મૃત્યુ પછી શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન શા માટે મહત્વપૂર્ણ છે? સ્વામી પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કારણ

Shri Premanand Ji Maharaj: સ્વામી પ્રેમાનંદ મહારાજ રાધા રાણીના અનન્ય ભક્ત છે અને તેઓ કથા અને સત્સંગ દ્વારા લોકોને મોક્ષનો માર્ગ બતાવે છે

Written by Ashish Goyal
August 07, 2024 18:48 IST
મૃત્યુ પછી શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન શા માટે મહત્વપૂર્ણ છે? સ્વામી પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કારણ
સ્વામી પ્રેમાનંદ જી મહારાજ

Shri Premanand Ji Maharaj: આજકાલ સોશિયલ મીડિયા પર એક સંતના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમનું નામ સ્વામી પ્રેમાનંદ મહારાજ છે. તમને જણાવી દઈએ કે સ્વામી જી રાધા રાણીના અનન્ય ભક્ત છે અને તેઓ કથા અને સત્સંગ દ્વારા લોકોને મોક્ષનો માર્ગ બતાવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે મહારાજ જી ના દર્શન કરવા લોકો માત્ર દેશમાંથી જ નહીં પણ વિદેશથી પણ આવે છે અને સ્વામી પ્રેમાનંદ મહારાજને તેમના સવાલો પૂછે છે. જેમનો ઉત્તર મહારાજ જી આપે છે અને લોકોની શંકાઓ દૂર કરે છે.

આ સાથે જ સોશિયલ મીડિયા પર મહારાજ જી નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત મહારાજ જી ને પૂછી રહ્યો છે કે જે લોકો મૃત્યુ લોકમાં જાય છે. તેમના પિંડ દાન, તર્પણ અને શ્રાદ્ધ કરવા કેમ જરૂરી છે.

સ્વામી પ્રેમાનંદ મહારાજનો ઉત્તર

જેના જવાબમાં મહારાજ જી એ ઉત્તર આપ્યો કે જ્યારે પણ આપણે મંત્રો દ્વારા પિંડનું દાન કરીએ છીએ ત્યારે ભગવાનને સૌથી પહેલા પહોંચે છે. પછી એ જીવ જ્યાં હશે ત્યાં તેને તેનું પૃણ્ય પહોંચાડી દેવામાં આવશે. મહારાજ જી એ કહ્યું કે આપણા પૂર્વજો કોઈ પણ યોનિમાં હોય, તેમને પિંડ દાન, તર્પણ અને દાન પ્રાપ્ત થાય છે, જે આપણે કરીએ છીએ. કારણ કે ભગવાન તેમને ત્યાં સુધી પહોંચાડે છે. અત્યારે તે ક્યાં છે તે આપણે જાણતા નથી, પણ ભગવાન બધું જ જાણે છે. એટલા માટે જ ભગવાન તેને ત્યાં લઈ જાય છે.

આ પણ વાંચો – Sawan 2024 : શું છે શ્રાવણ માસનું મહત્વ? 10 વિશેષ વાતોથી જાણો કેમ આ મહિનામાં કરવામાં આવે છે પૂજા અર્ચના

સાથે તેના તે જીવની ઉન્નતિ થઇ જશે અને તેનું મંગળ થવાનું શરૂ થઇ જશે. મહારાજ જી એ આગળ કહ્યું કે આપણે પિંડ કે દાન કરવાનો સંકલ્પ કર્યો છે તેમ મંત્રો દ્વારા ભગવાનને પ્રાપ્ત થાય છે. સાથે જ આમ કરવાથી પરિવારમાં સદાચારી પુત્ર મળી જાય છે. તેમજ પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે.

કોણ છે સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ?

સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ જી મહારાજ કાનપુર જિલ્લાના સરસૌલ બ્લોકના અખરી ગામના રહેવાસી છે. તેમના પિતાનું નામ શંભુ પાંડે, માતાનું નામ રામ દેવી છે. જ્યારે મહારાજ જી ના ગુરુનું નામ શ્રી ગૌરંગી શરણ જી મહારાજ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ