Weekly Horoscope in Gujarati: આ અઠવાડિયે સિંહ રાશિના જાતકોને આર્થિક લાભની સંભાવના, સાપ્તાહિક રાશિફળ

Weekly Horoscope in Gujarati From 22 to 28 September 2025 : સાપ્તાહિક રાશિફળ : આ સપ્તાહમાં મેષ, મીથુન, કન્યા, કર્ક, તુલા, વૃષભ, વૃશ્ચિક, સિંહ, કુંભ સહિતની તમામ 12 રાશિના જાતકો માટે લાભ આવશે કે નહીં, કોનું સપ્તાહ શુભ રહેશે અને કોનું કઠણાઈવાળું. તમામ રાશિના લોકો અહીં વાંચો સાપ્તાહિક રાશિફળ.

Written by Ankit Patel
September 22, 2025 09:09 IST
Weekly Horoscope in Gujarati: આ અઠવાડિયે સિંહ રાશિના જાતકોને આર્થિક લાભની સંભાવના, સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિફળ - photo-freepik

Weekly Horoscope in Gujarati From 22 to 28 September 2025: સાપ્તાહિક રાશિફળ : આજથી શરુ થતાં સપ્તાહ આ અઠવાડિયે સિંહ રાશિના જાતકોને પાછલા કોઈ રોકાણથી તમને મોટો આર્થિક લાભ મળવાની શક્યતા છે. સપ્ટેમ્બર મહિનાનું ચોથું સપ્તાહ 12 રાશિના જાતકો માટે કેવું હેશે. અહીં વાંચો સાપ્તાહિક રાશિફળ.

મેષ રાશિ, આજનું રાશિફળ

  • આ અઠવાડિયે તમારી માનસિક સ્થિતિ વધુ સારી રહેશે.
  • કારણ કે તમે આ સમય દરમ્યાન તમારી જાતને તમામ પ્રકારના તાણથી દૂર રાખવામાં સમર્થ હશો.
  • તમે તમારા સંપૂર્ણ પારિવારિક જીવનનો આનંદ માણશો.
  • જે તમને તમારા માનસિક તાણથી હંમેશા માટે કાયમ માટે રાહત આપશે.
  • શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને આ અઠવાડિયે સારા પરિણામ મળશે.

વૃષભ રાશિ, આજનું રાશિફળ

  • આ અઠવાડિયે તમારી ચિંતાઓનું મુખ્ય કારણ માતાપિતાનું નબળું આરોગ્ય હોઈ શકે છે.
  • પરિણીત લોકોને સાસરી પક્ષ તરફથી આર્થિક લાભ મળશે.
  • આ સપ્તાહમાં રુપિયાને રોકાણ કરતાં પહેલા બેવાર વિચારી લો અન્યથા તમે તમારું નુકસાન કરી બેસશો.
  • આ સપ્તાહમાં કોઈ ધાર્મિક સ્થળે જઈ શકો છો.

મિથુન રાશિ, આજનું રાશિફળ

  • આ અઠવાડિયે તમને લાગે છે કે, તમારી આસપાસના લોકો તમારી પાસેથી વધુ માંગ કરે છે અને અપેક્ષા રાખે છે.
  • આવી સ્થિતિમાં તમે તેમની દરેક માંગને પૂર્ણ કરવા માટે તમારા પર વધારાના દબાણનો અનુભવ કરશો.
  • આ અઠવાડિયાની શરૂઆતમાં તમારા જીવનની તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે.

કર્ક રાશિ, આજનું રાશિફળ

  • ભૂલોથી બોધપાઠ લઈને તમે તમારી કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવશો, જે સારો સાબિત થશે.
  • આ સપ્તાહમાં તમે સોનાના ઘરેણાં, મકાન-જમીન અથવા અન્ય મોંઘી ઉપયોગી ચીજવસ્તુઓમાં રોકાણ કરી શકો છો.
  • જેનાથી ભવિષ્યમાં સારો ફાયદો થશે.
  • તમારા પારિવારિક જીવનમાં ખુશીની લહેર જોવા મળશે.

સિંહ રાશિ, આજનું રાશિફળ

  • આ સપ્તાહમાં સ્વાસ્થ્ય માટે શું સારું છે અને શું ખોટું છે તેનો વિચાર કરીને કોઈ પણ નિર્ણય કરજો.
  • આ અઠવાડિયામાં પાછલા કોઈ રોકાણથી તમને મોટો આર્થિક લાભ મળવાની શક્યતા છે.
  • આ સપ્તાહમાં તમે અન્યો પર વધુ ખર્ચ કરશો.
  • જેનાથી આર્થિક ખેંચ પણ અનુભવી શકો છો.
  • માટે સપ્તાહ દરમિયાન ખર્ચ પર કાબુ રાખવો હિતાવહ છે.

કન્યા રાશિ, આજનું રાશિફળ

  • આ સપ્તાહમાં તમારા માટે અનુકૂળ રહેશે.
  • સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું સામાન્ય કરતા થોડું વધું સારું રહ્યું છે.
  • તમે માનસિક અને શારીરિક રીતે ખૂબ સ્વસ્થ રહેશો.
  • આ સપ્તાહમાં કેટલાક લાંબાગાળાનો વિચાર કરીને પગલાં ભરી શકો છો.
  • જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે.
  • વિદ્યાર્થીઓ માટે આ સમય સૌથી અનુકૂળ લાગે છે.

તુલા રાશિ, આજનું રાશિફળ

  • સંબંધીઓ સાથે જમીન અથવા સંપત્તિને લગતા વિવાદનો સુખદ ઉકેલ આવશે.
  • જેનાથી પારિવારિક વાતાવરણમાં ખુશીની લહેર જોવા મળશે.
  • કામકાજના સ્થળે વરિષ્ઠ અધિકારીઓ તમારા કામકાજથી સંતુષ્ટ નહીં રહે.
  • જેનાથી તમારાં મનોબળ પર પણ તેની અસર દેખાશે.

વૃશ્ચિક રાશિ, આજનું રાશિફળ

  • આ સપ્તાહમાં કોઈપણ નિર્ણય લેવા માટે સ્પષ્ટ વિચાર ધરાવશો.
  • આ સ્થિતિમાં તમારા સ્વાસ્થ્ય જીવનને વધુ સારું બનાવવા માટે પ્રયાસ કરશો.
  • રુપિયાની લાલચે કોઈ એવું કામ ન કરતાં જેમાં કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાઈ જવાય.
  • લોભના કારણે તમને પોતાનું જ મોટું આર્થિક નુકસાન કરી બેસો તો નવાઈ નહીં.

ધન રાશિ, આજનું રાશિફળ

  • આ અઠવાડિયે તમારે વ્યસ્ત જીવનમાંથી થોડી ક્ષણો કાઢવાની જરૂર છે.
  • આ સમય આરામ કરવા અને નજીકના મિત્રો અને પરિવાર સાથે ખુશીની થોડી ક્ષણો પસાર કરવી જોઈ.
  • જેનાથી તમારા આરોગ્ય પર સકારાત્મક અસરની શક્યતા વધશે.
  • આ અઠવાડિયે આર્થિક મામલે સંબંધીઓનો ટેકો મળશે.
  • પરિવારમાંથી તમને આર્થિક મદદ પણ મળશે.

મકર રાશિ, આજનું રાશિફળ

  • કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને સુખદ સમાચાર મળી શકે છે.
  • સ્વાસ્થ્યમાં સામાન્ય સુધારો થતો દેખાઈ રહ્યો છે.
  • આ સપ્તાહ વેપારની દ્રષ્ટિએ સારું રહેવાનું છે.
  • પરિવારમાં બધા સાથે હોવા છતાં એકલતા અનુભવશો.
  • પ્રેમ સંબંધમાં સમય સાનુકૂળ રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે.

કુંભ રાશિ, આજનું રાશિફળ

  • કાર્યક્ષેત્રે સંતુલન જાળવીને આગળ વધવાની જરૂર છે ત્યારે જ પ્રગતિનો માર્ગ મોકળો થશે.
  • આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે તેમ છતાં કોઈ રોકાણને લીધે મન ચિંતિત રહેશે.
  • પરિવારમાં ખુશીઓનું આગમન થશે પરંતુ તેના માટે તમારે થોડા પ્રયાસ કરવા પડશે.
  • સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે.

આ પણ વાંચોઃ- Navratri 2025 : આ નવરાત્રી પર કળશ સ્થાપન માટે મળશે પુરતો સમય, જાણો શુભ મુહૂર્ત અને સમય વિશે

મીન રાશિ, આજનું રાશિફળ

  • પ્રેમ સંબંધમાં નવી શરૂઆત મનને પ્રફુલ્લિત કરશે.
  • આ અઠવાડિયે વેપારિક યાત્રા દ્વારા સારી સફળતા મળી શકે છે.
  • પોતાના પરિવારજનો સાથે ફરવાનો યોગ બની રહ્યો છે.
  • કાર્યક્ષેત્રે કરેલી મહેનત ભવિષ્યમાં શુભ સમાચાર આપશે.
  • સ્વાસ્થ્ય સુધારવા માટે ઠોસ નિર્ણય લઈને પ્રયાસ કરશો તો સારા પરિણામ મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ