ગોપાલ કટેશિયા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી પડ્યા છે. ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં પ્રચાર માટે નીકળી પડ્યા છે ત્યારે મોરબી વિધાનસભા વિસ્તારમાંથી કોંગ્રેસ ઉમેદવાર જ્યંતિલાલ જેરાભાઈ પટેલ અને લગલભ 50 કોંગ્રેસ કાર્યકર્તાઓનું એક ગ્રૂપ શહેરના વાવડી રોડ ઉપર પ્રચાર માટે નીકળ્યા હતા. પટેલ વાગતે ગાજતે પ્રચાર માટે નીકળ્યા હતા અને પક્ષના કાર્યકર્તાઓ દુકાનો અને ઘરોમાં પોતાની પ્રચાર પત્રિકાઓ વહેચીને ઉમેદવાર માટે મત માંગતા હતા. જોકે, અત્યારે શહેરનો મૂડ ઉદાશ છે કારણ કે લગભગ 20 દિવસ પહેલા જ સસ્પેન્શન બ્રિજ તૂટી પડતાના કારણે 135 લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાની ચૂંટણી પ્રચાર ઉપર પણ અસર જોવા મળી રહી છે.
ઝુલતા પુલ દુર્ઘટનાની અસર ચૂંટણી પરિણામમાં દેખાશે
કોંગ્રેસના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર કરતા રામાપીર મંદિર પાસે કનૈયા ટી સ્ટોપ પર પહોંચ્યા અને ત્યાં ચા માટે વિશ્રામ લીધો હતો. જ્યાં કોંગ્રેસના નેતા ચાર પર પ્રશંસા કરતા હતા ત્યારે ટી સ્ટોલના માલિક માત્ર મલકાયા હતા. જોકે, જ્યારે ઝુલતા પૂલનો ઉલ્લેખ થયો ત્યારે તેઓ ગંભીર બની ગયા હતા. અને તેમણે કહ્યું હતું કે “આ ચૂંટણી ઉપર કોઈ અસર થશે કે નહીં એ તો ચૂંટણીના પરિણામો બાદ જ ખબર પડી જશે.”
કોંગ્રેસના મોરબી જિલ્લા એકમના અધ્યક્ષ પટેલ સાતમી વખત વિધાનસભા ચૂંટણીમાં પોતાની કિસ્તમ અજમાવી રહ્યા છે. તેઓ 1990 અને 2007 વચ્ચે સતત પાંચ વખ ચૂંટણી હાર્યા હતા. તેમાંથી ચાર 1995,1998, 2002 અને 2007માં કાંતિલાલ અમૃતિયા (મોરબી વિધાનસભા બેઠક પર વર્તમાન ભાજપના ઉમેદવાર) સાથે આવ્યા હતા. પટેલ બાબુભાઈ જશભાઈએ પોતાની વિધાનસભા ચૂંટણી હારી હતી. 13 વર્ષના અંરાલ બાદ કોંગ્રેસે તેમને 2020માં ઉપચૂંટણીમાં ઊભા રાખ્યા હતા જ્યારે કોંગ્રેસની ટિકિટ ઉપર ધારાસભ્ય ચૂંટાયેલા બ્રિજેશ મેરજાએ ભાજપને છોડી દીધી હતી.
વાણિજ્યમાં સ્નાતક કોંગ્રેસ નેતા પોતાી હાર અને તેના કારણો અંગે વાત કરવાનું પસંદ કરતા નથી. તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું બધી ચૂંટણીમાં સાંકડી સરસાઈથી હાર્યો છું.
તો આ વખતે શું બદલાઈ શકે છે?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “લોકો ભાજપના 27 વર્ષ લાંબા શાસનથી કંટાળી ગયા છે. મોંઘવારી, બેરોજગારીનું સ્તર અને જે પ્રકારે યુવાનોમાં નશા અને દારુની આદત જોવા મળી રહી છે. આ મુદ્દાઓ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને પરેશાન કરી રહ્યા છે.” પટેલ કહે છે કે જેઓ સિરામિક કારખાના ચલાવે છે તેઓ રિયલ એસ્ટેટ વ્યવસાયમાં રસ દાખવે છે.
આ પણ વાંચોઃ- ‘નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે એવી મારી ઇચ્છા’ – PM મોદી
ભાજપે પોતાના શાસન દરમિયાન અભૂતપૂર્વ વિકાસ કરવાનો દાવો કરે છે ત્યારે કોંગ્રેસી નેતા પલટવાર કરતા કહે છે કે “તમે જુઓ કે ઝુલતા પુલ સાથે શું થયું પછી અભુતપૂર્વ વિકાસ અંગે વાત કરો. 140 વર્ષ પહેલા શાહી પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો અને અત્યારે દુર્ઘટના ગ્રસ્ત થયો છે જેમાં 150 નિવાસી માર્યા ગયા છે. 18 દિવસ થયા પરંતુ હજી સુધી કોઈ નક્કર પગલાં લેવાયાં નથી. ભાજપ મોરબી નગર પાલિકા ઉપર શાસન કરે છે જે પુલની માલિક છે.”
કાંતિ અમૃતિયાના વાયરલ વીડિયો પર પ્રહાર
નદીમાંથી લોકોને બચાવવાની કોશિશ કરી રહેલા વાયરલ વીડિયો અંગે તેમણે અમૃતિયાને નિશાન બનાવવું ભૂલ્યા નહીં. તેમણે કહ્યું હતું કે “ભાજપ મૃત્યુનો મલાજો પણ જાળવતી નથી. મારા પ્રતિદ્વંદ્વી નદીમાં વીડિયો શૂટ કરાવી રહ્યા હતા અને તેમની તસવીરો પણ પડાવી રહ્યા હતા. જ્યારે પ્રધાનમંત્રી હોસ્પિટલમાં જાય છે ત્યારે મોતનો મલાજો જાળવવાના બદલે નવેસરથી પેઇન્ટ કરાવે છે, નવા વોટર કુલર, નવું ફર્નિચર રાખવામાં આવે છે અને આવી છે બીજેપીની હકીકત. આનાથી વધારે દુઃખદ વાત બીજી શું હોઈ શકે. આ માત્ર મોરબી જ નહીં ગુજરાતના લોકોનું પણ અપમાન છે.”
આ પણ વાંચોઃ- રાજસ્થાનમાં રાહુલ ગાંધીની યાત્રા પર થઇ શકે છે સીએમ ગેહલોત- પાયલટની રાજનીતિ તણાવની અસર, કોંગ્રસ કોમન ચહેરાની શોધમાં
તેમણે કહ્યું કે મોરબી યુથ કોંગ્રેસના અધ્યક્ષ અલ્પેશ કોઠિયા અને તેમની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને નદીમાં કૂદીને લોકોને બચાવ્યા હતા. “અમારી પાસે આ સાબિત કરવા માટે તસવીરો છે. પરંતુ ભાજપ નેતાઓ વિપરીત અમે રાજનીતિક લાભ લેવા માટે અમે તસવીરોને સોશિયલ મીડિયા ઉપર અપલોડ નહીં કરીએ.” કોંગ્રેસ નેતાનું કહેવું છે કે તેઓ 20 મિનિટની અંદર જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પુલ દુર્ઘટના ચૂંટણી મુદ્દો નથી
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતા ચૂંટણી પ્રચાર દરમિયાન પુલ ત્રાસદીનો ઉલ્લેખ કરતા નથી. તેઓ પોતાના પત્રિકાઓમાં ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને મફત વીજળી, 10 લાખ રૂપિયા સુધી મફત મેડિકલ સારવાર, 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું, મફત બસની મુસાફરી અને હોસ્ટેલનો વાયદો કરે છે. તેમણે કહ્યું કે “પુલ તૂટી પડવો એ ચૂંટણી મુદ્દો જ નથી કારણ કે લોકો હજી પણ દુઃખથી ઉભર્યા નથી. આને લોકો ક્યારે પણ ભૂલી નહીં શકે. આવા દુઃખદ વાતાવરણમાં અમે સાદગીથી પ્રચાર કરી રહ્યા છીએ. લોકોને અમારું સમર્થન કરવા માટે કહી રહ્યા છીએ.”
એક ગામના લોકોએ અમૃતિયાને ગામમાં આવવાની મંજૂરી ન આપી
ચાની ચુસ્કી બાદ જેવું અભિયાન શરું થાય છે ત્યારે ચાની દુકાનની બાજુમાં આવેલી મોબાઈલની દુકાનના માલિક ભરત બકુત્રાએ જણાવ્યું હતું કે તેમનો રાજનેતાઓથી મોહભંગ થયો છે. મારા ગામમાં સરકારી પ્રાથમિક વિદ્યાલયની ઇમારત લગભગ એક દશકથી જર્જરીત છે અને સ્કૂલ ભાડાના મકાનમાં ચાલી રહી છે. વારંવાર અપીલ કરવા છતાં કંઈ જ થયું નથી. રાજનેતાઓ પોતાની વાતને ગંભીરતાથી નથી લેતા. એટલા માટે સ્થાનિક લોકોએ અમૃતિયાને ગામમાં પ્રચાર કરવાની મંજૂરી આપી નહીં.