Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે ત્યારે અમદાવાદના નરોડા બેઠક પરથી પાયલ કુકરાણીને ભાજપે ટિકિટ આપી છે. પાયલને ટિકિટ મળતા જ આ બેઠક ચર્ચાનો વિષય બની ગઈ છે. નરોડા પાટિયા નરસંહારના આરોપીઓ પૈકી એક આરોપી મનોજ કુકરાણીની પુત્ર પાયલ કુકરાણી છે. પાયલ કુકરાણી વ્યવસાયે એનેસ્થેસિસ્ટ છે. પાયલ બીજેપીના સૌથી યુવા ઉમેદવાર છે.
જેલમાંથી બહાર રહીને પિતા કરી રહ્યા છે પુત્રીને ચૂંટણીમાં મદદ
પાયલ કુકરાણીને આ ટિકિટ સિટિંગ ધારાસભ્ય બલરામ થવાણીની જગ્યાએ આપવામાં આવી છે. વિપક્ષનું કહેવું છે કે પાયલની ટિકિટ આ વાતનો પુરાવો છે કે બીજેપી હિંસાના આરોપીઓને ઈનામ વહેંચી રહી છે. ખાસ વાત તો એ છે કે પાયલના પિતા 2015થી જામીન પર બહાર છે. આરોપ છે કે તેઓ જેલની બહાર રહીને પુત્રીને ચૂંટણીમાં મદદ કરી રહ્યા છે.
મનોજ કુકરાણીને 2012માં દોષી ઠેરવ્યા હતા
અનેક લોકોને આ ચોંકાવનારું લાગ્યું કે ભાજપે પાયલને એ જ મત વિસ્તારમાંથી મેદાનમાં ઉતારી છે જ્યાં નરોડા પાટિયા નરસંહાર થયો હતો. તેમના પિતા એ 32 લોકોમાં એક છે જેમણે 2002ના ગુજરાત હિંસા દરમિયાન નરોડમાં 97 લોકોની હત્યા કરનારી ભીડના ભાગ હોવાનો આરોપમાં 2012માં દોષી ઠેરવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ- દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ભાજપમાંથી રાજીનામું, અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા તૈયાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપ્યા બાદ પાયલે કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે દરેક પાર્ટીના કાર્યકર્તાઓની આભારી છું. તેમણે કહ્યું કે મારી માતા કોર્પોરેટર છે. જેઓ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. મેં પણ પહેલાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પાયલની માતા રેશ્મા કુકરાણીએ કહ્યું હતું કે તેઓ પોતાની પુત્રીને સંપૂર્ણ સહયોગ આપશે અને તેને જીત મળે એ સુનિશ્ચિત કરશે.
આ પણ વાંચોઃ- ગુજરાત ચૂંટણી 2022 : જામનગરમાં રીવાબા જાડેજાની જીત સામેના સૌથી મોટા પડકારો
ડિસેમ્બરમાં યોજાશે ગુજરાત વિધાનસભા ચૂંટણી
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ડિસેમ્બર મહિનાની પહેલી અને પાંચમી તારીખે બે તબક્કામાં મતદાન થશે. અને હિમાચલ પ્રદેશના પરિણામ સાથે જ ગુજરાતના ચૂંટણી પરિણામો પણ જાહેર થશે.