પરિમલ ડાભીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરી પડ્યા છે. ત્યારે 2017માં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા બાદ હવે આ વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ બેઠક ઉપરથી જિગ્નેશ મેવાણી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ પોતાના મત વિસ્તારમાં આવતા મેમાદપુર ગામમમાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે 5 કે15 કે 25 કરોડ રૂપિયામાં ધારાસભ્યો ખરીદવામાં આવ્યા, પરંતુ હું ગર્વથી કહી શકું છું કે વડગામના લોકોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેને મેં ક્યારેય તોડ્યો નથી.
મેવાણી ભલે માત્ર એક જ વાર ધારાસભ્ય રહ્યા હોય પરંતુ ગુજરાતના સૌથી લોકપ્રિય દલિત ચહેરાના રૂપમાં ઊભરી આવ્યા છે. જેઓ 2016માં ઉના દલિત હુમલા બાદ લોકપ્રિય બન્યા છે. જિગ્નેશ મેવાણી વિપક્ષના સ્ટાર પ્રચારકો પૈકી એક છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના રૂપમાં નિયુક્ત છે. મંગળવારે ઓબીસી નેતા ઠાકરો જેમણે 2017માં કોંગ્રેસના ઉમેદવારના રૂપમાં ચૂંટણી લડી હતી તેઓ વડગામમાં ભાજપના પ્રચાર માટે ગયા હતા. આ અંગે પૂછતાં જિગ્નેશ મેવાણી હશે છે.

જિગ્નેશ મેવાણીએ પોતાની વાતમાં જણાવ્યું હતું કે વધતી કિંમતો, સ્વાસ્થ્ય સુવિધાઓની અછત, સરકારી ભરતીઓમાં મોડું થવું, ખેડૂતોના દેવા અને વિપરીત વિચારો માટે ભાજપની અસહિષ્ણુતા જેવા મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે. બિલકિસ બાનો મામલે દોષીઓની મુક્તીને ચૂંટણીના મુદ્દાઓને કોંગ્રેસની સાથે જિગ્નેશ મેવાણીએ પણ ઉઠાવ્યા. આ ઉપરાંત તેઓ સ્થાનિક મુક્તેશ્વર ડેમ અને કર્મવત ઝીલમાં નર્મદાનું પાણી લેવવા માટે પોતાના આંદોલનો અંગે વાત કરે છે. તેઓ પોતે વફાદાર બન્યા રહેશે એવું વાયદો પણ કરે છે.
વડગામ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે પરંતુ આ વખતે મુકાબલો ચારેબાજુનો છે. જેમાં ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ પણ આ બેઠક ઉપર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. આ બેઠક પર મુસ્લિમ વસ્તી વધારે છે અને ચૌધરી સમુદાયના મતો પણ વધારે છે.
આ પણ વાંચોઃ- ચૂંટણી પહેલા આપ પાર્ટીએ શા માટે ઉમેદવારોને સોમનાથ મોકલ્યા?
મિક્સ વસ્તી ધરાવતા મેમાદપુરમાં મેવાણીએ ચેતવણી આપી હતી કે ભાજપ સરકાર રહેતાં 6-12 મહિનાઓમાં ગેસ સિલેન્ડરની કિંમતો અત્યારના રૂ.1100થી બમણી થઈ જશે. જો તમે 500 રૂપિયામાં સિલિન્ડર ઈચ્છો છો તો જેવી રીતે રાહુલ ગાંધીને વાયદો કર્યો છે તેમ કોંગ્રેસને વોટ આપો. પેપોલ ગામમાં તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેઓ દેશની એક્તા માટે પ્રતિદિન 25 કિલોમીટર પગપાળા કરે છે. મેવાણી કહે છે કે તેઓ એવા વ્યક્તિ છે જે ખોટું બોલતા નથી ભલે તેમને 25 સીટો ગુમાવવાનો ખતરો હોય.

પેપોલ ગામમાં મેવાણી રોટી અને માખણના મુદ્દાઓથી આગળ નીકળે છે. જો પાંચ ડિસેમ્બરે તમારા ગામમમાં એક પણ વોટ ભાજપને જાય તો તમારે યાદ આખવું જોઈએ કે તેમે એ બળાત્કારીઓનું સમર્થન કર્યું છે. 14-15 સરકારી ભરતી પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક થવા પર પણ તમને કોઈ જ વાંધો ન્હોતો.
કોંગ્રેસના નેતા લોકોને કહે છે કે “તેમના માટે બિલકિસ હિન્દુ કે મુસલમાન નહીં પરંતુ ગુજરાતની પુત્રી છે. તે ગર્ભવી હતી અને તેની સાથે સામૂહિક બળાત્કાર થયો હતો. તેના ત્રણ વર્ષના દીકરાને પણ મારી નાંખ્યો હતો.. મને ખબર નથી કે નરેન્દ્ર મોદીને શું થયું કે બધા દોષીઓને મુક્ત કરી દીધા. તેમનું અભિનંદન કરવામાં આવ્યું, સ્વાગત કરવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે તેમે એટલા માટે છોડવામાં આવ્યા કે તેઓ સંસ્કારી હતા. શું આ સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ અથવા ઇન્દુલાલ યાજ્ઞનિકનું ગુજરાત હોઈ શકે? શું આ બાબાસાહેબ આંબેડકરનો દેશ છે?”
આ પણ વાંચોઃ- અમિત શાહના કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર, ભાજપ ‘સફાઈ’ ચાલુ રાખશે
વિપક્ષ પ્રત્યે ભાજપની અસહિષ્ણુતાના એક ઉદાહરણના રૂપમાં મેવાણીએ એક ટ્વીટ ઉપર પોતાના સ્વયને કારાવાસનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ તેમણે રાતભર અસમમાં મોકલી આપ્યા હતા. ઓ દૂધસાગર ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીને જેલમાં મોકલવાની વાત કરતા તેમણે ચૌધરી સમુદાયના સમર્થનની કમાન સંભાળી હતી.
મેગાલ ગામમાં મેવાણી બંને ઉદાહરણોને ભાજપની દાદાગીરી કહે છે
તેઓ લોકોને ‘બે હજાર બાવિસ, કોંગ્રેસ લાવિશ’ ના સૂત્રનું પુનરાવર્તન કરવાનું કહે છે. મેવાણી કહે છે કે જો તમે ઇચ્છોછો કે ઉદ્યોગપતિઓના દેવા માફ થાય તો ભાજપને વોટ આપો. પરંતુ તમે ઇચ્છો છો કે ખેડૂતોના દેવા માફ થાય તો કોંગ્રેસને વોટ આપો. મોંઘી ખાનગી હોસ્પિટલો ઇચ્છોછો તો ભાજપને વોટ આપો પરંતુ તમારે અમદાવાદ જેવી હોસ્પિટલ જોઈએ તો કોંગ્રેસને મત આપો.