scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ગુજરાતની ચૂંટણીમાં મંદિર-દરગાહને લાવી ભાજપ, જાણો આ વખતે શું છે મામલો?

temple bjp leaders PM modi visit Pavagadh: ગુજરાતમાં ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન એક ચર્ચિત બિન્દુ પંચમહાલ જિલ્લાના પાવાગઢના કાળી માતાનું મંદિર છે. 11મી શદીના કાળી માતાનું મંદિર પાવાગઢના પહાડો પર સ્થિત છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ગુજરાતની ચૂંટણીમાં મંદિર-દરગાહને લાવી ભાજપ, જાણો આ વખતે શું છે મામલો?
મંદિર ફાઈલ તસવીર

અદિતી રાજાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પુરુ થયું છે જ્યારે બીજા તબક્કાના પ્રચાર પડઘમ પણ શાંત થયા છે. જોકે, ગુજરાતમાં ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન એક ચર્ચિત બિન્દુ પંચમહાલ જિલ્લાના પાવાગઢના કાળી માતાનું મંદિર છે. 11મી શદીના કાળી માતાનું મંદિર પાવાગઢના પહાડો પર સ્થિત છે. આ મંદિર પરિસરના જીર્ણોદ્ધારનું ઉદ્ઘાટન 18 જૂન 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

રાજ્યની ભાજપ સરકારનો દાવો છે કે પરિસરમાં બનેલી દરગાહને સૌહાર્દપૂર્ણ રીતે સ્થાનાતરિ કર્યા બાદ મંદિરના શિખર અને કળશનું પુનનિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરના પુનર્વિકાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના શિખર ધ્વજ ફરકાવ્યો હતો. પક્ષ અનુસાર આ આક્રમણકારીઓ દ્વારા શિખરને તોડીને તેને દરગાહ બનાવ્યાના 500 વર્ષ બાદ બનાવ્યું હતું.

ભાજપે બનાવ્યો ચૂંટણી મુદ્દો

ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી કહે છેકે “ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવા અને પુનર્સ્થાપિત કરવાના ઉદાહરણના રૂપમાં ઉદ્ધઘૃત કરી રહ્યા છીએ.” ગુરુવારે પાવાગઢની તળેટીમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘પહેલા પાવાગઢ મંદિરને શિખર વગર જોવું એ હૃદયમાં કંપારી વછૂટી જતી હતી. આ આક્રમણ કારીઓ દ્વારા કરવામાં આવેલું 500 વર્ષ જૂનું અપમાન હું.’

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “મેં આને બદલવાની કસમ ખાધી હતી. કારણ કે કોંગ્રેસના શાસનમાં પાવાગઢ અસ્તિત્વમાં ન્હોતો? પરંતુ તે શક્તિપીઠની શક્તિને જોઈ શક્તા ન્હોતા. જે હું જોઈ શકતો હતો. અમે ગુજરાતની આસ્થાને અપમાનને સમાપ્ત કરવા માટે એક અભિયાન ચલાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીને વિશ્વાસ અને પૂજાનું અપમાન કરવામાં મજા આવે છે. મને ખબર નથી કે તેમની સાથે શું સમસ્યા છે.”

શુક્રવારે વડાપ્રધાન મોદી આણંદ જિલ્લાામાં હતા. તેમણે પાવાગઢ મંદિર વિશે બોલતા કોંગ્રેસ પર ગુલામીની માનસિક્તા રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં ગુલામીની માનસિક્તા છે. એક ઉદાહરણ પાવાગઢનું કાળી મંદિર છે. જેના પર 500 વર્ષ પહેલા આક્રમણકારીઓને હુમલો કર્યો હતો. તેમણે મહાકાલી મંદિરને તોડી દિધું હતું અને તેમના શિખરને નષ્ટ કરી દીધું હતું.

500 વર્ષ સુધી મંદિરના શિખર નષ્ટ રહ્યું ત્યાં કોઈ ધ્વજ ફરકાવ્યો ન્હોતો. આ કોંગ્રેસની માનસિક્તા છે. શું આઝાદી પછી તેને ઠીક કરાવવાનું ન્હોતું જોઈતું?? આ હવે મોદીના કારણે નથી થયું તમારા મતની તાકાતના કારણે થયું છે. તેમની ગુલામીની માનસિક્તા તેમના દેશની આસ્થા પર ગર્વ કરવાની મંજૂરી આપતી નથી.”

શું છે મંદિરનો ઇતિહાસ?

જૂનમાં પુનર્નિર્મિત મંદિર પરિસરના ઉદ્ઘાટન દરમિયાન કાળી માતાના મંદિરના ટ્રસ્ટીઓએ એક નોટ રજૂ કરી હતી. જના અનુસાર ચાંપાનેર શહેર સ્થિત મંદિર રાજપૂતો દ્વારા શાસિત રાજ્યનો હિસ્સો હતો. માનવામાં આવતું હતું કે અહીં માતા સતીના ડાબા પગનો અંગૂઠો પડ્યો હતો. એટલા માટે કાળી માતાનું મંદિર એક શક્તિપીઠના રૂપમાં પણ પ્રતિષ્ઠિત છે. યુનેસ્કોએ ચાંપાનેર – પાવાગઢને વિશ્વ ધરોહર સ્થળના રૂપમાં માન્યતા આપી છે.

દરગાહનો વિવાદ

ટ્રસ્ટ દ્વારા રજૂ કરેલી નોટ અનુસાર 15મી શદીમાં સુલ્તાન મહમૂદ બેગડાએ ચાંપાનેર ઉપર હુમલો કરી તેને જીતી લીધું હતું. અને ત્યાં જ તેણે પોતાની રાજધાની સ્થાપિત કરી હતી. આ દરમિયાન મંદિરના શિખરને નષ્ટ કરી દીધું હતું. માનવામાં આવે છે કે સદનશાહ પીર દરગાહ એ સમયની આસપાસ બનાવી હતી.

કહેવામાં આવે છે કે સદાનશાહ પીર મૂળ રૂપથી એક હિન્દુ ફકીર હતા. તેમણે મહમૂદ બેગડાના દરબારનો ભાગ બનાવા માટે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. જોકે તેમણે મંદિરને નષ્ટ થવાથી બચાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

હવે દરગાહ ક્યાં છે?

ટ્રસ્ટના એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દરગાહને સ્થાનાંતરિત કરવું પુનર્વિકાસ કાર્ય કરવું સૌથી પડકારજનક હતું. ટ્રસ્ટીએ કહ્યુંકે ‘અમે બંદોબસ્તના રૂપમાં દરગાહને પુનર્નિર્માણ પણ કરાવ્યું હતું.’ મંદિર અને દરગાહનું પુનર્નિર્માણ અમદાવાદના વાસ્તુકાર આશીષ સોમપુરાએ કર્યું હતું જે અયોધ્યાનું રામ મંદિર પણ બનાવી રહ્યા છે. દહગાહ પહેલા મહાકાળી મંદિરના ગર્ભગૃહના ઉપર સ્થિત હતી. હવે દરગાહ આ જ પરિસરમાં એક સ્વતંત્ર સંરચનાના રૂપમાં લગભગ 50 ફૂટ દૂર સ્થાનાતંરિત કરવામાં આવી છે.

Web Title: Gujarat assembly election prime minister narendra modi visit pavagadh

Best of Express