ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિરમગામમાં હાર્દિક માટે ઘણા ફાયદા પરંતુ મજબૂત કોંગ્રેસ સામે ભાજપમાં તિરાડ

Gujarat Assembly election BJP candidate Hardik Patel: ભાજપે હાર્દિક પટેલને વિરમગાન બેઠક ઉપરથી ટિકિટ આપી છે. 28 વર્ષીય હાર્દિક પટેલ વર્તમાન ચૂંટણીમાં ઉમેદવારી કરનાર અત્યાર સુધીના સૌથી નાની ઉંમરના ઉમેદવાર છે. તેઓ પોતાની પહેલી ચૂંટણી લડશે.

Updated : November 12, 2022 08:52 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિરમગામમાં હાર્દિક માટે ઘણા ફાયદા પરંતુ મજબૂત કોંગ્રેસ સામે ભાજપમાં તિરાડ
હાર્દિક પટેલ વિરમગામ બેઠકના ઉમેદવાર

પરિમલ ડાભીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થતાં જ દરેક પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પહેલી યાદીમાં 160 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાનાર હાર્દિક પટેલનું પણ નામ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હાર્દિક પટેલને વિરમગાન બેઠક ઉપરથી ટિકિટ આપી છે. 28 વર્ષીય હાર્દિક પટેલ વર્તમાન ચૂંટણીમાં ઉમેદવારી કરનાર અત્યાર સુધીના સૌથી નાની ઉંમરના ઉમેદવાર છે. તેઓ પોતાની પહેલી ચૂંટણી લડશે.

ભાજપે અનેક દિગ્ગજો અને તેમના સહિયોગીઓની ઉપર જઈને હાર્દિક પટેલની પસંદગી કરી છે, જે ટિકિટ માટે દાવેદાર હતા. જોકે હાર્દિક માટે અને વસ્તુઓ છે. તેઓ વિરમગામના મૂળ નિવાસી હોવા અને પાટીદાર આંદોલનના નેતૃવ કરવાના કરાણે ઘરના અસંતુષ્ટ નેતા તેમને નીચે ખેંચી શકે છે. અનેક લોકોએ હાર્દિક પટેલને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો. જે મે મહિનામાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા.

છેલ્લી બે ચૂંટણીમાં વિરમગામ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી

આ ઉપરાંત કોંગ્રેસે ગત બે વખત સીટ જીતી છે. 2012માં કોંગ્રેસના તેજશ્રીબેન પટેલે ભારતી જનતા પાર્ટીના સ્થાનિક દિગ્ગજ નેતા પ્રાગજીભાઈ પટેલને 16,983 વોટોથી હરાવ્યા હતા. ત્યાર બાદ તેજશ્રીબહેને ભાજપ માટે પોતાની વફાદારી બદલી દીધી હતી. 2017માં પક્ષ દ્વારા આ સીટ ઉપરથી ઉતારવામાં આવ્યા હતા. એ સમય પણ ભાજપ સામે પાટીદારોના ગુસ્સાના કારણે કોંગ્રેસ જીતી હતી. જોકે, 2012 પહેલા ભાજપના 1995 (જ્યારે પક્ષે રાજ્યમાં પોતાનું અખંડ શાસન શરૂ કર્યું હતું.) 2002 અને 2007માં વીરમગામ બેઠક જીતી હતી.

વિરમગામમાં કુલ ત્રણ લાખ મતદાતાઓમાંથી 1 લાખ મતદાતાઓ માત્ર ઠાકોર સમુદાયના છે જે મહત્વના ગણી શકાય. ત્યારબાદ લગભગ 38,000 પાટીદાર, 28,000 દલિત અને 22,000થી વધારે મુસ્લિમ મતદાતા છે.

કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ફરીથી ટિકિટ મળે આવી શક્યતાઓ

આ બેઠેક ઉપર કોંગ્રેસ હજી સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. પરંતુ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ફરીથી ટિકિટ મળે આવી શક્યતાઓ છે. તેઓ કદાવર નેતા હોવા છતાં એક જમીન સાથે જોડાયેલા નેતાના રૂપમાં પસંદ કરવામાં આવે છે. સીટ ઉપરનું સમીકરણ જોઈએ તો કોંગ્રેસ પક્ષ આ બેઠક ઉપર મજબૂત છે. પાર્ટી મુસ્લિમ વોટોને હથિયાર તરીકે પણ તૈયાર કરી શકે છે. આ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. અને ઠાકરો ઉપરાંત કેટલાક મુસ્લિમ વોટો પણ પડાવવાની ગણતરી કરી છે.

ટિકિટ મળ્યા બાદ હાર્દિકની જાહેરાત ચૂંટાશે તો ધારાસભ્યનો પગાર જનસેવામાં વાપરશે

જોકે, હાર્દિક પટેલને પોતાની પહેલી ચૂંટણીમાં કંઈક સાબિત કરવાનું છે. પાટીદાર કોટામાં પોતાની સફળ ભૂમિકા બાદ યુવા નેતા પોતાના પગ મજબૂત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જોકે, ચૂંટણી નજીક આવતાની સાથે જ હાર્દિક વિરમગામમાં મેદાન તૈયાર કરી રહ્યા છે. પોતાનો વધારે સમયે સીટ ઉપર વિતાવે છે. પોતાની પત્ની કિંજલ દ્વારા ચલાવવામાં આવતા એક સ્વૈચ્છીક સંગઠન, જન સેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક કામો કરી રહ્યા છે. ભાજપની ટિકિટ મેળવ્યા પછી હાર્દિકે જાહેરાત કરી હતી કે, જો તે ચૂંટાશે તો તે તેના ધારાસભ્યનો પગાર પશુપાલકો અને મહિલા કલ્યાણ સંસ્થાઓને દાન કરશે અને વિરમગામને જિલ્લો જાહેર કરવા માટે કામ કરશે.

મને ભાજપ પર દયા આવે છેઃ કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, હાર્દિકને ટિકિટ ભાજપનો દંભ દર્શાવે છે. “મને ખરેખર ભાજપ પર દયા આવે છે કારણ કે તે પોતાની સામે અવાજ ઊભો કરે છે (હાર્દિકમાં), પછી તેની સામે રાજદ્રોહનો કેસ કરીને તેને જેલમાં મોકલે છે. પરંતુ જે ક્ષણે તે ભાજપમાં જોડાય છે તે ક્ષણે તે સ્વચ્છ થઈ જાય છે. કમલમ (ભાજપનું મુખ્યાલય) ખરેખર જાદુઈ છે! મૂળભૂત રીતે, પક્ષે જવાબ આપવો જ જોઇએ કે તેઓ બંધારણમાં માને છે કે મનસ્વીતામાં.”

આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ શું કહ્યું?

AAP પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું: “ભાજપ પોતાને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી કહે છે. પરંતુ તેમાં એવા નેતાઓનો સમાવેશ થાય છે કે જેમણે (વડાપ્રધાન) નરેન્દ્ર મોદી અને (ગૃહપ્રધાન) અમિત શાહ સહિત ભાજપના તમામ નેતાઓને દુર્વ્યવહાર કર્યો છે. તે દર્શાવે છે કે ભાજપ પોતાને વિચારધારા વગરની પાર્ટી સાબિત કરી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ