ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આજે ભાજપે તેના 160 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં 38 વરિષ્ઠ નેતાઓના નામ કાપવામાં આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે. ભાજપે માંડવીમાંથી અનિરુદ્ધભાઈને ટિકિટ આપી છે. ભાજપે જે ઉમેદવારોના નામ નક્કી કર્યા છે તેમને ઝડપી ઉમેદવારી ફોર્મ ભરી દેવા જણાવવામાં આવ્યું છે.
ભાજપે પ્રથમ તબક્કા માટે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 160 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તરમાંથી ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત ગાંધીધામથી માલતીબહેનને ટિકિટ આપવામાં આવી છે. સાથે જ બ્રિજ અકસ્માતના સ્થળે કાંતિલાલભાઈને મોરબીથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી મજુરા બેઠક પરથી ચૂંટણી લડશે. રાજકોટ પૂર્વમાંથી ઉદયભાઈ, રાજકોટ પશ્ચિમમાંથી ડો.દર્શિતા શાહ અને રાજકોટ દક્ષિણમાંથી રમેશ ટીલારાને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ રાજકોટ ગ્રામ્યમાંથી બાનુબેન બાબરીયા ભાજપના ઉમેદવાર હશે. અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણમાંથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ગીતા બાને ગોંડલ વિધાનસભા બેઠક પરથી ઉતારવાની જાહેરાત કરી છે.
તમને જણાવી દઈએ કે, આજથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કા માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. આજથી 17 નવેમ્બર સુધી બીજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. 18 નવેમ્બરે ફોર્મની ચકાસણી હાથ ધરાશે. તો પરત ખેંચવાની તારીખ 21 નવેમ્બર છે.
કોણ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? ભાજપના 160 ઉમેદવારોની યાદી
ભાજપે પ્રેસકોન્ફરન્સ કરી ઉમેદવારોના નામ જાહેર કર્યા
આ પણ વાંચો – ભાજપ ઉમેદવાર પ્રથમ યાદી: 38 વરિષ્ઠ નેતાઓની ટિકિટ કપાઈ, 69 ધારાસભ્યોને રિપીટ કરાયા
ઉલ્લેખનીય છે કે, ગુજરાતરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું ચાલું છે, પરંતુ બીજેપીના ઉમેદવારોના નામની જાહેરાત થઈ ન હતી, આજે ભાજપે તેના ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું છે.