Premanand Maharaj: વૃંદાવનના પ્રેમાનંદ મહારાજની પદયાત્રા બંધ, કારણ જાણી આંચકો લાગશે

Premanand Maharaj Vrindavan News: વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ દરરોજ રાત્રે 2 વાગે તેમના નિવાસ સ્થાનેથી રાધા કેલિકુંજ આશ્રમ પગપાત્રા ચાલીને જાય છે. આ દરમિયાન રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો પ્રેમાનંદ મહારાજના દર્શન માટે ઉમટી પડે છે.

Premanand Maharaj Vrindavan News: વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ દરરોજ રાત્રે 2 વાગે તેમના નિવાસ સ્થાનેથી રાધા કેલિકુંજ આશ્રમ પગપાત્રા ચાલીને જાય છે. આ દરમિયાન રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો પ્રેમાનંદ મહારાજના દર્શન માટે ઉમટી પડે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
krishna janmashtami in school | krishna janmashtami dress for school | radha krishna dress look | radha dress for girls | krishna dress for boys | krishna janmashtami 2024 | Premanand Ji Maharaj Updesh | Should the child be named after god or not | Premanand Ji Maharaj video

Premanand Maharaj In Vrindavan: પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં રહે છે. (Photo: Social Media)

Premanand Maharaj Vrindavan News: પ્રેમાનંદ જી મહારાજે સવારની પગપાળા યાત્રા બંધ કરતા ભક્તોને આંચકો લાગ્યો છે. વહેલી સવારથી લોકો પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા લાઈનમાં ઉભા રહે છે. પ્રેમાનંદ મહારાજની પગપાળા યાત્રા વિશે ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઘણા લોકોએ પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે, પ્રેમાનંદ જી મહારાજજીની પદયાત્રાનો વિરોધ આ વિસ્તારની કેટલીક મહિલાઓએ કર્યો હતો. તેમણે કહ્યું કે, મહારાજની પગપાળા યાત્રાના કારણે તેઓ પરેશાન છે. જો કે ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાત ઓનલાઇ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતી. પ્રેમાનંદજી મહારાજજીની પગપાળા વિશે લોકો શું કહી રહ્યા છે તે વિશે વિગતવાર જાણીયે

Advertisment

મહિલાઓ દ્વારા વિરોધ

એક યુઝરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યા છે, જેમાં તેણે જણાવ્યું છે કે, આ વિસ્તારની મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો. યુઝરે પોતાના કેપ્શનમાં લખ્યું છે કે, વૃંદાવનના પ્રેમાનંદ જી મહારાજ રોજ રાત્રે એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા ચાલીને જતા હતા. પ્રેમાનંદ મહારાજની પગપાળા યાત્રાના રસ્તાની બંને બાજુ લોકો લાંબી લાઇન લગાવી તેમના દર્શન કરવા માટે ઉભા રહે છે.

પ્રેમાનંદ મહારાજે પગપાળા યાત્રા કેમ રોકી?

પ્રેમાનંદ મહારાજે તેમની સવારની પગપાળા યાત્રા રોકી દીધી છે, તેની પાછળનું કારણ એ છે કે આ જ રૂટ પર આવતી કોલોનીની મહિલાઓએ પ્રેમાનંદ જી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, તેઓ કહે છે કે રાત્રે પ્રેમાનંદ મહારાજજીની પગપાળા યાત્રાથી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આ લોકો આખી રાત ઊંઘી શકતા નથી કારણ કે તેઓ જ્યારે પસાર થાય છે ત્યારે લોકો ફટાકડા ફોડે છે અને ઢોલ-નગારા વાગે છે.

સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?

અન્ય એક યુઝર કહે છે, આ મેડમને સાંભળો કે તે શું કહી રહી છે… તેઓ જે આરોપો લગાવી રહ્યા છે તે બોગસ લાગે છે. બીજાએ કહ્યું, પ્રેમાનંદ જી મહારાજની મુલાકાતથી તેમના ભક્તોને આધ્યાત્મિક સંતોષ મળતો હતો, પરંતુ જો સ્થાનિક રહેવાસીઓને તેનાથી મુશ્કેલી પડી રહી હતી. જો રાત્રે અવાજથી તેમની ઉંઘ પર અસર થઈ રહી હતી તો તેમનો વિરોધ સમજી શકાય તેવો છે. ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય લોકોની દૈનિક જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવો.

Advertisment
https://twitter.com/JaikyYadav16/status/1887718768224120889

અન્ય એક યુઝરે લખ્યું: હું પ્રેમાનંદ મહારાજજીની વાતો અને તેમના વર્તનથી પણ પ્રભાવિત છું. મેં તેમને ક્યારેય કોઈ એક વર્ગ, જાતિ કે ધર્મ વિશે બોલતા સાંભળ્યા નથી. આ મેડમને ખબર નથી કેમ આટલી મુશ્કેલી પડી રહી છે.

હકીકતમાં આશ્રમ શ્રીહિત રાધા કલીકુંજે ગુરુવારે જાહેર કરેલી માહિતીમાં તેનું કારણ તેમના સ્વાસ્થ્ય અને વધતી જતી ભીડ જણાવ્યું છે. થોડાક દિવસ પહેલા અડધી રાતે મોટા અવાજે ભજન, આતશબાજી અને ફટાકડાના અવાજથી પરેશાન સોસાયટીના લોકોએ યાત્રાનો વિરોધ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે છડીકરા રોડ પર સ્થિત શ્રી કૃષ્ણ શરણમ્ નિવાસથી પ્રેમાનંદ મહારાજ દરરોજ રાત્રે 2 વાગે શ્રી રાધા કેલીકુંજ આશ્રમની યાત્રા કરે છે. પ્રેમાનંદ મહારાજની પદયાત્રા જે રસ્તેથી પસાર થાય છે તે રસ્તા પર મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ દર્શન માટે ઉમટી પડે છે.

સોસાયટી મહિલાઓએ જણાવ્યું કે આ અવાજના કારણે તેમની જીવનશૈલી પર અસર પડી રહી છે. આ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે. રાત્રે યોગ્ય રીતે સૂવું પણ મુશ્કેલ છે કારણ કે રાત્રે બે વાગ્યાથી શરૂ થતી આ પદયાત્રાની તૈયારીઓ રાત્રે 11 વાગ્યાથી શરૂ થઈ જાય છે. આ ઉપરાંત પદયાત્રા સમયે રસ્તાઓ બંધ થઇ જવાના કારણે અવરજવરમાં મુશ્કેલી ઉભી થઇ રહી હોવાનું લોકોએ જણાવ્યું હતું. આ પ્રદર્શનના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ઠીક છે આના પર તમારો શું મત છે.

વાયરલ વીડિયો ધર્મ ભક્તિ