Premanand Maharaj Satsang Video : કુતરું મનુષ્યનું સૌથી વફાદાર પાતલું પ્રાણી માનવામાં આવે છે. આજકાલ ઘણા લોકો ઘરમાં કુતરા પાળે છે. કુતરું પાળવું એક સ્ટેટ્સ સિમ્બોલ માનવામાં આવે છે. પેટ ડોગ પાળવા માટે લોકો દર વર્ષે હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. દરેક બાબાતની સારી અને ખરાબ અસર મનુષ્ય જીવન પર થતી હોય છે. આવી સ્થિતિમાં ઘરમાં કુતરું પાળવું કે નહીં તેના વિશે પણ લોકોના મનમાં મૂંઝવણ હોય છે. એક વ્યક્તિએ આવો જ સવાલ વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજેને પૂછ્યો હતો. ચાલો જાણીયે શ્રી હિત પ્રેમાનંદ ગોવિંગ શરણજી મહારાજે શું જવાબ આપ્યો.
સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ એક મહાન કથાકાર છે અને તેઓ વૃંદાવનમાં રહે છે. તેઓ રાધા રાણીના પરમ ભક્ત છે. પ્રેમાનંદ મહારાજના ઉપદેશ આજે સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેમનું આધ્યાત્મિક જ્ઞાન કળિયુગમાં પ્રકાશ જેવું છે. વ્યક્તિત્વ સુધારવાની સાથે પ્રેમાનંદજ આપણને સુખદ જીવન જીવવાની શૈલી પણ શીખવે છે. દેશ વિદેશ માંથી તેમના ભક્તો મહારાજ પ્રેમાનંદના દર્શન કરવા વૃંદાવન આવે છે. પ્રેમાનંદ મહારાજ ભક્તોના પ્રશ્નોના તર્કસંગત જવાબ આપે છે.
કુતરું ઘરમાં પાળવું જોઇએ કે નહીં?
પ્રેમાનંદ મહારાજ ના સંત્સગ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થાય છે. આ વીડિયોમાં પ્રેમાનંદ મહારાજ ભક્તોના સવાલનો તર્કસંગત જવાબ આપે છે. પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યા છે કે તેમણે ઘરમાં કુતરો પાળવો જોઈએ કે નહીં? આ સવાલના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે કે, તેમ કુતરો ઘરમાં પાળ્યો છે અને તમે તેને પંપાળી રહ્યા છો અને પ્રેમ કરી રહ્યા છો, તે કરવું જોઈએ. કારણ કે ઈશ્વરે તમામ જીવોનું સર્જન કર્યું છે. માટે દરેકને જીવવાનો અધિકાર છે અને દરેકને પ્રેમ મળવો જોઈએ. પરંતુ તે તેની પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ. કુતરાને ખાવાનું આપો અને બીમાર પડે તો તેને દવા આપો. પરંતુ એવું નથી કે તમે તેને તમારા રસોડામાં લઈ જાવ અને તેને સાથે સુવડાવો. કુતરો ઘરનો ચોકીદાર છે. આથી કુતરાને ઘરના દરવાજા પર જ રાખવો જોઈએ. કારણ કે તમારે શાસ્ત્રો અનુસાર ચાલવું પડશે.
આ પણ વાંચો | મંત્ર કે ભગવાનના ફોટા વાળા વસ્ત્ર પહેરવા શુભ કે અશુભ? જાણો પ્રેમાનંદ મહારાજ શું કહે છે
પ્રેમાનંદ મહારાજ કોણ છે?
પરમ પૂજ્ય પ્રેમાનંદ મહારાજનો જન્મ કાનપુરના એક ગામ સરસોમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ શંભુ પાંડે અને માતાનું નામ રામ દેવી છે. સાથે જ મહારાજજીના ગુરુજીનું નામ શ્રી ગૌરાંગી શરણજી મહારાજ છે. તેઓ નાની ઉંમરમાં જ સંસાર ત્યાગ કરી સંન્યાસી થઇ ગયા હતા અને ઘણા વર્ષો સુધી કાશીમાં રહ્યા હતા. હાલ તેઓ વૃંદાવનમાં રહે છે. તેઓ દરરોજ સત્સંગ કરે છે અને લોકોના સવાલનો જવાબ આપે છે. પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. સ્પોર્ટ્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સહિત ઘણા પ્રખ્યાત વ્યક્તિઓ પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા આવે છે.