ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ પહેલા CMની ખુરશી, હવે ચૂંટણી છોડવાની જાહેરાત, વિજય રૂપાણીના છેલ્લી ઘડીના નિર્ણયો

Gujarat Assembly election 2022: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી વિધાનસભા ચૂંટણી નહીં લડે. વિજય રૂપાણીને પહેલાથી જ પક્ષના આલાકમાનને જણાવી દીધું હતું કે તેઓ વિધાનસભા ચૂંટણી લડવા ઇચ્છતા નથી. તેમના આ નિર્ણયથી સમર્થકો નિરાશ હતા.

Written by Ankit Patel
Updated : November 11, 2022 10:33 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ પહેલા CMની ખુરશી, હવે ચૂંટણી છોડવાની જાહેરાત, વિજય રૂપાણીના છેલ્લી ઘડીના નિર્ણયો
ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર

ગોપાલ કટેશિયાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. અને એક પછી એક દરેક પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે આ નામોની યાદીમાં મોટા મોટા માથાઓ કપાયા છે અને નવા ચહેરાઓનો ઉમેરો પણ થયો છે. જોકે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી ગુજરાત વિધાનસભા ચૂંટણી નહીં લડે.

વિજય રૂપાણીને પહેલાથી જ પક્ષના આલાકમાનને જણાવી દીધું હતું કે તેઓ વિધાનસભા ચૂંટણી લડવા ઇચ્છતા નથી. તેમના આ નિર્ણયથી સમર્થકો નિરાશ હતા. વિજય રૂપાણી ગુજરાતમાં એક નિડર નેતા પણ સાબિ થયા હતા અને જમીન સાથે જોડાયેલા નેતામાં તેમની ગણના થાય છે.

આ વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી ન લડવાનું કર્યું હતું નક્કી

રૂપાણીએ ગત વર્ષની 11 સપ્ટેમ્બરના દિવસે મુખ્યમંત્રી પદ પરથી ચુપચાર રાજીનામું આપી દીધું હતું. પક્ષ દ્વારા આખે આખું મંત્રીમંડળ બદલવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ 66 વર્ષીય વિજય રૂપાણીએ આ વખતે સમાચારોમાંથી પાછા હટી ગયા હતા. વિજય રૂપાણીએ ચૂંટણી ન લડવાની જાહેરાત બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ભૂપેન્દ્ર ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.

"અમારા કાર્યકર્તાઓ કમળની (ભાજપના ચૂંટણી ચિન્હ) પૂજા કરે છે અને લોકો વિદ્રોહ કરે છે"

ભાજપના રાજકોટ શહેરના અધ્યક્ષ કમલેશ મિરાનીએ સ્વીકાર્યું કે તેઓ નિરાશ છે. વિજય રૂપાણી અત્યારે રાજકોટના ધારાસભ્ય છે. કમલેશ મિરાનીએ કહ્યું કે “જ્યા સુધી શહેરની ચાર વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત ન્હોત કરી ત્યાં સુધી કાર્યકર્તા આશા રાખીને બેઠા હતા કે વિજય રૂપાણી ચૂંટણી લડશે. પરંતુ હવે પક્ષે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે તો દરેક ભાજપ કાર્યકર્તાઓ માટે કામ કરશે. અમારા કાર્યકર્તાઓ કમળની (ભાજપના ચૂંટણી ચિન્હ) પૂજા કરે છે અને લોકો વિદ્રોહ કરે છે.”

આ પણ વાંચોઃ- હાર્દિક પટેલને મળી વિરમગામ બેઠકની ટિકિટ, બાળા સાહેબ આદર્શ, કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કર્યો હતો

નિરાશા સાથે નિર્ણયનું કર્યું સન્માન

એક ભાજપ કાર્યકર્તા અને અધિવક્તાએ કહ્યું કે સ્વભાવે સરળ, જતના વચ્ચે રહેવાનું પસંદ કરવું એ વિજય રૂપાણી બીજા નેતાઓથી તારવે છે. કાર્યકર્તાએ કહ્યું કે મુખ્યમંત્રીના રૂપમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે રાજકોટને ગણું બધું આપ્યું છે. એટલે એ સ્પષ્ટ છે કે મારા જેવા કાર્યકર્તાઓ તેમની અનુપસ્થિતિથી નિરાશ હશે. સાથે જ તેમણે આ નિર્ણયનું સમ્માન પણ કર્યું હતું.

આ પણ વાંચોઃ- રિવાબા જાડેજા જામનગર ભાજપ કાર્યાલય પહોંચ્યા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ કરશે પ્રચાર

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ વખચ ચૂંટાયા હતા રૂપાણી

1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ વખત ચૂંટાયેલા રૂપાણીએ રાજકોટના મેયર તરીકે પણ સેવા આપી હતી. તે પછી 2006માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા અને પછી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. તે પછી તેઓ ભાજપ પ્રદેશ એકમના મહાસચિવ અને પ્રવક્તા તરીકે સેવા આપી હતી. ઓક્ટોબર 2014માં ભાજપે તેમને રાજકોટ (પશ્ચિમ) બેઠકની પેટાચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા હતા. આ એક મહત્વપૂર્ણ નિર્ણય હતો કારણ કે તે ભાજપનો ગઢ હતો જ્યાંથી નરેન્દ્ર મોદીએ 2001માં પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. 2016 સુધી તેઓ ગુજરાત ભાજપના અધ્યક્ષ હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ