scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી: બીજેપીની જીત માટે UPના 160 દિગ્ગજ નેતાઓનો પ્રચંડ પ્રચાર, CM યોગીએ ઉઠાવ્યો ‘રામ જન્મભૂમિ મંદિર’નો મુદ્દો

Gujarat assembly election: રામજન્મભૂમિ આંદોલન બાદ ઉત્તરપ્રદેશ અને ગુજરાત વચ્ચે ગાઢ સંબંધ છે. ત્યારે પ્રથમવાર યૂપી બીજેપીનો (BJP) એક ભાગ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી: બીજેપીની જીત માટે UPના 160 દિગ્ગજ નેતાઓનો પ્રચંડ પ્રચાર, CM યોગીએ ઉઠાવ્યો ‘રામ જન્મભૂમિ મંદિર’નો મુદ્દો
સીએમ યોગીનો બુલંદ ચૂંટણી પ્રચાર

ડિસેમ્બર 2002માં દેશના ઘણા રાજ્યોમાં કોંગ્રેસનું શાસન હતું. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ઓછામાં ઓછા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવ્યાં હતા.ત્યારે ચૂંટણી ગોધરા ટ્રેન સળગાવવા અને દંગોના કારણે યોજાઇ હતી. ત્યારબાદ અક્ષરધામ પર આતંકી હુમલો થયો હતો. જેને તપાસ ટીમે બદલો લેવાના ઇરાદે કર્યો હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

હિંદુઓના રાજાની ઉપાધિ

ત્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિંદુઓના રાજા તરીકે ઉપાધિ પ્રાપ્ત કરી હતી. નરેન્દ્ર મોદીએ ત્યારે રાજ્યના ખુણે-ખુણેથી ગૌરવ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેના ભાષણમાં મોટે ભાગે લઘુમતીઓ અને “ઇટાલિયન મૂળના” કોંગ્રેસના પ્રમુખને નિશાન બનાવતું હતું.

ભાજપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ચૂંટણી પહેલા કોંગ્રેસના શાસનમાં ઘટેલી આ પ્રકારની ઘટનાઓએ હિંદુત્વને મજબૂત બનાવવાની તક મળી હતી. જેનો લાભ ભાજપને મળ્યો અને તેને વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 127 સીટ પર કબજો મેળવી લીધો હતો. તે સમયે ભાજપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ હતું. જોકે ચૂંટણીમાં કોંગ્રેસ નેતા અશોક ગહલોત, વિલાસરાવ દેશમુખ, એસ.એસ કૃષ્ણા, અજીત યોગી, દિગ્વિજય સિંહ ઝાલા અને શીલા દીક્ષિતે પક્ષ તરફેણ માહોલ બનાવવા માટે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં કોંગ્રેસે માત્ર 51 બેઠક જ શકી હતી. જેમાંથી બે બેઠક નિર્દલીય અને બે જનતા દળના ફાળે ગઇ હતી.

ગુજરાત સાથે ગહેરો સંબંધ

જ્યારે છેલ્લા બે સપ્તાહમાં ગુજરાતમાં ભાજપ દ્વારા કરાયેલા કાર્પેટ બોમ્બમારો 20 વર્ષ પહેલા થયેલા રમખાણો સમાન બની શકે છે. ગુજરાત ચૂંટણીમાં આ વખતે ખાસ વિશેષતા ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં આવેલા પ્રચારકો છે. એક એવું રાજ્ય જેનું રામ જન્મભૂમિ આંદોલન બાદ ગુજરાત સાથે ગહરો સંબંધ રહ્યો છે, જ્યાં ભાજપે માર્ચમાં વિધાનસભા ચૂંટણીમાં ડબલ એન્જીનની સરકારના નારા સાથે પ્રચંડ જીત મેળવી છે.

પ્રથમવાર ચૂંટણીમાં ઇતિહાસ રચાયો

ઇતિહાસમાં પ્રથમવાર ઓછામાં ઓછા 160 નેતાઓ અને કાર્યકર્તાઓની એક સેના ઉત્તરપ્રદેશથી ગુજરાતમાં પ્રચાર માટે આવી છે. જેમાં સાંસદોથી લઇ જિલ્લા સ્તરના નેતાઓનો સમાવેશ છે. ત્યારે યૂપીના નેતાઓના મતે, આ અત્યારસુધીની સૌથી મોટી જમાવટ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોરબી નજીક વાંકાનેરથી તેની ચળવળની શરૂઆત છે. જ્યાં જેસીબી બેકહોઝ, તેમને હિંદુ સમ્રાટના અને બુલડોઝર બાબાના રૂપમાં પ્રસ્તુત કરનાર બેનરો સાથે કરી હતી.

ભાજપનું ઘોષણા પત્રમાં આ વચન

અત્યારસુધીમાં યોગી આદિત્યનાથ ઘણી રેલીઓ યોજી ચૂક્યાં છે. જેમાં આદિત્યનાથે પોતાના ભાષણમાં દેશ માટે ગુજરાત મોડલની તરફેણમાં આક્રમકતા સાથે તર્ક આપ્યા હતાં. મહત્વનું છે કે, ભાજપ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં યૂપીની જેમ સાર્વજનિક અને ખાનગી કંપનીઓના નુકસાનની વસૂલીનો કાયદો લાગૂ કરવાનું વચન આપ્યું છે.

યોગી આદિત્યનાથે એવા ક્ષેત્રમાં રેલીઓ યોજી છે, જે વિસ્તારમાં ભાજપ ઓછા અંતરથી જીતી છે અથવા હારી હોય. સાથે જ યોગી આદિત્યનાથે મુસ્લિમ વિસ્તારોમાં રેલી કાઢી રિઝવવાના પ્રયાયો હાથ ધર્યો હતો. તેમજ યોગી આદિત્યનાથે સુરતમાં પાટીદાર વિસ્તાર વરાછા અને વિરમગામ બેઠક પરથી મેદાને ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં રોડ શો પણ કર્યો હતો. મહત્વનું છે કે, CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ગયા મહિને બેટ દ્વારકા દ્રીપ પર સંપત્તિઓના વિધ્વંશને લઇ પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રશંસા કરી હતી.

સીતાપુર જિલ્લામાં એક સાસંદે જણાવ્યું હતું કે, આ અભિયાનમાં હાઉસ પેન્ટર્સના સમુદાયને પણ સામેલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં લગભગ ઓછામાં ઓછા 500 પરિવાર રંગ કામ કરી રહ્યા છે, જે સીતાપુરમાં વસવાટ કરે છે. યૂપીના બીજેપી નેતાએ આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અમે ઇચ્છતા નથી કે કોઇ નવો મોર્ચો ઉભો થાય.

ભાજપ પછાત વર્ગના સીતાપુર જિલ્લાધ્યક્ષ રામજીવન જયસ્વાલના મતે, યૂપીથી 162 બીજેપી કાર્યકર્તાઓની સપ્ટેમ્બરથી ગુજરાતમાં જમાવટ છે, ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થશે ત્યાં સુધી તેઓ અહીંયા રહેશે.

વર્ષ 2014માં ભાજપે ગુજરાતના વારાણસીમાં એક વિશાળ સમૂહ મોકલ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ અને પાટીદાર નેતા હતા. જેનો ઉદ્દેશ્ય એ હતો કે, તેઓ તેના વર્ગના વધુમાં વધુ લોકો સુધી પહોચે અને મોદી માટે પૂરજોશમાં પ્રચાર કરી શકે. જે વર્ષ 2014માં પ્રધાનમંત્રી પદ માટે ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા હતા.

ઉત્તરપ્રદેશના એક સાંસદ સભ્યએ યાદ કર્યું કે, કંઇ રીતે ગુજરાતીઓએ યૂપી અભિયાનને પ્રભાવિત કર્યું. મહિલાઓને ડોર-ટૂ-ડોર અભિયોનોમાં સામેલ કરવી થોડું અઘરું પડશે. કારણ કે જ્યારે અમારા લોકો ઘરે ધરે પ્રચાર જાય છે તો સ્ત્રીઓ પડદા પાછળ છૂપવાનો કે ઘરની અંદર ભાગી જાય છે. પરંતુ જ્યારે ગુજરાતી મહિલા આવી તો તેને મહિલાઓને પોતાની ચળવળમાં સામેલ કરવા સાથે એક મહિલા રેલી પણ કાઢી હતી. જે યૂપી માટે અભૂતપૂર્વ દ્રશ્ય છે.

નેતાઓના ધડાકા પહેલાં ગોરધન ઝડફિયા જેઓ હાલના ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ પછી બીજા સ્થાને આવે છે, તેમણે 144 મતવિસ્તારોમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું. આદિવાસી પટ્ટામાંથી પસાર થતી સૌથી લાંબી યાત્રા જેને”આદિવાસી ગૌરવ યાત્રા” કહેવામાં આવતી હતી. જે અંગે ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, ‘આ યાત્રા અન્ય કરતા અલગ હતી.

આ બધા વચ્ચે પીએમ મોદીએ બેક-ટુ-બેક રેલીઓ યોજી. લગભગ એક દિવસમાં ત્રણ રેલી રોડ શો સાથે. સુરતનો પાટીદાર વિસ્તાર એવા વરાધામાં રવિવારે પીએમ મોદીની રેલી, જ્યાં AAP જોરદાર ટક્કર આપી રહ્યુ છે.

Web Title: Assembly poll 2022 uttar pradesh 160 veteran leaders gujarat for bjp victory

Best of Express