Gujrat Assembly Election 2022 BJP candidate first list : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હોય એ પાટીદાર નેતા હાર્દિક પટેલને (Hardik Patel) ભાજપે વિરમગામ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
હાર્દિક પટેલ વર્ષ 2015માં પાટીદાર આંદોલન પહેલા ચર્ચમાં આવ્યા હતા. જોત જોતામાં રાષ્ટ્રીય સ્તર ઉપર તેમની ઓળખ બની ગઈ છે. ત્યારબાદ કોંગ્રેસમાં શામેલ થયા અને પાર્ટીએ મેને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા હતા. ત્યારબાદ તેમણે પાર્ટી નેતૃત્વ ઉપર તમામ આરોપ લગાવા રાજીનામું આપી દીધું હતું. અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
શિવસેનાના નેતા બાળા સાહેબ ઠાકરેને માને છે પોતાના આદર્શ
હાર્દિક પટેલ શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેને પોતાના આદર્શ માને છે. તેઓ કહે છે કે મેં બાળા સાહેબ ઠાકરેનું રાજીવ શુક્લા સાથેનું ઇન્ટરવ્યૂ જોયું હતું. જેમાં તેઓ સંપૂર્ણ પારદર્શક્તાથી પોતાના અંગત જીવન સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ આપે છે.
સિગરેટ, દારૂને હાથ નથી લગાવતા, પ્યોર વેજ છે હાર્દિક
એક ઈન્ટરવ્યૂમાં બાળા સાહેબ ઠાકરે કહે છે કે હું બિયુર પીવું છું, મને એવા લોકો પસંદ નથી જે લોકો કરે છે કંઈક અને કહે છે કંઈક, હાર્દિક કહે છે કે હું તો દારૂ નથી પીતો અને સિગારેટ પણ નહીં, જો પીતો હોત તો ચોક્કસ જણાવી દેત. હાર્દિક કહે છે કે હું શુદ્ધ શાકાહારી છું. દેશી ખાવાનું પસંદ છે ખાસ કરીને સૌરાષ્ટ્રનું. દેશી ઘી, બાજરીનો રોટલો વગેરે…
હાર્દિકને ક્રિકેટ અને ઘોડે સવારી પણ પસંદ છે
હાર્દિક પટેલને ક્રિકેટ વધારે પસંદ છે. સચિન તેંદુલકરને પોતાનો પ્રિય ખેલાડી માને છે. તેમને ઘોડે સવારીનો પણ શોક છે. તેઓ કહે છે કે ગુજરાતમાં લોકોનું સ્વાગત ઘોડા ઉપર થાય છે. બાળપણમાં જ બધું જોયું છે એટલે શોખમાં પરિવર્તિત થયો.
આ પણ વાંચોઃ- ભાજપ ઉમેદવાર પ્રથમ યાદીઃ મોરબી પુલ દુર્ઘટના સમયે નદીમાં કૂદી લોકોનો જીવ બચાવનાર કાંતલાલ અમૃતિયાને મળી ટિકિટ
ગણતરીના દોસ્તો, પત્ની સાથે દરેક વાત કરે છે શેર
હાર્દિક પટેલના પરિવારમાં તેમની પત્ની કિંજલ, માતા ઉષા પટેલ અને બહેન છે. પિતા ભરત પટેલનું નિધન થઈ ચુક્યું છે. UNFILTERED by Samdishને આપેલા ઇન્ટવ્યૂમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે મારા થોડાક જ મિત્રો છે. ક્યારેય મિત્ર બનાવવાનો મોકો જ બન્યો નથી. તેઓ કહે છે કે મારી સૌથી નજીકની મિત્ર મારી પત્ની કિંજલ છે. હું તેની સાથે દરેક વાત શેર કરું છું.
પોતે જ ચલાવે છે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ
હાર્દિક પટેલ કહે છે કે હું ખુદ ફેસબુક, ટ્વિટર, ઇનસ્ટાગ્રામ જેવા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવે છે. ટીમ પણ છે પરંતુ બધા એકાઉન્ટ પોતે જ હેન્ડલ કરું છું. તેઓ કહે છે કે પાટીદાર આંદોલનમાં સોશિયલ મીડિયા વિશેષ લાભ મળ્યો હતો. ખાસ કરીને વોટ્સએપથી.
સમય આવશે તો મુખ્યમંત્રી પણ બનીશ
હાર્દિક પટેલ કહે છે કે ફેમસ થવું કોને પસંદ નથી. જ્યારે તેમને પૂછવામાં આવે છે કે શું તેમની ઈચ્છા ગુજરાતના મુખ્યમંત્રી બનવાની છે, તો તેઓ હસતા હસાત કહે છે કે કેમ નહીં? સમય આવશે તો મુખ્યમંત્રી પણ બનીશ, પરંતુ આ ચૂંટણીમાં નહીં, હાર્દિક પટેલ કહે છે કે જ્યારે રામ મંદિર ઉપર નિર્ણય આવ્યો ત્યારે હું કોંગ્રેસી હતો જેમના પરિવારે મંદિર નિર્માણમાં દાન કર્યું હતું. આ પ્રકારે જ્યારે 370 કલમને નાબુદ કરી ત્યારે પણ હું તેમના વખાણ કરતો હતો.
આ પણ વાંચોઃ- ભાજપ ઉમેદવાર પ્રથમ યાદી: 38 વરિષ્ઠ નેતાઓની ટિકિટ કપાઈ, 69 ધારાસભ્યોને રિપીટ કરાયા
તેઓ કહે છે કે રાજનીતિ પોતાની જગ્યા છે, વ્યક્તિગત વિચારધારા અને ધાર્મિક વિશ્વાસ પોતાની જગ્યાએ છે. તેમને ભાજપમાં કોંગ્રેસ જેટલું માન નહીં મળે એ પ્રશ્ન પર હાર્દિક પટેલ કહે છે કે મેં માત્ર 20 વર્ષની ઉંમરમાં આટલું મોટું આંદોલન ઊભું કરી દીધું હતું. ત્યારે મારી સાથે માત્ર ત્રણ લોકો હતો. એટલા માટે હું આવી વાતોની ચિંતા કરતો નથી.