ગુજરાત ચૂંટણી 2022ઃ રાજ્યમાં અંદાજીત સરેરાશ 63 ટકા મતદાન, આદિવાસી મતદારોએ દાખવ્યો ઉત્સાહ
Gujarat assembly election first phase votting: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 – પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો માટે ગુરુવારે મતદાન શાંતિભર્યા માહોલ વચ્ચે પૂર્ણ થયું છે. ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન અંદાજીત સરેરાશ મતદાન 63 ટકા જેટલું થયું છે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પ્રથમ તબક્કા માટે 19 જિલ્લાની 89 બેઠકો માટે ગુરુવારે મતદાન શાંતિભર્યા માહોલ વચ્ચે પૂર્ણ થયું છે. ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન અંદાજીત સરેરાશ મતદાન 62.89 ટકા જેટલું થયું છે. જોકે, પહેલા તબક્કાના મતદાનમાં આદિવાસી વિસ્તારમાં વધારે મતદાન માટે વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં નર્મદા જિલ્લામાં સૌથી વધારે 78.54 ટકા મતદાન થયું હતું. જિલ્લાની ડેડીયાપાડા બેઠક પર 82.71 ટકા સૌથી વધારે મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું બોટાદ જિલ્લામાં 57.29 ટકા મતદાન નોંધાયું છે.
ચૂંટણી પંચના ટર્નઆઉટના રિપોર્ટ પ્રમાણે અંદાજીત મતદાનના આંકડા જોઈએતો રાજ્યમાં પ્રથમ તબક્કામાં સરેરાશ 63 ટકા જેટલું મતદાન નોંધાયું છે. સૌથી વધારે આદિવાસી વિસ્તારમાં મતદાન જોવા મળ્યું છે. જેમાં તાપી જીલ્લામાં સૌથી વધારે 78.54 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું બોટાદ જિલ્લામાં 57.29 ટકા મતદાન નોંધાયું છે.
જીલ્લા દીઠ મતદાનના આંકડાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં અંદાજીત 57.42 ટકા, ભરૂચ જિલ્લામાં 67.53 ટકા, પોરબંદર જિલ્લામાં 59.28 ટકા, ડાંગ જિલ્લામાં 67.33 ટકા, દેવભૂમી દ્વારકામાં 61.7 ટકા, ગીર સોમનાથમાં 65.82 ટકા, મોરબી જિલ્લામાં 69.84 ટકા, જામગનરમાં 60.03 ટકા, જૂનાગઢમાં 59.74 ટકા, કચ્છ 60.23 ટકા, નર્મદામાં 78.54 ટકા, નવસારી 70.63 ટકા, રાજકોટ 60.73 ટકા, સુરત જિલ્લામાં 62.58 ટકા, સુરેન્દ્રનગર 62.82 ટકા, તાપી જિલ્લામાં 76.88 અને વલસાડ જિલ્લામાં 69.6 ટકા મતદાન નોંધાયું હતું.