ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ બીજેપીના બીજા અમિત શાહ, જાણો કયા કારણે પૂર્વ મેયરને મળ્યા અમદાવાદની એલિસબ્રિઝ સીટની ટિકિટ

Gujarat Assembly Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમાન નામ ધરાવતા અમિત પોપટલાલ શાહ પણ ભારતીય જનતા પાર્ટીના એક સમર્પિત સિપાહી છે. શહેરના કોર્પોરેટર તરીકે પાંચ વર્ષ કાર્યકાળ બાદ તેમને હવે એલિસબ્રિઝ વિધાનસભા સિટ પરથી ટિકિટ આપી હતી. અમદાવાદના પૂર્વ મેયર 63 વર્ષીય અમિત પોપટલાલ શાહની ઉર્જા અને ચાલવાની સ્પીડને સામે ભાજપના કાર્યકર્તાઓ નબળા પડે […]

Written by Ankit Patel
Updated : November 26, 2022 18:03 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ બીજેપીના બીજા અમિત શાહ, જાણો કયા કારણે પૂર્વ મેયરને મળ્યા અમદાવાદની એલિસબ્રિઝ સીટની ટિકિટ
અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ

Gujarat Assembly Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમાન નામ ધરાવતા અમિત પોપટલાલ શાહ પણ ભારતીય જનતા પાર્ટીના એક સમર્પિત સિપાહી છે. શહેરના કોર્પોરેટર તરીકે પાંચ વર્ષ કાર્યકાળ બાદ તેમને હવે એલિસબ્રિઝ વિધાનસભા સિટ પરથી ટિકિટ આપી હતી. અમદાવાદના પૂર્વ મેયર 63 વર્ષીય અમિત પોપટલાલ શાહની ઉર્જા અને ચાલવાની સ્પીડને સામે ભાજપના કાર્યકર્તાઓ નબળા પડે છે.

Disturbed Areas Act ના વિવાદોને લડવાની પ્રાથમિક્તા

અમદાવાદ ભાજપના અત્યારના પ્રમુખ એલિસબ્રિજ વિધાનસભા વિસ્તારમાં પોતાનું પ્રચાર અભિયાન તેજ કરી દીધું છે. અમિત પોપટલાલ શાહ પોતાની આ બાબતથી અડગ છે કે અમદાવાદ શહેરની 16 વિધાસભા સીટો પૈકી એકપણ સીટ પર આમ આદમી પાર્ટી જીતી નહીં શકે. અમિત શાહને પોતાના 80,000થી વધારે વોટો જીતવાનો પોક્કો વિશ્વાસ છે. એકવાર વિધાનસભા માટે ચૂંટણી જીત્યા બાદ પોતાના મત વિસ્તારના પાલડી વિસ્તારમાં અશાંત ધારા સંબંધી વિવાદોને હલ કરવાની કસમ ખાધી છે.

આ પણ વાંચોઃ- ભાજપ સંકલ્પ પત્ર : ખેડૂતો-મહિલાઓ-યુવાનો સહિત કોના માટે શું-શું વચન આપ્યા? જુઓ તમામ વિગત

શાહે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા જનતા વચ્ચે જવું જરૂરી સમજ્યું છે. તેમણે કહ્યું કે હું દરરોજ 18,000 પગલા ચાલું છે. ચૂંટણી પછી પણ લોકો સાથે પોતાનો જનસંપર્ક ચાલું રાખીશ. તેમણે કહ્યું કે અમે મતદારોના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી રહ્યા છીએ. સાથે જ તેમને પત્રીકાઓ આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે નગર સેવકના રૂપમાં તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોની એક પુસ્તિકા બનાવીશું.

શાહ પર 3.15 કરોડ રૂપિયાની જાહેર કરેલી ચલ અને અચલ સંપત્તીની સાથે 2002માં નર્મદા બચાવો આંદોલન દરમિયાન મેઘા પાટકર ઉપર હુમલો કરવાના ગુનાહિત કેસનો પણ સામનો કરી રહ્યા છે. આ કેસ હજી પણ અમદાવાદ મજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે.

ગુજરાત વિધાનસભા અંગે ભાજપે જાહેર કર્યું સંકલ્પ પત્ર

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીનગરમાં ભાજપનું સંકલ્પ પત્ર 2022 બહાર પાડ્યું. તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં યુવાનો માટે 20 લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવશે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ- ભાજપનો સંકલ્પ પત્ર જાહેર: આયુષ્યમાન યોજનાનું કવરેજ વધારાશે, 20 લાખ નોકરીઓ, ફેમિલી કાર્ડનું પણ આપ્યું વચન

ભારતીય જનતા પાર્ટી વતી ચૂંટણીની જાહેરાતો કરતાં નડ્ડાએ કહ્યું, “શિક્ષણ માટે રૂ. 10,000 કરોડના બજેટ સાથે, આગામી પાંચ વર્ષમાં 20,000 સરકારી શાળાઓને શ્રેષ્ઠ શાળાઓ બનાવવામાં આવશે. આ જ રીતે 4 ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી વિકસાવવામાં આવશે. તેમણે કહ્યું, “અમે મજૂરો માટે લેબર ક્રેડિટ કાર્ડ બનાવીશું. આ કાર્ડ દ્વારા અમે તેમને 2 લાખ સુધીની લોન વ્યાજ વગર આપીશું. આજ જ રીતે, જો SC, ST, OBC અથવા આર્થિક રીતે નબળા બાળકો ટોચની ક્રમાંકિત કૉલેજમાં પ્રવેશ મેળવે છે, તો તેમના અભ્યાસ માટે 50,000 રૂપિયા એક વખતના પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ