scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ AAP ફાયરબ્રાન્ડ ગોપાલ ઇટાલિયાએ “રમકડાના મફત વિતરણ” અંગે ભાજપ ઉપર સાધ્યું નિશાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી: 24 નવેમ્બરે આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા (Gopal italiya) સુરતના કતારગામ વિધાનસભા ક્ષેત્રના ચિકૂવાડી ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેમણે 33માં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ AAP ફાયરબ્રાન્ડ ગોપાલ ઇટાલિયાએ “રમકડાના મફત વિતરણ” અંગે ભાજપ ઉપર સાધ્યું નિશાન
સુરતમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર નિશાન સાધ્યું. (Twitter/@AAPGujarat))

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બીજા પર શબ્દોના પ્રહારો કરી રહ્યા છે. ગઇકાલે 24 નવેમ્બરે આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા (Gopal italiya) સુરતના કતારગામ વિધાનસભા ક્ષેત્રના ચિકૂવાડી ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેમણે 33માં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાનો વિવાદ સાથે જૂનો નાતો છે. કારણ તે અવાર નવાર વિવાદિત નિવેદનો આપી આફતોમાં ઘેરાઇ છે.

‘આ એક પૂર્વાભ્યાસ’

આ વખતે ગોપાલ ઇટાલિયાએ જનસભાને સંબોધતા કહ્યું કે, ‘આ એક પૂર્વાભ્યાસ છે. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા સભામાં એકત્રિત થયેલા લોકોને એક ઓરેન્જ કલરનું મોબાઇલનું પાઉચ દેખાડે છે. જેના પર કમલનું ચિન્હ ચિત્રિત કરેલું છે. ગોપાલ ઇટાલિયા આ પાઉચને લોકોને ધ્યાનથી જોવા માટે કહે છે. આ સાથે તે લોકોને કહે છે કે ભાજપ આ રમકડાનું મફતમાં વિતરણ કરી રહ્યું છે’.

ગોપાલ ઇટાલિયાનો લોકોને સવાલ

ગોપાલ ઇટાલિયા કમળના ચિહ્ન સાથે એક રબર બેંડ પણ રાખે છે અને કહે છે કે આ દેશની દીકરીઓ માટે છે, જે ભાજપ તરફથી મફત.ગોપાલ ઇટાલિયાએ પોતાના ભાષણમાં વધુમાં કહ્યું હતુ કે, ‘અમે દેશની દીકરીઓ માટે મફત શિક્ષણનું વચન આપી છીએ. આ બાદ ઇટાલિયા કમલ ચિહ્નિત એક લેપલ પીન પણ દેખાડે છે. જેને લઇને તેઓ છે કે આ રમકડું કતારગામના તમામ ધરોમાં ભાજપ દ્વારા મફત વિતરણ કરાઇ રહ્યું છે. ત્યારે હવે તમારે નિર્ણય લેવાનો છે કે તમારે શું જોઇએ મફત કવર, સ્વાસ્થ કે પછી મફત શિક્ષણ’.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુનાહિત છાપ ધરાવતા 21 ટકા ઉમેદવારો, AAPના ઉમેદવારો સૌથી વધારે

આ સાથે ગોપાલ ઇટાલિયાએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, ભાજપ દીકરીઓને ફ્રીમાં સાડીનું વિતરણ કરે છે, પરંતુ તેમને ફ્રીમાં શાળા કેમ નથી આપતું? ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યુ હતુ કે, ‘ભાજપ પાસે મફતમાં વિતરણ કરવા માટે રમકડાઓ છે, અમે મફત શિક્ષણ, સ્વાસ્થ સેવા આપીશું. ત્યારે ભાજપ અમને સવાલ કરે છે કે, જો અમે બધુ ફ્રીમાં આપીશું તો અમને પૈસા ક્યાંથી મળશે?’

ઇટાલિયાનો ભાજપ પર ગંભીર આરોપ

આ બાદ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, કેવી રીતે ભાજપ MLAના સહયોગીને કતારગામના લેક ગાર્ડનના સંચાલનનો 11 લાખનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. ત્યારે આ લેક ગાર્ડન નવિનીકરણ માટે 1 વર્ષ બંધ હાલતમાં હતું. આ ગાર્ડનના નવિનીકરણ પાછળ AMCએ આપણા ટેક્સના પૈસા, આકરો પરિશ્રમ કરી કમાયેલા 10 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં છે. જેને 20 વર્ષ માટે 11 લાખ રૂપિયામાં સરકારે એક ખાનગી કંપનીને હવાલે કરી દીધું છે. કોને ખબર છે આપણે ત્યાં સુધી જીવતા હશુ કે નહીં?

ગોપાલ ઇટાલિયાનો દાવો

ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કે, આ ગાર્ડનમાં ખાનગી કંપનીએ દુકાનો ખોલી છે. જેના થકી તે 20 લાખ રૂપિયાની કમાણી કરે છે. એવામાં અમે જ્યારે વિનુભાઇનો (વિનોદ મોરડિયા, કતારગામ ભાજપ ઉમેદવાર) વિરોધ કરે છે તો તેના માણસો અમને ગાળો ભાંડે છે તેમજ અસભ્ય વર્તન કરે છે.

મહેશ વ્યાસની ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાત બાદ મોટું નિવેદન આપ્યું છે કે, માહોલ ભલે આપનો (AAP)હોય, પરંતુ જીત ભાજપ જ મેળવશે. મહેશ વ્યાસ એક સાધારણ સભ્ય છે. જે સિંઘનપુરમાં હરિ દર્શનનો ખાડો નામના એક શોપિંગ કોમ્પ્લેક્સમાં છેલ્લા 13 વર્ષથી કોલ્ડ ડ્રિંક્સની દુકાન ચલાવે છે. જે એવું વિચારે છે કે હિંદુ વિરોધીને કોણ મત આપશે? આ સાથે મહેશ વ્યાસે ગોપાલ ઇટાલિયાના અમુક વાયરલ વીડિયો અંગે વાત કરી હતી. જેમાં તે કથિત રીતે મંદિરો અને આઘ્યાત્મિક નેતાઓ વિરુદ્ધ ટીકા કરતો સાંભળવા મળે છે.

ભાષણમાં આપવામાં માહિર એવા તિખા આપ નેતા ગોપાલ ઇટાલિયા આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર જંગમાં ઉતર્યા છે. તે પાટીદાર પ્રભુત્વવાળી કતારગામ સીટ માટે મોરાડિયા, નિવર્તમાન શહેરી વિકાસ સાથે એક ભયંકર ત્રિકોણીય લડાઇ માટે અડીખમ છે.

મહત્વનું છે કે, સુરતનો કતારગામ વિસ્તાર સતારુઢ ભાજપનું ગઢ માનવાામાં આવી રહ્યુ છે. આ વિસ્તારથી પાટીદાર અનામત આંદોલનની બબાલ છતાં વર્ષ 2017માં મોરડીયાએ લગભગ 80,000 મતોના અંતરથી જીત હાંસિલ કરી હતી. ત્યારે આ વખતે ઇટાલિયા-મોરડિયા અને કોંગ્રેસ ઉમેદવારમાંથી કોણ બાજી મારી જાય છે તે જોવું રહ્યું. આ સાથે આ સીટનું મહત્વ પણ ઘણું વધી જાય છે.

સુરતમાં પોતાના મતવિસ્તારમાં પ્રચાર માટે નીકળેલા ગોપાલ ઇટાલિયાને ઢોલ વગાડનારા સ્થાનિય પંચવટી આવાસ સોસાયટીમાં લઇ જાય છે. જ્યાં આપ કાર્યકર્તા ‘ભારત માતાની જય’ અને ‘જય જય ગરવી ગુજરાત’ના નારા લગાવી રહ્યા હતા. તેમજ મહિલાઓ અને બાળકો દ્વારા ફૂલોથી ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કર્યું હતું.

પ્રચાર દરમિયાન સુરતની મહિલા હંસા લાખાણીએ ગોપાલ ઇટાલિયાની જય-જયકાર કરતા તેને પ્રશ્ન કર્યો હતો કે, તે કોને મત આપશે? ત્યારે અહીંયા એક રસપ્રદ માહોલ સર્જાય છે. કારણ કે આમાં સ્ત્રીઓ અને છોકરીઓના સમુદાયનો સમાવેશ થઇ જાય છે. ત્યારે હંસા લાખાણીનો પુત્રીએ મત આપવાને લઇ જવાબ આપ્યો હતો કેમ નહીં? અમે પહેલાં પણ તેમને જ મત આપ્યો છે.

તાજેતરમાં ઇટાલિયાએ અન્ય એક શોપિંગ કોમ્પેલક્સમાં પ્રચાર સમાપ્ત કર્યો છે. આ દરમિયાન પુરૂષોનું ઝુંડ કાર બેટરીની દુકાનો બહાર બેઠુ હતું. જેમાંથી એક હીરાના કારખાનામાં કાર્યરત ભાવનગરનો એક મુસાફર દિનેશ ભદેકિયાએ કહ્યું હતુ કે, ‘યુવા વર્ગ આપ માટે મત આપવા જશે, કારણ કે તે દેશમાં પરિવર્તન ઇચ્છે છે’. દિનેશ ભદેકિયાએ વધુમાં જણાવ્યું હતુ કે, એવું નથી કે અમે ભાજપને પસંદ કરતા નથી, પણ અહીંના ઉમેદવારનું વર્તન ખુબ જ ખરાબ છે.

ઢોલ વાદક સાથે ગોપાલ ઇટાલિયાની ટીમ તેના મેગાફોન સાથે આગળ વધે છે. તેમજ પ્રચાર કરે છે કે, શ્રેષ્ઠ શાળાએ, સ્વાસ્થ સેવા, ભારે વીજબિલોમાંથી બચવા માટે, કેજરીવાલને એક મોકો. બદલાવ માટે એક વોટ.

Web Title: Assembly poll 2022 aam admi party gopal italiya election campaign bjp

Best of Express