Vijaya Ekadashi 2024 Puja Vidhi Shubh Muhurat And Importance : વિજયા એકાદશી 2024: હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ એટલે કે અગિયારસનું વિશેષ મહત્વ છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેમજ ભક્તો આ દિવસે વ્રત – ઉપવાસ રાખે છે. માન્યતા અનુસાર, આમ કરવાથી સાધકને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
તમને જણાવી દઈએ કે દર મહિને બે એકાદશી આવે છે. અહીં અમે વિજયા એકાદશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે આ વર્ષે 6 માર્ચ, 2024ના રોજ ઉજવવામાં આવશે. ચાલો જાણીએ વિજયા એકાદશી પજાનું શુભ મુહૂર્ત અને મહત્વ
વિજયા એકાદશી તિથિ અને શુભ મુહૂર્ત (Vijaya Ekadashi 2024 Shubh Muhurat)
વૈદિક કેલેન્ડર અને જ્યોતિષ મુજબ માસ મહિનાના વદ પક્ષની એકાદશી તિથિને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2024માં વિજયા એકાદશી તિથિ 06 માર્ચે સવારે 06:31 વાગ્યે શરૂ થશે અને 07 માર્ચે સવારે 04:12 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 06 માર્ચના રોજ વિજયા એકાદશી વ્રત રાખવામાં આવશે.
વિજયા એકાદશી પૂજા વિધિ (Vijaya Ekadashi 2024 Puja Vidhi)
આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યાર બાદ આચમન કરીને પોતાને શુદ્ધ કરો. હાથમાં ગંગાજળ લઈને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા પણ લો. પૂજા કરવાના બાજોઠ પર ભગવાન વિષ્ણુના ફોટા કે મૂર્તિની સ્થાપના કરો. તેમનો પંચોપચાર કરો અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. હવે પીળા રંગના ફળ, ફૂલ અને મીઠાઈનો પ્રસાદ અર્પણ કરો. હવે દીવો પ્રગટાવો અને આરતી કરો અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. છેલ્લે ઘરના તમામ સભ્યોને પ્રસાદ આપો.
ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવાનો ઉપાય
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના આ મંત્રનો જાપ કરો. આ મંત્રથી પ્રભુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને આશીર્વાદ આપે છે.
ઓમ ભૂરિદા ભૂરિ દેહિનો, મા દભ્રં ભૂર્યા ભર, ભૂરિ ધેદિન્દ્ર દિત્સસિ ।ઓમ ભૂરિદા ત્યસિ શ્રુતઃ પુરુત્રા શૂર વ્રૃત્રહન્. આ નો ભજસ્વ રાધસિ ।।
આ પણ વાંચો | હોળીના દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, રાહુ-શનિ આ 1 રાશિની સમસ્યાઓમાં કરશે વધારો
વિજયા એકાદશીનું મહત્વ (Vijaya Ekadashi 2024 Importance)
આ વ્રત કરવાથી વ્યક્તિ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. શાસ્ત્રો અનુસાર, લંકા પર વિજય મેળવવાની મનોકામનાથી ભગવાન રામે બકદલ્ભ્ મુનિના આદેશ થી સમુદ્ર કિનારે આ વ્રત કર્યું હતુ. ત્યારબાદ તેમને રાવણ પર વિજય પ્રાપ્ત થયો હતો. તેમજ આ વ્રત કરવાથી જીવનમાં સંપન્નતા રહે છે. સાથે સાથે સુખ- સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.