scorecardresearch

અધર્મ પર ધર્મનો વિજયઃ દશેરાના દિવસે ફાફડા-જલેબી કેમ ખવાય છે? માન્યતાઓ અને વૈજ્ઞાનિક કારણ

vijaya dashami dussehra puja: શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. તેથી આ દિવસને દશેરા કહેવામાં આવે છે. આ સાથે જ અન્ય એક કથા અનુસાર આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારથી વિજય દશમીનો તહેવાર ઉજવવામાં આવે છે.

અધર્મ પર ધર્મનો વિજયઃ દશેરાના દિવસે ફાફડા-જલેબી  કેમ ખવાય છે? માન્યતાઓ અને વૈજ્ઞાનિક કારણ
દશેરા પર ફાફડા જલેબી કેમ ખવાય છે

Dussehra Vijayadashami Puja Vidhi and Shubh Muhurat: દર વરસે દશેરાને અધર્મ ઉપર ધર્મના વિજયના રૂપમાં ઉજવવામાં આવે છે. વૈદિક પંચાગ પ્રમાણે દશેરાનો તહેવાર દર વર્ષે આસો મહિનામાં શુક્લ પક્ષની દશમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ આજે એટલે કે 5 ઓક્ટોબરે ઉજવાશે. શાસ્ત્રો પ્રમાણે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને સંસારને તેના અત્યાચરથી મુક્તિ અપાવી હતી. આ દિવસે શસ્ત્ર પૂજા કરવાનું પણ વિધાન છે. દશેરાના દિવસે અનેક લોકો વાહન, પ્રોપર્ટી, ઇલેક્ટ્રોનિક સામાન, સોનાના ઘરેણા અને નવા કપડાની ખરીદી કરવી શુભ માને છે. આ ઉપરાંત આજના દિવસે લોકો ફાફડા- જલેબી ખુબ જ ખાય છે. જોકે, આજના દિવસે ફાફડા જલેબી કેમ ખવાય છે એ પાછળની કેટલીક માન્યતાઓ અને વૈજ્ઞાનિક કારણ જાણીએ.

વિજયા દશમીના દિવસે લોકો મન મૂકીને ખાય છે ફાફડા – જલેબી

નવરાત્રીના નવ દિવસ પુરા થયા અને દસમો દિવસ એટલે કે વિજયા દશમી. આજના દિવસે લોકો ફાફડા – જલેબી ખાય છે. લગભગ દરેક ઘરમાં આજના દિવસે ફાફડા-જલેબી ખવાતી હોય છે. દશેરાના દિવસે ફાફડા જલેવી ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

કેમ ખવાય છે દશેરાના દિવસે ફાફડા જલેબી?

વિજયા દશમીના દિવસે ફાફડા જલેબી ખાવાની વિવિધ લોકવાયકાઓ છે. જે પૈકી એક લોકવાયકા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શાશકૌલી કહેવામાં આવતી હતી. જલેબીની વાત તો જાણી? હવે મનમાં પ્રશ્ન થતો હશે કે જલેબી તો રામને ભાવતી હતી એટલે ખવાય છે પરંતુ જલેબી સાથે ફાફડા કેમ ખવાય છે. માનવામાં આવે છે કે જલેબી ખૂબ ગળી હોય છે.

જલેબી ખૂબ ગળી હોય છે જે એકલી ખાઈ શકાતી નથી. ખાસ કરીને ગુજરાતમાં ગળ્યા સાથે ફરસાણ ખાવાની પરંપરા છે. વર્ષો પહેલા આ રીતે જલેબી સાથે ફાફડા ગોઠવાઈ ગયા છે. આ રીતે જ દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ અને તે હજી જળવાઈ રહી છે.

આવી પણ છે લોકવાયકા

કહેવાય છે કે હનુમાનજીને ચણાના લોટની વાનગી ખૂબ જ ભાવતી. જલેબી સાથે જ્યારે ફરસાણ ખાવાનુ શરૂ થયું ત્યારે હનુમાનજીના પ્રિય ચણાના લોટના ફાફડાનું અવતરણ થયુ. અન્ય માન્યતા એવી છે કે નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ બાદ ચણાના લોટની વાનગીથી જ પારણા થવા જોઈએ . એટલે પણ કહી શકાય છે કે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ.

જલેબી ખાવાનું વૈજ્ઞાનિક કારણ

હેલ્થ એક્સપર્ટના મતે સપ્ટેમ્બર-ઓકટોબરમાં બે ઋતુ ભેગી થાય છે. આ સમયે હવામાનમાં ફેરફાર થતો હોય છે. ઘણા લોકોને માઈગ્રેનની સમસ્યા રહેતી હોય છે. બે સિઝન ભેગી થવાથી શરીરમાં સિરોટોરિન નામનું તત્વ ઘટી જાય છે અને માઈગ્રેન થાય છે.ગરમાગર જલેબીમાં ટિરામાઈન નામનું તત્વ હોય છે જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કાબૂમાં રાખે છે. પરિણામે માઈગ્રેન થતું નથી તેથી દશેરામાં જલેબી ખાવામાં આવે છે.

આ પણ વાંચોઃ- આશરે ત્રણ વર્ષમાં બનીને તૈયાર થયું દુબઈનું હિન્દુ મંદિર, 16 દેવતા અને ગુરુગ્રંથ સાહિબ, QR કોડથી થશે બુકિંગ

નવરાત્રીમાં ઉપવાસ કરવામાં આવતા હોવાથી શરીરમાં સુગરનું લેવલ ઘટી જાય છે. જલેબી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. દૂધ અને જલેબી સાથે ખાવાથી બ્લ્ડ સુગર નિયંત્રિત રહે છે. તેથી ફાફડા જલેબી ખાવા યોગ્ય રહે છે. આ રીતે એક દિવસ દશેરાના દિવસે ફાફડા-જલેબી સાથે ખાવાથી માનસિક ખુશી મળી રહે છે. જો આ દિવસે વધાર ફાફડા-જલેબી વધારે ખવાઈ જાય તો બીજા દિવસે ઓછી કેલેરીવાળો ખોરાક ખાવો, પછી કસરત કરો જેથી બોડીમાં કેલેરી જળવાઈ રહે છે.

દશેરાની તારીખ જાણો

જ્યોતિષ પંચાંગ અનુસાર દશમી તિથિ 04 ઓક્ટોબર 2022 ના રોજ બપોરે 02.21 વાગ્યાથી શરૂ થઈ ને 05 ઓક્ટોબર 2022 ના રોજ બપોરે 12 વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદયની તારીખ મુજબ દશેરા 5 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે.

દશેરા અબુજા મુહૂર્ત

વૈદિક જ્યોતિષ અનુસાર દશેરાની તારીખને અબુજા મુહૂર્ત તરીકે ગણવામાં આવે છે. મતલબ કે તેમાં કોઈ મુહૂર્ત જોયા વગર તમામ શુભ કાર્યો કરી શકાય છે. તમે વ્યવસાય શરૂ કરી શકો છો અને મિલકત અથવા વાહન ખરીદી શકો છો.

આ પણ વાંચોઃ- 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ થવાનું છે, આ 4 રાશિના જાતકોની વધી શકે છે મુશ્કેલીઓ

વિજય મુહૂર્ત: બુધવાર, 5 ઓક્ટોબર બપોરે 02:12 થી 2:53 સુધી

અમૃત કાલ: બુધવાર, 5 ઓક્ટોબર સવારે 11.32 થી બપોરે 1:3 વાગ્યા સુધી

દુર્મુહૂર્ત: બુધવાર, 5 ઓક્ટોબર સવારે 11.52 થી 12.39 સુધી

દશેરા પૂજા સામગ્રીની યાદી: દશેરાની પ્રતિમા, ગાયનું છાંણ, ચૂનો, કંકુ, મોલી, ચોખા, ફૂલ, નવરાત્રી સમયે ઉગાડેલા જવ, કેળા, મૂળ, ગ્વારફળી, ગોળ, ખીર-પૂરી અને ધંધાકીય પુસ્તકો વગેરે..

મહત્વ જાણો

શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. તેથી આ દિવસને દશેરા કહેવામાં આવે છે. આ સાથે જ અન્ય એક કથા અનુસાર આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારથી વિજય દશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. બીજી તરફ વિજયાદશમી પર તમામ સિદ્ધિઓ મેળવવા માટે શમી વૃક્ષ અને દેવી અપરાજિતા ઉપરાંત શસ્ત્રો અને શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો શમી અને અપરાજિતા વૃક્ષની પૂજા કરે છે. તે લોકો શત્રુઓ પર વિજય મેળવે છે.

Web Title: Vijayadashami puja dussehra 2022 shubh muhurat dharma news

Best of Express