ભાજપના દબંગ ધારાસભ્ય તરીકે છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે ભારતીય જનતા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ તરફથી તેમને ટિકિટ ન અપતા મધુ શ્રીવાસ્તવ નારાજ હતા અને તેના લીધે જ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ હોવાનું મનાય છે.
કાર્યકરો કહેશે તો અપક્ષ ચૂંટણી લડીશ
ભાજપમાં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ કે, હું ભાજપના તમામ હોદ્દાઓ અને સભ્યપદેથી મારા 500 જેટલા કાર્યકારો સાથે ભાજપમાંથી રાજીનામું આપું છે. અમારા પક્ષ તરફથી વિધાનસભાની ચૂંટણીમાં મને ટિકિટ ન અપાતા મારા કાર્યક્રરો અને ટેકેદારોમાં ભારે આક્રોશ છે. ભાજપે ટિકિટ ન આપતા હવે મારે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી કે નહીં તેનો નિર્ણય આગામી બે-ત્રણ દિવસમાં અમારી કમિટિ લેશે. જો કાર્યક્રરો કહેશે તો હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે તૈયાર છું. હાલ અન્ય કોઇ રાજકીય પક્ષ સાથે જોડાવાની વિચારણા નથી.

ટિકિટ કપાતા મધુ શ્રીવાસ્તવ નારાજ
વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર ભાજપે આ વધતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી નાંખતા રોષે ભરાયા છે. તેમની ગણતરી હાલ ભાજપના બળવાખોર અંસતૃષ્ઠ સભ્યોમાં થઇ રહી છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેમેજ કન્ટ્રોલ રોકવાની કમાન પોતે સંભાળી છે. ત્રણ બેઠકો પર બળવાખોરોને મનાવવા હર્ષ સંઘવીએ પારુલ યુનિવર્સિટીમાં બંધબારણે બેઠકનું આયોજન કર્યુ હતુ. આ બેઠકમાં ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ હાજર રહ્યા હતા જ્યારે મધુ શ્રીવાસ્તવને બોલાવાયા ન હતા.
છ વખત ચૂંટણી જીતી
આ વખતે ગુજરાત વિધાનસભની ચૂંટણીમાં ટિકિટ ન મળવવા અંગે મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ કે, આ વખતે જાતીવાદના આધારે ટિકિટની ફાળવણી કરાઇ છે, હું એ જ્ઞાતિઓમાં આવતો, મારો પરપ્રાંતિયોમાં સમાવેશ થાય છે. કેટલાંક લોકોએ મારા વિશે ખોટા સમાચારો અને અફવાઓ ફેલાવ્યા છે.
નોંધનીય છે કે, મધુ શ્રીવાસ્તવે વર્ષ 1995માં પહેલીવાર અપક્ષ ઉમેદવા તરીકે ચૂંટણી લડ્યા ભાજપમાં જોડાયા હતા અને ત્યારથી સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. તેમને 7મી વખત પણ વિધાનસભાની ચૂંટણી લડવી હતી જો કે ભાજપે તેમનું પત્તું કાપી નાંખ્યું છે.