Yogini Ekadashi 2025 Date, Shubh Muhurat and Puja Vidhi: હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. તમને જણાવી દઈએ કે દર મહિનામાં બે એકાદશી તિથિ એક સુદમાં અને એક વદ પક્ષમાં હોય છે,
જેઠ મહિનાની વદ એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. તે ત્રણેય લોકમાં સૌથી પ્રખ્યાત એકાદશી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ વ્રત રાખવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પાપોથી મુક્તિ મળે છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે યોગિની એકાદશી 2025 ની તારીખ, પૂજા વિધિ, શુભ મુહૂર્ત, પારણા સમય અને તેના ધાર્મિક મહત્વ વિશે જાણીએ.
યોગિની એકાદશી 2025 તારીખ
હિંદુ પંચાંગ મુજબ જેઠ મહિનાની વદ એકાદશી તિથિ 21 જૂન 2025ના રોજ આવે છે. વૈદિક પંચાગ મુજબ એકાદશી તિથિ 21 જૂને સવારે 7:18 વાગ્યે શરૂ થશે અને 22 જૂને સવારે 4:27 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તારીખ મુજબ 21 જૂન 2025 શનિવારના રોજ વ્રત રાખવામાં આવશે. જે ભક્તો આ દિવસે વ્રત રાખે છે તેઓ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરશે.
યોગિની એકાદશી 2025 શુભ મુહૂર્ત
- પૂજાનું શુભ મુહૂર્ત – સવારે 7.21 થી 7.41 સુધીનો છે.
- બ્રહ્મ મુહૂર્ત – સવારે 04:04થી 04:44 સુધી
- વિજય મુહૂર્ત – બપોરે 02:43 થી 03:39 સુધી
- ગોધૂલિ મુહૂર્ત – સાંજે 07:21 થી 07:41 સુધી
- નિશિતા મુહૂર્ત – રાત્રે 12 :00 વાગ્યાથી 12:43 સુધી
યોગિની એકાદશી વ્રતના પારણા ક્યારે કરવામાં આવશે?
યોગિની એકાદશી વ્રતના પારણા બીજા દિવસે એટલે કે 22 જૂન 2025ના રોજ કરવામાં આવશે. આ દિવસે પારણા માટે શુભ સમય બપોરે 1:47 થી સાંજે 4:35 સુધીનો છે. ધ્યાન રાખો કે પારણા કરતી વખતે સાત્વિક ભોજન કરો અને ભગવાનનું સ્મરણ કરો.
આ પણ વાંચો – આવા કાન વાળા લોકો હોય છે ઘણા ભાગ્યશાળી, જાણો શું કહે છે સમુદ્ર શાસ્ત્ર
યોગિની એકાદશી 2025 પૂજા વિધિ
યોગિની એકાદશી વ્રતનું પાલન દશમી તિથિની સાંજથી શરૂ થાય છે. દશમ પર ઘઉં, મગ, જવ અને મીઠાનું સેવન ન કરો. એકાદશીના દિવસે સવારે સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો. પૂજા સ્થાન પર એક કળશમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની પ્રતિમા કે તસવીરની સામે દીવો પ્રગટાવો. ત્યાર બાદ ભગવાનને ફૂલ, ફળ અને તુલસી અર્પિત કરો. વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો. અંતમાં આરતી કરો અને ભોગ ચઢાવો. ભોગમાં તુલસીનું પાન રાખો તેનાથી પૂજા પૂર્ણ માનવામાં આવે છે.
યોગિની એકાદશી 2025નું મહત્વ
ધાર્મિક ગ્રંથોમાં યોગિની એકાદશીને ખૂબ જ ફળદાયી વ્રત તરીકે વર્ણવવામાં આવી છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજા કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરવા બરાબર પુણ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત પાપોમાંથી મુક્તિ આપે છે અને ગરીબી દૂર કરે છે. આ સાથે જ જીવનમાં આવતી અડચણો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.





