બુધ અસ્ત દરમિયાન આ છ રાશિઓ માટે ધન વૃદ્ધિનો યોગ, આખો મહિનો રહેશે લાભ

budh transit in kumbh rashi : બુધ કુંભ રાશિથી માર્ચ મહિનામાં ગુરુના સ્વામિત્વ વાળી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ મહિનાના અંતમાં બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેનો સ્વામી મંગળ છે.

Written by Ankit Patel
February 24, 2023 16:48 IST
બુધ અસ્ત દરમિયાન આ છ રાશિઓ માટે ધન વૃદ્ધિનો યોગ, આખો મહિનો રહેશે લાભ
બુધ ગોચર ફાઇલ તસવીર

નવગ્રહોના રાજકુમાર મનાતા બુધ શનિની મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. બુધ માર્ચ દરમિયાન મહિનામાં બે વખત રાસ બદલશે. બુધ કુંભ રાશિથી માર્ચ મહિનામાં ગુરુના સ્વામિત્વ વાળી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ મહિનાના અંતમાં બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેનો સ્વામી મંગળ છે.

રસપ્રદ બાબત એ છે કે બુધ ત્યારે અસ્ત થાય છે જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. વર્તમાનમાં સૂર્ય અને શનિ કુંભ રાશિમાં છે. સૂર્ય અને બુધ એક બીજાની નજીક છે. એટલા માટે સૂર્યના પ્રભાવથી બુધ ગાયબ થઈ જશે. જેને બુધનું વક્રી થવું કહેવાય છે. આશરે એક મહિના સુધી બુધ અસ્ત રહેશે.

ખાસ વાત એ છે કે હાલમાં શનિ પણ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. ચાલો જાણીએ બુધનો કુંભ રાશિમાં પ્રવેશ તમારા પર શું પ્રભાવ પાડશે, કઈ રાશિના જાતકોને ધન, આર્થિક પ્રગતિ, આવનારા સમયમાં સફળતા મળી શકે છે, આ રાશિના જાતકોએ મિશ્ર કાળમાં શું ન કરવું જોઈએ.

કુંભ રાશિ માટે બુધનું ગોચર

મેષ રાશિના જાતકો માટે બુધનું કુંભ ગોચર સારું રહી શકે છે. નોકરીયાત લોકો માટે આ સમયગાળો સારો રહેશે. મહેનત ફળ આપે છે. લવ લાઈફ થોડી તણાવપૂર્ણ રહી શકે છે. બુધ ગ્રહ સંબંધિત આ ઉપાય તમે કરી શકો છો. તેમજ ભગવાન વિષ્ણુના શ્રી વામન સ્વરૂપની પૂજા-અર્ચના કરવાથી લાભ થઈ શકે છે.

વૃષભ માટે બુધનું ગોચર

કુંભ રાશિમાં બુધનો પ્રવેશ વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ રહી શકે છે. નોકરીમાં સ્થિરતા આવી શકે છે. તમને વરિષ્ઠોનો સંપૂર્ણ સહયોગ મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા સારી રહેશે. પરંતુ એક મહિના સુધી બુધના ઉપાય કરવાથી તમને વધુ પરિણામ મળશે. જો શક્ય હોય તો, ગાયને નિયમિતપણે ચારો ખવડાવો.

સિંહ રાશિ માટે બુધનું ગોચર

કુંભ રાશિમાં બુધનો પ્રવેશ સિંહ રાશિ માટે સાનુકૂળ બની શકે છે. વેપારી માટે આ સમય અનુકૂળ રહી શકે છે. આ સમય દરમિયાન જો તમે નવો ધંધો શરૂ કરવા માંગતા હોવ તો સારું છે. પરિવારમાં કોઈ અણબનાવ થઈ શકે છે. જીવનમાં થોડો તણાવ પણ વધી શકે છે. વાણી પર સંયમ રાખો. જો બુધવારે નિયમિતપણે શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો અથવા સાંભળવું શક્ય હોય તો અવશ્ય કરો.

તુલા રાશિ માટે બુધનું ગોચર

તુલા રાશિના જાતકો માટે બુધનું કુંભ રાશિનું ગોચર સકારાત્મક બની શકે છે. કાર્યક્ષમતા વધી શકે છે. આ સમયગાળામાં પૈસા મળવાની પણ સારી સંભાવના છે. તમને તમારી પ્રતિભા સાબિત કરવાની તક મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય ઘણો સારો રહેવાનો છે. જો શક્ય હોય તો બુધવારે જરૂરિયાતમંદોને કપડાં દાન કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ