ગુજરાત વિધાનસભા ચૂંટણી: મતદાન પ્રક્રિયા વચ્ચે અમિત શાહનું મોટું નિવેદન, ‘લગભગ આપ ખાતું પણ નહીં ખોલી શકે, કોંગ્રેસ સંકટમાં’

Gujarat Assembly election: અમિત શાહને (Amit shah) સવાલ કરવામાં આવ્યો હતો. શાહે જવાબ આપતા કહ્યું કે, 'ગુજરાતની જનતા પર આપનો પ્રભાવ નથી'. 'ચૂંટણી પરિણામની રાહ જુઓ. શાયદ આપ ઉમેદવારોના નામ સફળ ઉમેદવારની સૂચીમાં ન પણ સામેલ હોય'.

Written by mansi bhuva
Updated : December 01, 2022 09:42 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી: મતદાન પ્રક્રિયા વચ્ચે અમિત શાહનું મોટું નિવેદન, ‘લગભગ આપ ખાતું પણ નહીં ખોલી શકે, કોંગ્રેસ સંકટમાં’
અમિત શાહએ કહ્યું...કોંગ્રેસને પરિશ્રમની જરૂર

આજે ગુરુવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly election) પ્રથમ તબક્કામાં 89 બેઠક માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહનું (Amikt shah) મોટું નિવેદન સામે આવ્યું છે. અમિત શાહે પ્રદેશ ભાજપ એકમ દ્વારા સંકલ્પ પત્રમાં (ઘોષણા પત્ર) કટ્ટરપંથી વિરોધી સેલને સ્થાપિત કરવાના વચનને શ્રેષ્ઠ પહેલ ગણાવી છે. આ સાથે શાહે કહ્યું કે, આ બાબત પર કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ વિચાર કરી શકે છે.

અમિત શાહે એક મુલાકાત દરમિયાન પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા, ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં તેના કાર્યકાળ અંતર્ગત સર્વાંગી વિકાસ અને ઝીરો-ટોલરન્સની નીતિને છેલ્લા 27 વર્ષોમાં લોકોનો ભાજપ પર વિશ્વાસ ધરાવવાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. આ સાથે શાહે કહ્યું…’ગુજરાતમાં ભાજપ અણધારી જીત નોંધાવશે. કારણ કે ગુજરાતની જનતાને અમારા પર મક્કમ વિશ્વાસ છે’.

મહત્વનું છે કે, આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ (AAP) જોરદાર રસ દાખવ્યો છે. જેને લઇને અમિત શાહને સવાલ કરવામાં આવ્યો હતો. શાહે જવાબ આપતા કહ્યું કે, ‘ગુજરાતની જનતા પર આપનો પ્રભાવ નથી’. ‘ચૂંટણી પરિણામની રાહ જુઓ. શાયદ આપ ઉમેદવારોના નામ સફળ ઉમેદવારની સૂચીમાં ન પણ સામેલ હોય’.

આ પણ વાંચો: Gujarat Election Phase 1 Voting Live: રીવાબા જાડેજા, MPના રાજ્યપાલ મંગુભાઈ પટેલે પરિવાર સાથે કર્યું મતદાન

આ ઉપરાંત અમિતશાહે નિવેદનમાં કહ્યું કે, કોંગ્રેસ હજુ મુખ્ય વિપક્ષ છે. પરંતુ તે રાષ્ટ્રીય સ્તર પર સંકટનો સામનો કરી રહ્યું છે. જેનો પ્રભાવ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. શાહે ‘ભારત જોડ યાત્રા’ સંબંધિત કહ્યું કે, કોંગ્રેસ નેતાઓને પરિશ્રમી હોવું જોઇએ. કારણ કે જ્યારે પરિશ્રમ કરે છે તો તે સારું લાગે છે. પરંતુ રાજકારણમાં સતત પ્રયાસથી પરિણામ મળે છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે, વિપક્ષ ભાજપ પર આરોપ લગાવતો રહ્યો કે શાસન સંબધિત સ્થાનિય મુદ્દોથી લોકોનું ધ્યાન ભટકાવી રાજ્યોની ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવે છે. જે અંગે શાહે મંતવ્ય આપ્યો કે, ગુજરાતની સુરક્ષા અને રાષ્ટ્રીય સ્તરની સુરક્ષા બંને અલગ નથી, જો દેશ સુરક્ષિત નહીં હોય તો ગુજરાત કંઇ રીતે સુરક્ષિત હશે? એક સવાલનો જવાબ આપતા શાહે કહ્યું કે, સરહદ રાજ્ય હોવાને પગલે ગુજરાતની જનતા રાષ્ટ્ર સુરક્ષાને લઇ સંવેદનશીલ છે.કોઇ પણ સંજોગોમાં આપણે દેશના કોઇ પણ ખૂણેથી રાષ્ટ્રીય સુરક્ષાને પ્રભાવિત થવા દેવાનું રિસ્ક ન લઇ શકીએ.

કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગના વિપક્ષના આક્ષેપો પર શાહે પ્રતિક્રિયા આપી કે, દેશમાં સ્વતંત્ર અને તટસ્થ ન્યાયતંત્ર છે અને જો કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઇ રહ્યો છે તો તે ન્યાયતંત્રનો સંપર્ક કરી શકે છે. ચૂંટણી ઢંઢેરામાં કટ્ટરપંથી વિરોધી સેલની સ્થાપનાના વચન પર શાહે કહ્યું ક, જો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા જેવા સંગઠનો યુવાનોને આતંકવાદ તરફ ધકેલશે તો તે બિલકુલ સહન કરવામાં આવશે નહીં.વધુમાં શાહે કહ્યું કે, વિગતવાર તપાસ બાદ પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ઘણા રાજ્યોએ પણ કેન્દ્ર સમક્ષ આ માંગ ઉઠાવી હતી.

જ્યારે શાહને પૂછવામાં આવ્યું કે, શું ગુજરાતમાં એન્ટી-રેડિકલાઇઝેશન સેલની સ્થાપનાની જાહેરાત અન્ય રાજ્યોમાં પણ લાગૂ કરવામાં આવશે? જે અંગે શાહે કહ્યું, “તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવશે અને તેની કાર્યપ્રણાલી નક્કી કરવામાં આવશે.” રાષ્ટ્રીય સ્તરે વિચારણા કરી શકાય છે. જ્યારે ગુજરાતની ચૂંટણીમાં ભાજપ જીતશે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા શાહે કહ્યું કે, ‘તેઓ સારું કામ કરી રહ્યા છે’.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેને આદિવાસી સમૃદ્ધ ઇતિહાસના સરંક્ષણ માટે કંઇ કર્યું નથી. આ સાથે શાહે નિવેદન આપ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએઆ દિશામાં કડક પગલા લીધા છે. કડાણી ગામમાં જનસભાને સંબોધતા સમયે શાહે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, આઝાદી બાદ પ્રધાનમંત્રી મોદીએ જ આદિવાસીઓના ગૌરવ અને વિરાસતના સરંક્ષણ માટે કામ કર્યું છે.તેમજ પીએમ મોદીએ જ વર્ષ 2021માં આદિવાસી સ્વતંત્રતા સેનાની ભગવાન બિરસા મુંડાની જયંતીને આદિવાસી ગૌરવ દિવસના રૂપમાં ઉજવવાની ઘોષણા કરી હતી.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, બિરસા મુંડા અને અન્ય આદિવાસી નેતાઓએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરંતુ કોંગ્રેસના શાસનમાં તેમને ઉચિત શ્રેય મળ્યો ન હતો. ભાજપના નેતાએ કહ્યું કે, ‘જ્યાં સુધી કોંગ્રેસ સત્તામાં હતી ત્યાં સુધી તેણે આદિવાસીઓના સમૃદ્ધ ઇતિહાસને બચાવવા માટે કોઇ કાર્ય કર્યું નથી. મોદીએ વડાપ્રધાન બનતાની સાથે જ જાહેરાત કરી હતી કે દેશભરમાં 10 આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવશે. આદિવાસી સમુદાયમાંથી આવતી દ્રૌપદી મુર્મુની પ્રમુખ તરીકેની ચૂંટણીનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે, ‘કોંગ્રેસે તેના 65 વર્ષના શાસન દરમિયાન આ સમુદાયમાંથી કોઈને પણ ટોચના બંધારણીય પદ પર મૂકવાનું ક્યારેય વિચાર્યું ન હતું’.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ