વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવતાઓના ગુરુ બૃહસ્પતિની રાશિ પરિવર્તનની અસર દરેક રાશિ પર જોવા છે. 22 એપ્રિલે દેવોના દેવ ગુરુ બૃહસ્પતિ 12 વર્ષો બાદ મીનથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. મેષ રાશિમાં જવાથી અનેક શુભ યોગોનું નિર્માણ થઇ રહ્યું છે. આ યોગ પૈકી એક વિપરીત રાજયોગનું નિર્માણ થઈ ચૂક્યું છે. વિપરીત રાજયોગ બનવાથી અનેક રાશિઓના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવી શકે છે. જાણો મેષ રાશિમાં વિપરીત રાજયોગ બનવાથી કઇ રાશિઓને બમ્પર લાભ મળશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિપરીત રાજયોગનું નિર્માણ થવાથી વ્યક્તિને ધનલાભની સાથે વાહન, સંપત્તિનું સુખ પ્રાપ્ત થાય છે. જ્યારે કુંડળીના છઠ્ઠા, આઠમા, બારમા, ભાવના સ્વામી યુતિ સંબંધ બનવાથી વિપરીત રાજયોગનું નિર્માણ થશે.
મિથુન રાશિ
મેષ રાશિમાં વિપરીત રાજયોગ બનવાથી આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. અચાનક ધનલાભની સાથે આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે. આ સાથે જ નોકરીમાં પણ પદોન્નતિ અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. જો બિઝનેસમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયમાં રોકાણ કરવું લાભકારી સિદ્ધ થઇ શકે છે.
કર્ક રાશિ
આ રાશિના જાતકોને પણ વિપરીત રાજયોગનો વિશેષ લાભ મળે છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે જ આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. કરિયરમાં પણ ઉડાન ભરી શકો છો. સમાજમાં માન-સમ્માન વધી શકે છે. લવ લાઇફ અને દાંપત્ય જીવમાં ખુશિઓ જ ખુશીઓ આવી શકે છે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોના લાંબા સમયથી રોકાયેલા કામ સુચારુ રૂપથી શરુ થઈ શકે છે. દેવામાંથી છૂટકારો મળી શકે છે. નોકરી અને વેપારમાં અપાર સફળતાનીસાથે નફો થઈ શકે છે. લગ્ન જીવનમાં પણ ખુશિઓ આવી શકે છે. પદ-પ્રતિષ્ઠાની વૃદ્ધિ થઈ શકે છે.
તુલા રાશિ
આ રાશિના જાતકો માટે વિપરીત રાજયોગ ખુશિઓ જ ખુશિઓ લઈને આવી શકે છે. વેપારમાં અનેક ગણો વધારે નફો પ્રાપ્ત થઇ શકે છે. આ સાથે જ લાંબા સમયથી રોકાયેલા પૈસા પણ પાછા આવી શકે છે. આર્થિક સ્થિતિ તેજથી મજબૂત થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતિ શકે છે.