લીના મિશ્રાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. એકપછી એક પક્ષો પોતાના ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં ઉતારવા લાગ્યા છે. ગુજરાતમાં આ વખતે ત્રિકોણીઓ જંગ ખેલાશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતાથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 અભિયાનમાં બે સૂચક મુદ્દાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી છે. જેમાં એક તો રાહુલ ગાંધીનું મંદિર અભિયાન અને 2017ની ચૂંટણીમાં ગુજરાતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પક્ષ દ્વારા લડેલી ચૂંટણી પણ આ વખતે નથી દેખાતી.
2017માં પાટીદાર આંદોલનને ધ્યાનમાં રાખીને ચૂંટણી થઈ હતી. 2012માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય સ્તર પર નેતા બનાવવા માટે મતદાન કરવા અંગે હતું. 2022માં બીજાની જેમ ભારતીય જનતા પાર્ટીનો દાવ પણ જાતિગત અંકગણિતને યોગ્ય કરી રહ્યો છે. જેમાં હિન્દુત્વ બીજા સ્થાન પર છે અને મોદી થોડું વધારે પ્રદાન કરે છે. આવી પરિસ્થિતિ વચ્ચે એક ચર્ચાનો વિષય આમ આદમી પાર્ટી પણ છે. તેને કેટલું મળશે, કોનાથી મળશે. ગુજરાતની બે પક્ષની રાજનીતિ માટે આનો શું મતલબ હશે. શું તેની 10 ગેરંટી કામ કરશે. જેના માટે મોદી ખુદ મેદાનમાં ઉતર્યા છે. જોકે, અત્યારે રેવડી પર ચર્ચા આગળ વધી રહી છે.
એક રાજકિય નિરીક્ષક રેખાંકિત કરે છે કે આમ આદમી પાર્ટીનો ઉદય કેવી રીતે થયો છે. જ્યારે ગુજરાતમાં ત્રીજી તાકત કાંતો કોંગ્રેસ અથવા તો ભાજપમાંથી પેદા થઈ હતી. જોકે, આમ આદમી પાર્ટી રાજ્યમાં એક નવા વિચાર તરીકે ઊભરી આવી છે. આપના અત્યારે એક તૃત્યાંશથી પણ ઓછા મતદારો છે. જે 40 વર્ષથી નાના અને સંભવતઃ પરિવર્તન પ્રત્યે વધારે ગ્રહણશીલ છે.
એક વ્યાપક વિષયની ગેરહાજરી સ્વીકાર કરતા અને પાટીદાર આંદોલન 2017માં પાક્ષ પર ભારે પડ્યું, ત્યારે એક ભાજપના નેતા કહે છે કે આ વખતે કોઈ નકારાત્મક કહાની નથી. અન્ય નેતા કહે છે કે આપ કેટલાક લોકોને આકર્ષિત કરે છે જોકે, મતદાતાઓ સાથે ભાજપનો સંબંધ એક ભાવનાત્મક જોડાણ છે. તેઓ કહે છે કે કોંગ્રેસ અને આપ મૂળ રૂપથી રાજકીય પક્ષ છે જ્યારે અમે એક વૈચારિક આંદોલનની રાજનીતિક શાખા છીએ.
જોકે, આ વખતે પક્ષ કોઈ જ જોખમ ઉઠાવવા માંગતો નથી. પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા 166 ઉમેદવારો પૈકી લગભગ 40 પાટીદારો છે જે કડવા અને લેઉવા બંનેને આવરી લે છે. 12 કોળી મોટાભાગે તળપદા ઉપ જાતિ છે. દરેક જન જાતિઓ જેવી કે ભીલ, રાઠવા, તડવી, હળપતિ અને દરેક પ્રમુખ જનજાતિઓનું પ્રતિનિધિત્વ કરનાર ઉમેદવાર છે. જોકે, આમાંછી ઓછામાં ઓછા ચાર આદિવાસી ઉમેદવાર પહેલા કોંગ્રેસમાં હતા.
ઉલ્લેખનીય છે કે ‘કોંગ્રેસ મુક્ત ભારત’નું સુત્ર આપનાર ભાજપે પક્ષના ઓછમાં ઓછા 17 નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. જે પાછલા પાંચ વર્ષમાં ભાજપમાં સામેલ થયા છે. જેમાથી નવ 2017માં કોંગ્રેસની ટિકિટ ઉપરથી જીત્યા હતા. બચાવ કરતા ભાજપના નેતા કહે છે કે અમે વર્ષોથી કાઢ ભગવાથી હલકા ભગવા તરફ ચાલ્યા જઈએ છીએ. જે પક્ષનું કદ દેશમાં મોટું થતું જાય છે તે વિચારો, સમુદાયો અને નેતાઓ માટે વધારે ખુલી છે.
ત્યારે મોદી વારંવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી તાજેતરમાં રાજકોટની મુલાકાત લીધી જ્યાંથી 2001માં તેમણે પહેલી ચૂંટણી લડી હતી. તેમણે જુની યાદો ભરેલા ભાષણો બાદ સ્થાનિક દૈનિકના ઓછામાં ઓછા ત્રણ વરિષ્ઠ પત્રકારો અને ત્રણ પ્રમુખ આરએસએસ પરિવારનાના સભ્યોની મુલાકાત કરી હતી. સૂત્રોનું કહેવું છે કે તેમને અંગત મુલાકાત માટે બોલાવ્યા હતા. આવી જ રીતે તેમણે વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં આરએસએસ જૂના સમયના લોકો સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી: આદિવાસી પટ્ટામાં ત્રિ-પાંખીયો જંગ, પણ ફાયદો ભાજપને!
ભાજપના એક નેતાનું કહેવું છે કે ગ્રામીણ વોટોને સુરક્ષિત કરવાની પણ કોશિશ કરી રહ્યા છે. “2017ની ચૂંટણીમાં અમારા નેતા- જીતુ વાઘાણી (પૂર્વ રાજ્ય ભાજપ અધ્યક્ષ), વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી) મોટાભાગે શહેરી હતા. વર્તમાન ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને જાતીઓ અંગે સારી સમજ છે. દક્ષિણ ગુજરાતમાં તેમના પોતાના મતવિસ્તારમાં દરેક સમુદાયો અને જાતિઓનું પ્રતિનિધિત્વ છે.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેમણે ગુજરાતમાં પોતાની ચૂંટણી જીતવાના કૌશલનું પ્રદર્શન કર્યું. ઉમેદવાર યાદી સાથે નજીકથી જોડાયેલા રહ્યા છે. પક્ષના ચૂંટણી ઢંઢેરા પર પણ પોતાનું મોહર લગાવવાની આશા છે. જેના માટે પક્ષે જનતા પાસે વિચારો માંગ્યા છે.
બીજેપીને આશા છે કે કેન્દ્રની મોદી સરકારની યોજનાઓથી પણ પાર્ટીને મદદ મળશે. “2014 સુધી એવી કથા રહી છે કે કેન્દ્ર ગુજરાત સાથે અન્યાય કરી રહી હતી. પરંતુ હવે જે મેગા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે તે રોજગાર લાવશે. આ લોકો (આપ અને કોંગ્રેસ) ભલે બેરોજગારીની વાત કરતા હોય. પરંતુ સુપ્રીમ કોર્ટના ઈડબ્લ્યૂએસ કોટાને મંજૂરી આપીને પાટીદારોને ખુસ કરી દીધા છે. તેઓ ઉચ્છ શિક્ષાની તકો અંગે પણ વધારે ચિંતિત છે. જે હવે આપવામાં આવી છે.”
ડ્રગ્સ માફિયા ઉપર કાર્યવાહી અને ઘેરકાયદેસર બાંધકાનને તોડી પાડવા જેવા ઉપાયોને પણ પાર્ટી પ્રોજેક્ટ કરી રહી છે. ખાસ કરીને બેડ દ્વારકામાં જ્યાં મુસલમાનોના સ્વામિત્વવાળા અનેક માળખાઓને ધ્વસ્ત કરી દીધા હતા. હવે ડબલ એન્જીન સરકારમાં આ સંભવ છે.
ભાજપના અભિયાન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ ઉપર પ્રતિક્રિયા લેવા માટે જિલ્લા અને વિધાનસભા ક્ષેત્રો પર કોલ સેન્ટરો સ્થાપવામાં આવ્યા છે. એ સ્વીકાર કરતા આ બધા ઉપાયો છતાં આપને દૂર ન કરી શકાય. ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે કોંગ્રેસને વધારે નુકસાન થશે. જો આમ આદમી પાર્ટીને 10 ટકા વોટ શેર મળે છે તો કદાચ 1.5 ટકા બીજેપીનો હોઈ શકે છે. 70 ટકા કોંગ્રેસમાંથી હશે. જોકે, એક એવો વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલની નજર રાષ્ટ્રય તસવીર પર છે જ્યાંથી આપનો ઉદય થયો છે.





