/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/vishwakarma-jayanti-2025.jpg)
વિશ્વકર્મા જ્યંતિ વિશેષ શુભેચ્છા સંદેશ પૂજા વિધિ વિશે જાણો
Vishwakarma Jayanti Pooja: હિંદુ ધર્મના દેવ શિલ્પી ભગવાન વિશ્વકર્મા જગતના પ્રથમ ઇજનેર અને સ્થાપક સર્જનહાર કહેવાય છે. વિશ્વકર્મા દેવ બ્રહ્માના સંતાન હોવાનું મનાય છે અને તેમણે દેવતાઓ માટે અનેક દિવ્ય ભવન, શસ્ત્રો અને યંત્રોની રચના કરી હતી. હિંદુ શાસ્ત્રો મુજબ, વિશ્વકર્મા દેવએ દ્વારકા નગર, ઈન્દ્રનો સ્વર્ગ અને પાંડવો માટે ખુલવાની ઇન્દ્રપ્રસ્થ નગરીની રચના કરી હતી.
વિશ્વકર્મા જયંતી મહત્વ
વિશ્વકર્મા જયંતી મહા સુદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં કારીગર વર્ગ દ્વારા આ દિવસે ભગવાન વિશ્વકર્મા પૂજા અર્ચના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.ખાસ કરીને ઇજનેરો, શિલ્પકારો, કારીગરો, અને ઉદ્યોગપતિઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ ભગવાન વિશ્વકર્માની પૂજા કરી પોતાના સાધનો, યંત્રો અને કારખાનાઓ માટે આશીર્વાદ લે છે. વિશ્વકર્મા જયંતી પર કામના સાધનોની પૂજા કરવી શુભ માનવામાં આવે છે જેથી વ્યવસાયમાં વૃદ્ધિ અને સફળતા મળે.
વિશ્વકર્મા જયંતીની ઉજવણી
લોકો ભગવાન વિશ્વકર્માની મૂર્તિ કે તસવીર રાખી શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. યંત્રો અને સાધનોની સાફસફાઈ કરી તેમને ફૂલ, ધૂપ અને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે અનેક ઉદ્યોગો અને કાર્યસ્થળો બંધ રાખી કર્મચારીઓ સાથે પૂજા કરવામાં આવે છે. વિવિધ સ્થળોએ મેળા, હવન, અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે.
વિશ્વકર્મા સાથે જોડાયેલા પ્રસિદ્ધ સ્થાપત્ય
- દ્વારકા નગરી: ભગવાન કૃષ્ણ માટે વિશ્વકર્માએ દરિયા વચ્ચે બનાવેલી અદભૂત નગરી.
- સ્વર્ગ લોક : દેવો માટે અલગ અલગ ભવન અને યંત્રો બનાવ્યા.
- પુષ્પક વિમાન : રાવણ માટે બનાવેલું વિશ્વપ્રસિદ્ધ ઉડતું વિમાન
- સુદર્શન ચક્ર : વિષ્ણુ ભગવાનના હાથ પરનું સુદર્શન ચક્ર પણ વિશ્વકર્માએ જ બનાવ્યું હતું.
વિશ્વકર્મા જયંતી માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ રોજગારી અને ઇજનેરી રીતે પણ ઘણું મહત્વ ધરાવે છે. વિશ્વના પ્રથમ ઇજનેર કહેવાતા ભગવાન વિશ્વકર્મા દાદા શ્રેષ્ઠ રચનાની સાથે અનોખી કારીગરોનો પણ વારસો ધરાવે છે. તે કાર્યપ્રતિ અને ઉત્પાદન ક્ષેત્રમાં શ્રદ્ધા અને સમર્પણનું પ્રતિક છે. લોકો પોતાના વ્યવસાયમાં સફળતા અને કારીગરીમાં નિપુણતા માટે ભગવાન વિશ્વકર્માને પૂજતા રહે છે.
વિશ્વકર્મા જયંતી માટે શુભેચ્છા સંદેશા
વિશ્વકર્મા જયંતી પર ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ તમારી મહેનતને સફળતા અને સમૃદ્ધિ તરફ દોરી જાય. શુભકામનાઓ!
તમારા જીવનમાં નવી રચનાઓ અને સફળતાના દ્ધારા ખુલતાં રહે, ભગવાન વિશ્વકર્મા આપને વધુ ઊંચાઇઓ પર પહોંચાડે. વિશ્વકર્મા જયંતીની હાર્દિક શુભેચ્છાઓ!
વિશ્વકર્મા દેવના આશીર્વાદથી તમારા કાર્યોમાં નિપુણતા અને વ્યવસાયમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ. વિશ્વકર્મા જયંતી મુબારક!
વિશ્વકર્મા જયંતી નિમિત્તે તમારું જીવન સાફળતા, સુખ અને શાંતિથી છલકાતું રહે અને દરેક પ્રયાસ સફળ બને તેવી શુભેચ્છાઓ!
કાર્યક્ષેત્રમાં નવી ઊંચાઇઓ સ્પર્શો, ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ તમારા પર હંમેશા રહેશે. વિશ્વકર્મા જયંતીની શુભેચ્છા!
આ સંદેશાઓ મિત્રોને, પરિવારજનોને અથવા સહકર્મચારીઓને મોકલી તેમના દિવસને ખાસ બનાવી શકો છો.
ભગવાન વિશ્વકર્મા અસ્ત્ર શસ્ત્ર શક્તિના પ્રેરક
વિશ્વની રચના કરનાર ભગવાન વિશ્વકર્મા દસ અવતાર હોવાનું માનવામાં આવે છે. વિશ્વકર્મા દેવ વિવિધ અસ્ત્ર શસ્ત્રમાં પારંગત છે. સુદર્શન ચક્ર, પુષ્પક વિમાન અને વૃંદાવનની રચના વિશ્વકર્મા દાદાએ કરી હતી. આ ઉપરાંત શિવની કૈલાશપુરી, કુબેરની અલકાવતી અને કાશીપુરી, ઇન્દ્રની અમરાવતી અને રાવણની લંકા સહિત અપ્રિતમ શિલ્પ અને રચનાઓ પણ વિશ્વકર્મા દાદાએ જ કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us