ગુજરાત ચૂંટણી બીજો તબક્કો: PM મોદીએ સામાન્ય નાગરીકની જેમ લાઇનમાં ઊભા રહી કર્યું મતદાન, લોકોનો માન્યો આભાર

Gujarat Assembly Election: આજે પીએમ મોદીએ (PM Modi) અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.

Written by mansi bhuva
Updated : December 05, 2022 12:55 IST
ગુજરાત ચૂંટણી બીજો તબક્કો: PM મોદીએ સામાન્ય નાગરીકની જેમ લાઇનમાં ઊભા રહી કર્યું મતદાન, લોકોનો માન્યો આભાર
નરેન્દ્ર મોદી

Gujarat Assembly Elections 2022 Phase 2: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન હાલ શરૂ થઇ ચૂક્યું છે, ત્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગ્યા આસપાસ અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે, પીએમ મોદીએ મતદાન માટે સાદગીપૂર્વક અને સામાન્ય માણસ બનીને લાંબી કતારમાં ઉભા રહી મતદાન કર્યું હતું. પીએમ મોદી સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે. ત્યાં ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

વડાપ્રધાને મત આપ્યા બાદ મતદાનનું ચિહ્ન બતાવીને નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાઈને મતદાન કરવાની અપીલ કરી હતી. આ સાથે પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતુ કે, લોકશાહીના સૌથી મોટા પર્વને લોકોએ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવ્યો છે. ત્યારે હું દેશના નાગરિકોના હ્દયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

મતદાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વાર મોટા ભાઈ સોમાભાઈના ઘરે પણ ગયા હતા. વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમ વાર મોટા ભાઈને ત્યાં ગયા હતા. સોમા ભાઈ રાણીપના સોમેશ્વર ટેનામેન્ટમાં રહે છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટાભાઈ સોમાભાઈના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

આ સાથે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લઇ મતદાન કર્યું છે. તેમજ રાજયના મુખ્યપ્રધાને પણ વહેલી સવારે મતદાન કર્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની શીલજ સ્કૂલ ખાતે મતદાન માટે પહોંચ્યા હતા. તમને જણાવી દઇએ કે અત્યારે 9 વાગ્યા સુધીમાં આશરે 5 ટકા મતદાન નોંધાયું હોવાના અહેવાલ સાપડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ