ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ફ્રી વિજળી, ખેડૂતોને દેવા માફી, 10 લાખ નોકરીઓ, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

Gujarat assembly election congress manifesto: ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ સરકાર બનવા પર મફત વીજળી અને ખેડૂોના દેવાની માફીનો વાયદો કર્યો છે.

Gujarat assembly election congress manifesto: ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ સરકાર બનવા પર મફત વીજળી અને ખેડૂોના દેવાની માફીનો વાયદો કર્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

Gujarat Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય બાદ ઉમેદવારોના નામ પણ જાહેર થવા લાગ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ સરકાર બનવા પર મફત વીજળી અને ખેડૂોના દેવાની માફીનો વાયદો કર્યો છે. અમદાવાદમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસા વરિષ્ઠ નેતા અશોક ગહેલોતે ઘોષણાપત્ર રજૂ કર્યું હતું અને આ દરમિયાન અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

Advertisment

મળતી માહિતી પ્રમાણે ચૂંટણી ઢંઢેરો રજૂ કરતા પહેલા અશોક ગહેલોતે કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા ઘોષણાપત્રને મહત્વ આપે છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કડક નિર્દેશ રહે કે ઘોષણાપત્રને પ્રાથમિક્તા આપવી જોઈએ.

રાહુલ ગાંધીએ જે વચન આપ્યું છે તે દર વર્ષે પુરુ કરવામાં આવે. છ લાખ લોકોને પૂછીને અમે મેનિફેસ્ટો બનાવ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. અત્યારની સરકાર લોકોને ભ્રમિત કરી રહી છે.

કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોનું નામ 'જન જનાના પત્ર 2022' રાખ્યું

કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોનું નામ 'જન જનાના પત્ર 2022' રાખ્યું છે. કોંગ્રેસે તેના ઢંઢેરામાં તમામ વર્ગો માટે વચનો આપ્યા છે. કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં દરેક ગુજરાતીને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને મફત દવાઓની સાથે 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરવામાં આવી છે. આ સાથે બાકી વીજળી બિલ પણ માફ કરવાનું વચન આપવામાં આવ્યું છે.

Advertisment
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ કરવાનું વચન

બીજી તરફ કોંગ્રેસે સત્તામાં આવ્યા બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ કરવાનું વચન આપ્યું છે. ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કેબિનેટની પહેલી બેઠકથી જ તેને સરકારનો સત્તાવાર દસ્તાવેજ બનાવવામાં આવશે. જણાવી દઈએ કે ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસ અને NCP વચ્ચે ચૂંટણી પહેલા ગઠબંધન કરવામાં આવ્યું છે.

10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનું વચન

બીજી તરફ કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં સત્તામાં આવતાં જ 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે આમાં મહિલાઓને 50 ટકા અનામત પણ આપવામાં આવશે. આ સાથે જાહેરનામામાં સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રણાલીને ખતમ કરવાનું, બેરોજગારોને દર મહિને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે. આ સાથે કોંગ્રેસે દૂધ ઉત્પાદકોને 5 રૂપિયા પ્રતિ લિટર સબસિડી અને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું પણ વચન આપ્યું છે. કોંગ્રેસે છોકરીઓને પીજી સુધી મફત શિક્ષણ આપવાનું વચન આપ્યું છે.

1-5 ડિસેમ્બર 2022ના રોજ થશે મતદાન

ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દીધી છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર 2022ના દિવસે બે તબક્કામાં મતદાન થશે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ સાથે જ 10 ડિસેમ્બર ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પણ પરિણામ જાહેર થશે.

કોંગ્રેસ ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે અને દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યુ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 7 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. નોંધનીય છે કે, એક દિવસ પહેલા જ કોંગ્રેસ તેના 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી.

ચૂંટણી 2022 ગુજરાત congress gujarat election 2022