BJP Candidate list Gujarat Assmebly Election: ગુજરાત વિધાસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ત્યારે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ચર્ચામાં આવેલા મોરબી બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે. મોરબી વિધાનસભાના અત્યારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પાર્ટીએ ટિકિટ આપી નથી. 2017ની વિધાનસભામાં બ્રિજેશ મેરજા કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણીમાં ઉતર્યા હતા. 2020ની ઉપચૂંટણીમાં ઓ ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા.
કોણ છે કાંતિલાલ અમૃતિયા?
કાંતિલાલ ભાજપના જૂના નેતા છે. તેઓ મોરબીથી પાંચ વખત ચૂંટાઈને આવી ચુક્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટના સમયે કાંતિલાલ રાહત અને બચાવ કાર્ય કરવા અંગે ચર્ચામાં આવ્યા હતા. મોબરી ઝુલતા પુલ દુર્ઘટના સમયે ટ્યૂબ પહેરીને પાણીમાં પડેલા દેખાતા હતા. માનવામાં આવી રહ્યું છે કે તેમણે કેટલાક લોકોનો જીવ બચાવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર કાંતિલાન પહેલા ટિકિટ મેળવનાર લોકોની યાદીમાં ન્હોતા પરંતુ જ્યારે દુર્ઘટનામાં ચર્ચામાં આવ્યા ત્યારબાદ મેને ટિકિટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
હત્યાના મામલામાં થઈ હી સજા
2004માં મોરબી નગર પાલિકાના પૂર્વ અધ્યક્ષ પ્રવિણ રવેશિયાની હત્યાના મામલામાં ગોંડલ સેશન્સ કોર્ટે અમૃતયા અને છ અન્ય લોકોને દોષી ઠેરવ્યા હતા. દરેકને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. 16 ડિસેમ્બર 1999ના રોજ ધોળાદિવસે ચાર લોકોએ રવેશિયાની હત્યા કરી દીધી હતી. ભાજપ હંમેશા પોતાના નેતાઓ સાથે ઊભી રહે છે. કાંતિલાલને પાંચ વર્ષના કાર્યકાળમાં ત્રણ વર્ષ તો સાબરમતી જેલમાં વિતાવવા પડ્યા હતા. 2007માં ગુજરાત હાઇકોર્ટના બે ન્યાયાધીશોની ખંડપીઠે કાંતિલાલને હત્યાના આરોપોમાંથી મુક્ત કર્યા હતા કારણે કેસ હાઇકોર્ટ સુધી પહોંચતા અનેક સાક્ષીઓ ફરી ગયા હતા.
આ પણ વાંચોઃ- ભાજપ ઉમેદવાર પ્રથમ યાદી: 38 વરિષ્ઠ નેતાઓની ટિકિટ કપાઈ, 69 ધારાસભ્યોને રિપીટ કરાયા
ભાજપે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી
ભાજપે પ્રથમ તબક્કા માટે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 160 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તરમાંથી ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત ગાંધીધામથી માલતીબહેનને ટિકિટ આપવામાં આવી છે. સાથે જ બ્રિજ અકસ્માતના સ્થળે કાંતિલાલભાઈને મોરબીથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.