ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે 182 બેઠકોમાંથી તેમના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં બીજેપીએ ગુજરાતમાં 69 બેઠકો પર ધારાસભ્યોને રિપીટ કર્યા છે. જેમને ફરી ચૂંટણી લડવા માટે અવસર આપવામાં આવ્યો છે. તો બીજી બાજુ 38 બેઠકો નવા ચહેરાઓને મોકો આપ્યો છે, જે લોકોની ટિકિટ કાપવામાં આવી છે તેમાં વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ મંત્રીઓના નામ પણ સામેલ છે.
કોની ટિકિટ કપાઈ
ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરતા સમયે જણાવ્યું કે, 182 વિધાનસભા સીટોમાંથી 160 ઉમેદવારોના નામ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 38 બેઠકો પર નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓએ પત્ર લખી જણાવ્યું હતું કે, નવા ચહેરાઓને મોકો આપવામાં આવે, અમે સંગઠનમાં રહી કામ કરીશું પરંતુ આ વખતે ચૂંટણી નહી લડીએ. તો આવા નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા, પૂર્વ અધ્યક્ષ અને મંત્રી આર.સી. ફળદુ, વરિષ્ઠ મંત્રી પ્રદિપ સિંહ જાડેજા, સૌરભ પટેલ, કૌશિક પટેલના નામ સામેલ છે, જેઓ ચૂંટણી નહીં લડે.
ભાજપ ઉમેદવારોનું લીસ્ટ
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે શું કહ્યું
સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, ભાજપ સંગઠન ત્રણ સભ્યોની નિરીક્ષક ટીમ બનાવી દરેક વિધાનસભા પર ત્રણ જઈ સભ્યોને સાંભળી, જેતે વિધાનસભા બેઠકના વરિષ્ઠ નેતા સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ વગેરે સાથે ચર્ચા કરી ચાર સભ્યોનું લીસ્ટ બનાવે છે. ત્યારબાદ 18 સભ્યોની બનાવેલી કમિટી તમામ બેઠકોનું લીસ્ટ તૈયાર કરે છે. ત્યારબાદ કેનદ્રીય મંત્રીઓ અને ભાજપ અધ્ય જેપી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પાર્લામેન્ટ્રી બોર્ડમાં ચર્ચા થઈ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે ભાજપા પોતાનો જ રેકોર્ડ તોડી વધારે બેઠકો પર જીત પ્રાપ્ત કરશે. આ સાથે વધારો વોટ અને વધારે બેઠકો જીકવાનો સંકલ્પ કર્યો છે.
ભાજપે દરેક વર્ગને સાચવ્યા
ભાજપે 13 સિડ્યુલ કાસ્ટ, 24 – સિડ્યુલ ટ્રાઈબલ, 14 – મહિલાઓ સહિત પ્રોફેશનલ યોગ્યતાવાળા 4 ડોક્ટર, 4 પીએચડી, અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતી, અલગ અલગ પ્રોફેશનલ ધરાવતા લોકો સહિત અલગ અલગ સમાજના લોકો વગેરેને ટિકિટ આપી છે.