/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Shani-Dev.jpg)
હિંદુ ધર્મમાં શનિદેવને ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે
Why Shani Dev Gets Angry: હિંદુ ધર્મમાં શનિદેવને ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. તેઓ કર્મફળદાતા છે, એટલે કે પોતાના સારા-નરસા કર્મોનું ફળ વ્યક્તિને આપે છે. એવું માનવામાં આવે છે કે શનિની કૃપાથી જીવનમાં પ્રગતિ, સુખ, શાંતિ અને સફળતા મળે છે. પરંતુ જો શનિદેવ કોઈ વ્યક્તિ પર ક્રોધિત થાય તો તેને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેટલીક એવી વાતો છે જેનાથી શનિ દેવ ક્રોધિત થઈ શકે છે. જો ભૂલથી પણ આ કામ કરશો તો જીવનમાં અડચણો આવી શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કયા કયા કાર્યો શનિદેવને ક્રોધિત કરે છે.
બીજા સાથે અન્યાય કરવો
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ હંમેશા સત્ય અને ન્યાયની પડખે ઊભા રહે છે. જો કોઈ વ્યક્તિ બીજાને છેતરે છે, કોઈનો હક મારે છે અથવા નબળા લોકો પર અત્યાચાર કરે છે તો શનિદેવ ખૂબ ગુસ્સે થઈ જાય છે. આ ક્રોધ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓનું કારણ બની જાય છે. તેથી હંમેશાં પ્રામાણિકતા અને સત્યના માર્ગને અનુસરો.
દારૂ અને માંસનું સેવન
શનિદેવને સાત્વિક અને શુદ્ધ જીવન પસંદ છે. જે લોકો દારૂ, માંસ અથવા અન્ય તામસિક ખોરાક ખાય છે તેમને ભગવાન શનિની નજરમાં ખોટા માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. જો શનિની સાડા સાતી કે ઢૈય્યા ચાલી રહી હોય તો તેનાથી પણ વધુ સાવધ રહો. શનિવારે હળવો અને સાત્વિક ખોરાક લો અને તેલમાં તળેલી વસ્તુઓને ટાળવાનો પ્રયાસ કરો.
વડીલો અને ગુરુઓનું અપમાન
જે લોકો પોતાના માતા-પિતા, વડીલો કે ગુરુઓનું સન્માન નથી કરતા તેમના પર શનિદેવ ક્રોધિત રહે છે. શનિદેવની નજરમાં વૃદ્ધોનું અપમાન કરવું એ એક મોટો ગુનો માનવામાં આવે છે. આવા લોકો જીવનમાં શનિ દોષથી પરેશાન રહે છે. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે વડીલોનું હંમેશા સન્માન કરો, તેમની સેવા કરો અને તેમની વાતનું પાલન કરો.
જુગાર અને સટ્ટો
શનિવારે જુગાર કે સટ્ટો રમવાથી શનિદેવ નારાજ થાય છે. આ કારણે વ્યક્તિને આર્થિક સંકટ, માનસિક તણાવ અને પારિવારિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. જો કોઈ વ્યક્તિને ભગવાન શનિદેવના આશીર્વાદ જોઈએ છે, તો તેણે આ ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ.
કામ ચોરી અને આળસ
જે લોકો કામ ચોરી કરે છે, આળસ કરે છે અથવા મહેનત વગર ફળ મેળવવા માંગે છે, તેમને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે. જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનત કરો અને ધીરજ રાખો.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us