ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.ત્યારે સૌપ્રથવાર ઉત્તરપ્રદેશથી CM યોગી આદિત્યનાથ સહિત ભાજપના 160 દિગ્ગજ નેતાઓની ગુજરાતમાં જમાવટ છે. જેઓ પૂરજોશમાં પીએમ મોદીના ગુજરાતમાં જીત માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન વર્ષ 2002માં સાબરમતી ટ્રેનના એક ડબ્બામાં આગ લાગવાના સ્થાનથી 3 કિમીના અંતરે ગોધરા ખાતે મંગળવારે યોગી આદિત્યનાથ પ્રચાર માટે પહોંચ્યાં હતા. જે અંતર્ગત CM યોગી આદિત્યનાથે જનસભાને સંબોધતા સમયે કહ્યું હતું કે, 20 વર્ષ પહેલા રામ ભક્તોએ આપેલા બલિદાનના કારણે એક યુગનો પ્રારંભ થયો હતો.રાજ્યમાં શાંતિ અને વિકાસ.
20 વર્ષ પહેલાં ગોધરામાં જે બલિદાન કરવામાં આવ્યું હતું એવા રામભક્તોના બલિદાનને ગુજરાતમાં એક મોડલના રૂપમાં આગળ ધપાવ્યું અને તે સમયે ગુજરાતે કાયમ માટે કર્ફયૂ પર કર્ફયૂ લાદ્યો હતો. યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં વધુમાં કહ્યું હતું કે,હવે ગુજરાતમાં કર્ફયૂ નથી લાગતો, દંગે થતા નથી. ગુજરાતમાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવે છે, વેપારમાં દિન-પ્રતિદિન તેજી આવી રહી છે. આ સાથે બેટી-બહેનો પણસ સુરક્ષિત છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચાર કરવામાં આમ આદમી પાર્ટી ટોપ પર
યોગી આદિત્યાનાથની પ્રચાર સભામાં એકત્રિત થયેલી ભીડને ‘જય શ્રી રામના નારા’લગાવવા માટે ભાજપ નેતાએ કહ્યું કે, રામ ભક્તોએ કરેલા બલિદાનને કારણે દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યશસ્વી નેતૃત્વ પ્રાપ્ત થયું. જેને પગલે વર્ષો સુધી ચાલતો રામ મંદિર વિવાદનો અંત આવી આજે અયોધ્યામાં ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય શરૂ છે. મહત્વનું છે કે, અયોધ્યામાં ભગવાન રામનું મંદિર ભારતની આસ્થા અને સન્માનનું પ્રતીક છે. તેમજ ગોધરામાં રામ ભક્તો પ્રતિ સમ્માનની ભાવના પણ જોડાયેલી છે.
ગોધરામાં યોજાયેલા રોડ શોનું નેતૃત્વ બુલડોઝરે ભાજપના ઝંડા સાથે કર્યું હતું. આ રોડ શોનો ગોઘરાની સિવિલ હોસ્પિટલથી પ્રારંભ થયો હતો.જેમાં બુલડોઝર પાછળ લગભગ 100 જેટલી બાઇકો અને આ પછી પોલીસનો જિપનો કાફલો હતો. આ પહેલા યોગી આદિત્નાથ એક ટ્રકમાં નજર આવ્યાં હતાં.

યોગી આદિત્યનાથે રેલીઓ મહિસાગરના લુણાવાડા, આણંદ, ઉમરેઠ, ડભોઇ તેમજ અંતે ગોઘરામાં સ્થગિત થઇ હતી. જ્યાં તેમણે હિંદૂ ગૌરવનું આહ્વવાન કર્યુ હતું. આ સાથે મંદિરો અને પીએમ મોદીના પ્રશાસન અંગે વાત કરી હતી. જે સાંપ્રદાયિક દંગોને જડમૂળમાંથી સમાપ્ત કરવાના અને રાષ્ટ્રીય સુરક્ષાની મજબૂતીને સુનિશ્વિત કરવાના પ્રયાસમાં છે.
ધાર્મિક સંપ્રદાય સિવાય યોગી આદિત્યનાથે તેના ભાષણમાં મહાત્મા ગાંધી અને લોખંડી પૂરુષ સરદાર વલ્લભભાઇ પટેલને પણ યાદ કર્યા હતા. ખાસ કરીને સરદાર પટેલના પ્રયાસોના કારણે ભારત-પાકિસ્તાન ભાગલા સમયે ભારતમાં સામેલ થનારા જૂનાગઢ અને હૈદરાબાદની વાત કરી હતી.
જોકે ગોધરાના બીજેપી ધારાસભ્ય સીકે રાઉલજી અલગ જ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે. જેની તરફેણમાં યોગી આદિત્યનાથે તેના વિસ્તારમાં એક કિમી લાંબો રોડ શો કર્યો હતો. ત્યારબાદ એક જનસભાને પણ સંબોધી હતી. આ રોડ શો દરમિયાન ધ ઇન્ડિયન એક્સપ્રેસે ઓછામાં ઓછા એક ડર્ઝન લોકો સાથે સંપર્ક કર્યો હતો. જે અંતર્ગત મોટા ભાગના લોકોએ કહ્યું કે, તે યૂપીના સીએમને જોવા અને સાંભળવા માટે આવ્યાં છે. ત્યારે આ સાંભળીને તમને અજીબ લાગશે તે જનસભામાં 68 વર્ષીય રાઉલજી 50 વર્ષીય આદિત્યનાથના પગે પડે છે. ગોઘરાથી પાંચ વખતના ધારાસભ્ય જેને છેલ્લે 258 મતના ઓછા અંતરથી જીત મેળવી હતી.
તમને જણાવી દઇએ કે રાહુલજી પહેલાં કોંગ્રસમાં હતા. ત્યારે તેઓ વર્ષ 2012માં 2800થી વધુ મત અને વર્ષ 2007માં લગભગ 14,500મતથી જીત્યાં હતા. ત્યારબાદ વર્ષ 2017માં કોંગ્રેસ સાથે નાતો તોડી કેસરીયો ધારણ કર્યો હતો.જેને લઇને ભાજપના એક સભ્યએ નિવેદન આપ્યું હતું કે, તેઓ આ વખતે રોમોચંચ પરિણામ નહીં મેળવી શકે.