ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ: શું ભાજપ 7મું કાર્યકાળ મેળવી શક્શે?

Gujarat Assembly Election Result: આ વખતે પણ ભાજપને (BJP) આશા છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત હાંસિલ કરી 7મું કાર્યકાળ મેળવશે. જોકે કોંગ્રેસને (Congress) પણ વાપસીની આશા છે. પરંતુ આ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરેક ચૂંટણી કરતા અલગ અને વિશેષ હતી.

Written by mansi bhuva
December 08, 2022 07:51 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ: શું ભાજપ 7મું કાર્યકાળ મેળવી શક્શે?
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ

આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે થયેલી ચૂંટણીનું પરિણામ પ્રત્યક્ષ હશે. આ સાથે ચૂંટણી મેદાને ઉતરેલા ઉમેદવારોનું ભાવિ નક્કી થઇ જશે તેમજ ગુજરાતમાં કોની સરકાર રચાશે તે પણ સ્પષ્ટ થઇ જશે.આજે ગુરુવારે વહેલી સવારે 8 વાગ્યેથી રાજ્યભરના 37 મથકો પર મતગણતરી હાથ ધરાશે. મહત્વનું છે કે, રાજ્યમાં લગભગ 27 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે આ વખતે પણ ભાજપને આશા છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત હાંસિલ કરી 7મું કાર્યકાળ મેળવશે. જોકે કોંગ્રેસને પણ વાપસીની આશા છે. પરંતુ આ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરેક ચૂંટણી કરતા અલગ અને વિશેષ હતી. કારણ કે ગુજરાતમાં આ વખતે ભાજપ-કોગ્રેસ-આપ વચ્ચે જોરદાર ટક્કર છે. જેને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ઉત્તર ગુજરાત 32 બેઠકો, દક્ષિણ ગુજરાત 35 બેઠકો, મઘ્ય ગુજરાત 61 બેઠક સહિત સૌરાષ્ટ્ર-કચ્છ 54 બેઠકો ધરાવે છે.

આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મેદાને ઉતરેલા મહારથી હાર્દિક પટેલ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા, આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી, આપ ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ચર્ચામાં રહ્યા છે. આ મહારથીઓ જે બેઠક પરથી મેદાને ઉતર્યા છે તે બેઠકો પર લોકોની ખાસ નજર છે કે કોણ બાજી મારી જાય છે.

આ પણ વાંચો: Gujarat – Himachal Pradesh Election Result 2022 Live Updates : ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણિયો જંગ,કોની થશે જીત જાણો

પાટીદાર નેતા હાર્દિક પટેલ અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાને ઉતર્યા હતા. ત્યારે તેનો મુકાબલો કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સામે હતો.

ભાજપે જામનગર ઉત્તરમાંથી રીવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે.જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમની સામે AAPએ કરસનભાઈ કરમુરને મેદાનમાં ઉતાર્યા હતા. AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમની સામે ભાજપે મોલુભાઈ બેરા અને કોંગ્રેસે વિક્રમ અરજણભાઈ માડમને ટિકિટ આપી હતી.

AAP ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કતારગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓની ભાજપના વિનોદ અમરશી મોરડિયા અને INCના કલ્પેશ વારિયા સામે ટક્કર હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસે તેમની સામે રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા હતા.

આ પણ વાંચો: Gujarat Election Result 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022, કોણ બનશે ગુજરાતનો નાથ? આજે સવારે 8 કલાકેથી મતગણતરી

એક્ઝિટ પોલમાં ભાજપ આગળ

એક્ઝિટ પોલ પ્રમાણે, ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. રાજ્યમાં ભાજપ સતત જીતી રહ્યું છે પરંતુ એ પણ હકીકત છે કે ચૂંટણી પછી પક્ષની બેઠકો ઓછી થતી જાય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થયું હતું. બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો માટે મતદાન થયું હતું. કૃપા કરીને જણાવો કે આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી 60.20 ટકા હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ