ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચાર કરવામાં આમ આદમી પાર્ટી ટોપ પર

Gujarat Assembly election: PTIના એક રિપોર્ટ અનુસાર, રવિવારે આપના (AAp) ઓફિશ્યલ એકાઉન્ટ ફેસબુક અને ટ્વિટર પર શેયર કરેલી 95 ટકાથી વધુ સામગ્રી ગુજરાતમાં ચૂંટણીને (Gujarat assembly election) લઇ પક્ષની ગતિવિધિઓ સંબંધિત હતી.

Written by mansi bhuva
Updated : November 30, 2022 09:22 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચાર કરવામાં આમ આદમી પાર્ટી ટોપ પર
સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચાર માટે આપે મારી બાજી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly election) ગણતરીના કલાકો બાકી છે. ત્યારે આપભાજપ અને કોંગ્રેસે મતદારોને રીઝવવા માટે જોરદાર પ્રચારો કર્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પણ રાજકીય પક્ષોના પ્રચારનો એક ભાગ બન્યો છે. એવામાં સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા માટે આમ આદમી પાર્ટી (AAp) મજબૂત રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં લાઇવ રોડ શો, રેપ, ટ્રોલિંગ, સોશિયલ મીડિયા હાઇ ઓક્ટેન વગેરેનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે આ વખતે આમ આદમી પાર્ટીએ (Aam padmi party) ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જબરો રસ દાખવ્યો છે. ગુજરાતમાં જીત મેળવવા માટે આપ તમામ પ્રયાસો કરી રહ્યું છે. ત્ચારે મતદાનમાં બે દિવસ જ બાકી રહ્યા હોવાના પગલે રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયા પર પ્રચાર તેજ કરી દીધો છે. જેમાંથી આપ અન્ય પક્ષોથી મજબૂત હોવાનું સાબિત થયું છે. PTIના એક રિપોર્ટ અનુસાર, રવિવારે આપના ઓફિશ્યલ એકાઉન્ટ ફેસબુક અને ટ્વિટર પર શેયર કરેલી 95 ટકાથી વધુ સામગ્રી ગુજરાતમાં ચૂંટણીને લઇ પક્ષની ગતિવિધિઓ સંબંધિત હતી. તમને જણાવી દઇએ કે આમ આદમી પાર્ટી ટ્વિટર પર 64 લાખ અને ફેસબુક પર 55 લાખ ફોલોઅસર્સ ધરાવે છે.

આપ ગુજરાત ટ્વિટર હેન્ડલ પર મિશન 2022, 138 કરોડ ફોલોઅર્સ સાથે પ્રતિદિન સવારે તેના સ્ટાર પ્રચારકોના કાર્યક્રમોને લઇ માહિતી શેર કરે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી તેની ‘કલ્યાણકારી યોજના’ઓ અને કેજરીવાલના ‘અચ્છે દિન’ના વચન પર લડી રહી છે.

ભાજપ અંગે વાત કરીએ તો સત્તારૂઢ બીજેપી આ રેસમાં આપથી ઘણું પાછળ છે. PTIના અહેવાલ પર નજર કરીએ તો ભાજપે 21થી 27 નવેમ્બર વચ્ચે ટ્વિટર પર 40 ટકાથી વઘુ અને ફેસબુક પર 35 ટકા ગુજરાત પ્રચાર સંબંધિત પોસ્ટ કરી છે. તમને જણાવી દઇએ કે બીજેપી ગુજરાત ટ્વિટર હેન્ડલ પર 19.5 મિલિયન અને ફેસબુક પર 16 મિલિયન ફોલોઅસર્સ ધરાવે છે.

ભાજપ પક્ષના સ્ટેટ હેન્ડલ અંગે વાત કરીએ તો બીજેપી સ્ટેટ હેન્ડલને 1.5 મિલિયન જેટલા લોકો ફોલોઅર્સ કરે છે.ભાજપ પક્ષના ગુજરાતી લોક લાયક અરવિંદ વેગડાના કંઠે ગવાયેલા ગીત મારફત કહેવામાં આવ્યું છે કે, 30 વર્ષ પહેલાં શું થયું હતું, શું સમય હતો, આ તેની કહાની છે. પાણીની અછત લોકો માટે દુશ્મની બની ગઇ હતી. આ ઉપરાંત મવેશીના લોકો પાણી માટે ચોતરફ ફાફા મારી રહ્યા હતા. એવી પરિસ્થિતિમાં મોદીજી આવ્યાં અને તેમણે લોકોની પાણીની ભેટ આપી હતી. ત્યારે વોટ એના કાપો જેને તમને પાણી માટે વલખા મારવા મજબૂર કર્યા અને તમને તરસ્યા રાખ્યાં. તેમજ વિકાસ માટે સમર્પિત ભાજપને મત આપો.

મહત્વનું છે કે, ભાજપ પક્ષ તરફથી પ્રચાર માટે પીએમ મોદી અને તેની લોકપ્રિયતા વધુ નિર્ભર કરે છે. ત્યારે રેલીઓ દરમિયાન પક્ષે રાજ્યમાં ભાજપ સરકારની ગૌરવ પરિયોજનાઓ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઇ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ચૂંટણી પ્રચારને લઇ કોંગ્રેસની વાત કરીએ તો સૌથી જૂના પક્ષ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’સંબંધિત સામગ્રી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. કોગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર માત્ર 15 ટકા જ ગુજરાત ચૂંટણી સંબંધિત માહિતી શેર કરવામાં આવી છે. 21થી 27 નવેમ્બર વચ્ચે કરેલા 280 જેટલા ટ્વીટમાંથી માત્ર 42 ટ્વીટ પાર્ટીના પ્રચાર અને નેતાઓની રેલીઓ સંબંધિત છે. તમને જણાવી દઇએ કે કોંગ્રસ ટ્વિટર પર 9 મિલિયન અને ફેસબુક પર 6.3 મિલિયન ફોલોઅસર્સ ધરાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ