવવા માટે દીવાલો પર અલગ-અલગ ચિત્રો લગાવીએ છીએ, પરંતુ ઘણી વાર વિચાર્યા વગર તેને કોઈ પણ દિશામાં મૂકી દઈએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો આ તસવીરોને ખોટી દિશામાં મુકવામાં આવે તો તેનાથી જીવનમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે.

સાથે જ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ તસવીરોને યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલી જાય છે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે સારા ગુડલકવાળી તસવીરને કઈ દિશામાં રાખવી સૌથી શુભ માનવામાં આવે છે.

કુબેર દેવતાની તસવીર

ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ધનની કમી છે કે આર્થિક સમસ્યાઓ ચાલી રહી છે તો તમે ભગવાન કુબેરની તસવીર લગાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર મુજબ ઉત્તર દિશામાં ભગવાન કુબેરની તસવીર લગાવવી ફાયદાકારક છે. તેનાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

kuber devta

પંચમુખી હનુમાનજીની તસવીર

ઘરમાં ખરાબ નજર કે નકારાત્મક શક્તિઓથી બચવું હોય તો પંચમુખી હનુમાનજીની તસવીર લગાવી શકો છો. વાસ્તુ અનુસાર તેને ઘરની દક્ષિણ દિશામાં લગાવવી સૌથી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે અને દરેક પ્રકારની ખરાબ શક્તિઓથી રક્ષા મળે છે. જો તમે ઇચ્છો તો તેને દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પણ લગાવી શકો છો.

hanuman dada

આ પણ વાંચો – ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઉભા રહીને બિલકુલ ના કરો આ 5 કામ, આખું ઘર થશે પરેશાન

સાત ઘોડાઓનું ચિત્ર

સાત ઘોડાઓ ભાગતા હોય તેવી તસવીરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે કારકિર્દી, વ્યવસાય અને પ્રગતિનું પ્રતીક છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ તેને ઉત્તર દિશામાં રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે તેને પૂર્વ અથવા દક્ષિણ દિશામાં પણ લગાવી શકો છો. ધ્યાન રાખો કે ઘોડાઓ સમુદ્ર કિનારે દોડતા જોવા મળતા હોય અને ચિત્રમાં રહેલી ઉર્જા આગળ વહી રહી હોય. આનાથી કાર્યોમાં ગતિ આવે છે અને સફળતાની સંભાવના વધે છે.

lord krishna

ભગવાન શ્રીકૃષ્ણની તસવીર

જો તમે ઘરમાં પ્રેમ અને સંવાદિતા જાળવી રાખવા માંગો છો, તો ભગવાન શ્રીકૃષ્ણની તસવીર જરૂર લગાવો. વાસ્તુ અનુસાર તેને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવી શુભ છે. સાથે જ પતિ-પત્નીએ પોતાના બેડરૂમમાં શ્રીકૃષ્ણ અને રાધારાણીની પ્રેમથી ભરેલી તસવીર રાખવી જોઈએ. તેનાથી સંબંધોમાં મધુરતા આવે છે અને પારિવારિક જીવન સુખમય બને છે.

waterfall

ઝરણાની તસવીર

કુદરતી દ્રશ્યો સાથે સંબંધિત ચિત્રો, જેમ કે ધોધ અથવા વહેતું પાણી, ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. ઉત્તર દિશામાં ધોધનું ચિત્ર મૂકવું ખૂબ જ શુભ છે. તેનાથી ઘરનું વાતાવરણ શાંત અને ખુશનુમા બને છે. આ સિવાય તમે તેને પૂર્વ દિશામાં પણ લગાવી શકો છો.

ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ