scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ AAPના CM પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીને પહેલા પરિવાર સાથે લડવું પડ્યું, હવે આવી છે મુશ્કેલી

AAP candidate Isudan gadhvi: વીટીવીના ચેનલ હેડના પદ પરથી રાજીનામું આપીને ચેનલ સહિત પરિવારને પણ ચોંકાવી દીધા હતા. ત્યારબાદ ઇસુદાન ગઢવીના રાજનીતિમાં જવાના નિર્ણયથી પરિવારના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ AAPના CM પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીને પહેલા પરિવાર સાથે લડવું પડ્યું, હવે આવી છે મુશ્કેલી
અરવિંદ કેજરીવાલ સાથે મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી

સૌરવ રોય બારમનઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ ચરમસીમા પર છે. દરેક પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ઇસુદાન ગઢવી ગત જૂનમાં વીટીવી ગુજરાતી ચેનલના હેડના પદ પરથી રાજીનામું આપીને પોતાના લોકપ્રિય પ્રાઇમટાઇમ સમાચાર શો મહામંથનને પ્રસારણના થોડા કલાક પહેલા જ ચેનલને ચોંકાવી દીધી હતી. તેમની વધતી ટીઆરપીની સાથે તેમનો ટ્રેડમાર્ક શો હતો. તેમનો પરિવાર તેમને પણ ખબર ન્હોતી. પરિવાર પણ આ સમાચારથી ચોંકી ગયો હતો.

ગઢવીએ એ તર્ક આપ્યો હતો કે તેમને સમજાવવાની કોશિશ કરી હતી કે લોકો ઉપર એક પત્રકારનો પ્રભાવ સીમિત હોય છે. તેઓ પોતાના શોમાં નિયમિત રૂપથી શક્તિશાળી રાજનેતાઓનો સામનો કરતા હતા. પરંતુ એક પરિવાર તરીકે અમને લાગ્યું કે રાજનીતિ તેમના જીવનમાં વધારે મુશ્કેલીઓ લાવશે. 16 વર્ષ પહેલા ગઢવી સાથે લગ્ન કરનારા હિરવાબહેન કહે છે કે અમે કોઈપણ પ્રકારની રાજનીતિથી જોડાયા ન્હોતા.

ગઢવીને પરિવારના પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેમણે એક પત્રકારના કરિયરને આગળ વધારવાનો નિર્ણય કર્યો ત્યારે તેમની માતા મણીબહેને પણ તેમને વારંવાર શક્તિશાળી સામે પોતાની આક્રમક્તાને ઓછી કરવાની સલાહ આપતા હતા. મહામંથનના દરેક એપીસોડ બાદ તેમને ચિંતામાં વઢતા હતા. આમ ગઢવીને પરિવારના પ્રતિકારનો પણ સમાનો કરવો પડ્યો હતો. તેઓ પોતાના પિતાની વાત સાંભળતા હતા જેમનું 2014માં નિધન થયું હતું. ઇસુદાન ગઢવીના માતા મણીબહેન કહે છે કે તે કોઇપણ નિર્ણય લેતા પહેલા મારી સલાહ લેતા હતા. પરંતુ આ વખતે તેણે પોતાનું મન બનાવી લીધું હતું.

પરિવારને બે દિવસ સમજાવવામાં લાગ્યા

જ્યારે તેમણે તેમની રાજનીતિક યોજનાઓ વિશે સાંભળ્યું ત્યારે ગઢવી કહે છે કે તેમને તમામ પ્રકારે સમજાવવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું કે અમારા પરિવારમાં એક સરપંચ પણ નથી. મને તેમને મનાવવામાં બે દિવસ લાગ્યા હતા. ત્યારબાદ પરિવાર ચારે બાજુથી તેમની સાથે આવી ગયો હતો હવે તેઓ ખંભાળિયામાં તેમના ઘર-ઘર અભિયાનમાં સામેલ થયો છે. આ બેઠક ઉપર કોંગ્રેસ તરફથી વિક્રમ માડમ અને ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય મુળુ બેરાને મેદાનમાં ઉતર્યા છે.

ગઢવી માટે ચૂંટણીની લડાઈ કઠિન

જમીની સ્તર ઉપર ઇસુદાન ગઢવી માટે એક કઠિન લડાઈ છે. એક એવો મત વિસ્તાર જ્યાં વોટિંગ દરમિયાન પારંપરિક રૂપથી જાતિની ઓળખ અન્યને પાછળ છોડી દીધી છે. ગઢવી સમુદાય જેમની સાથે તેઓ સંબંધ ધરાવે છે તેમના માત્ર લગભગ 14,000 વોટ છે. લગભગ 3.2 લાખ મતદારોમાંથી 54,000માં આહીર સમુદાયના વૃદ્ધોએ પારંપરિક રૂપથી ભાજપ કે કોંગ્રેસને સમર્થન કર્યું છે. તેઓ કહે છે કે તેઓ કહે છે કે તેઓ વફાદારી નહીં બદલે. પડોશી ગામ વીરમદાદના અશોકભાઈ ડાંગર કહે છે કે અમે ગત ચૂંટણીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. આ વખતે તે વોટ ભાજપને મળશે. જેનો અર્થ થાય છે કે વોટ બે પક્ષો વચ્ચે વિભાજીત થઈ જશે.

ઇસુદાન ગઢવીનું શું માનવું છે?

ગઢવીનું માનવું છે કે જાતિની રાજનીતિ અને સમીકરણ આમ આદમી પાર્ટી સાથે રહેશે જેની ખાસિયત કામ છે. આપ પાસે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્થાપિ સંરક્ષણ નેટવર્કનો મુકાબલો કરવા માટે સંગઠનાત્મક ઉંચાઈની કમી થઈ શકે છે. ‘લોકોના મુદ્દાઓ’ને ઉઠાવનાર પૂર્વ સેલિબ્રિટી એન્કરના રૂપમાં ઇસુદાન ગઢવીની લોકપ્રિયાત ઉપર ભરોસો કરવા ઉપરાંત આપ અન્ય લોકો જેવા કે સથવારા, મુસલમાનો, દલિતો અને ક્ષત્રિયો જેવી સંખ્યાત્મક રૂપથી મજબૂત સમુદાયોના સમર્થનના ગણિતને યોગ્ય કરવાની આશા કરે છે. પાર્ટી જળ સંકટ જેવા મૂળભૂ મુદ્દાઓને સંબોધિત કરી રહી છે.

બાળપણનો મિત્ર ઇસુદાન વિશે શું કહે છે?

એક સ્થાનિક દિનેશ લુનાનું કહેવું છે કે તેઓ ખેતર અને પરિવાર માટે 750 લિટર પાણીના ડ્રમની આપૂર્તિ કરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “મેં જામનગરની એક કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. હવે હું અહીં કરિયાણાની દુકાન ચલાવી રહ્યો છું. ખાનગી કંપનીઓ પ્રતિ માસ 12,000 રૂપિયાથી વધારે ચૂકવતી નથી.” પિપરિયા ગોવિંદ દયાની પોતાના બાળપણના દોસ્ત વિશે યાદ કરીને કહે છે કે તેમને તેઓ વાઘ કહે છે. અમે છઠ્ઠા ધોરણ સુધી સહપાઠી હતા. ત્યારબાદ તેઓ ખંભાળિયાની એક હોસ્ટેલમાં જતા રહ્યા. તેઓ સંપન્ન પરિવારથી આવતા હતા પરંતુ અમારી સાથે રહેતા હતા. અમે અહીં જ રહ્યા પરંતુ જુઓ તે ક્યાં પહોંચી ગયા.

Web Title: Aap candidate isudan gadhvi assembly election 2022 family facing protest

Best of Express