Gujarat – Himachal Pradesh Election Result 2022 Updates : ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં ગુજરાતમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર બનાવવા સફળ રહી છે. ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીનો સૌથી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન પહોંચી તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું છે. આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે. ત્યાર બાદ ધારાસભ્યદળના નેતાની પસંદગી કરાશે. આ પછી 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર, બીજેપીમાં ભાજપ સરકાર
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 68માંથી 40 સીટો પર જીત મેળવી છે. ભાજપે 25 સીટ પર જીત મેળવી છે. અન્યને 3 સીટો મળી છે. આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળી નથી. હિમાચલ પ્રદેશમાં વલણ રહ્યું છે કે સત્તાધારી પાર્ટીને પરાજયનો સામનો કરવો પડે છે. બીજી તરફ ગુજરાતમાં ભાજપે 156 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસનો 17 અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. અન્યને ચાર બેઠકો મળી છે.
ગુજરાત ચૂંટણી પરિણામ LIVE, ક્લિક કરો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો
હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ જાણો LIVE
ભાજપે ગુજરાતમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ બનાવ્યો
ભાજપે 156 સીટો મેળવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી 150 સીટ કોઇ પાર્ટી જીતી શક્યું નથી. આ પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના નામે હતો. કોંગ્રેસે માધવસિંહ સોલંકીની આગેવાનીમાં 1985માં 149 સીટો પર જીત મેળવી હતી. જે અત્યાર સુધી સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ હતો.
હિમાચલ પ્રદેશમા પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પત્ની અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિમા સિંહે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત નક્કી છે પણ મુખ્યમંત્રી માટેનો નિર્ણય હાઇકમાન્ડ કરશે. હિમાચલ પ્રદેશના જીતેલા ધારાસભ્યોને હોટલ લઇ જવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન પહોંચી તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું છે. આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે. ત્યાર બાદ ધારાસભ્યદળના નેતાની પસંદગી કરાશે. આ પછી 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે.
ભાજપે 156 સીટો મેળવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી 150 સીટ કોઇ પાર્ટી જીતી શક્યું નથી
ગુજરાતમાં ભાજપે 156 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસનો 17 અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. એક બેઠક સમાજવાદી પાર્ટી અને અન્યને 3 બેઠકો મળી છે.
હિમાચલ પ્રદેશમાં બધી જ સીટોના પરિણામ જાહેર થઇ ગયા છે. કોંગ્રેસે 68માંથી 40 સીટો પર જીત મેળવી છે. ભાજપે 25 સીટ પર જીત મેળવી છે. અન્યને 3 સીટો મળી છે
ગુજરાતમાં ભવ્ય જીતની દિલ્હીમાં ઉજવણી, પીએમ નરેન્દ્ર મોદી કાર્યકરોને સંબોધિત કરશે
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને સેરાજ સીટથી બીજેપી ઉમેદવાર જયરામ ઠાકુરે 20 હજાર મતોથી જીત મેળવી છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર ચાલી રહી છે. સત્તા પરિવર્તન થશે એ ચર્ચાઓ થવા લાગી છે. ભાજપને પાછળ રાખી કોંગ્રેસ આગળ આવી રહ્યું છે. કોંગ્રેસ 34 બેઠક અને ભાજપ 32 બેઠક પર આગળ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે એ જોતાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. ભાજપ 145 બેઠક પર આગળ છે. કોંગ્રેસ 24 બેઠક પર અને આપ 9 બેઠક, અન્ય 4 બેઠક પર આગળ છે.
હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડ જોતાં ભાજપ એક તરફી રીતે આગળ છે. ભાજપ 136 બેઠક પર આગળ છે. કોંગ્રેસ 36 બેઠક, આપ 5 અને અન્ય 5 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. બંને ઉપર નીચે થઇ રહ્યા છે. હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ આવ્યું છે. કોંગ્રેસ 35 બેઠક પર આગળ છે જ્યારે ભાજપ 32 અને અન્ય એક બેઠક પર આગળ છે.
ગુજરાત : બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કોંગ્રેસ મજબૂત દેખાઇ રહ્યું છે. નવ બેઠકો પૈકી સાત બેઠકો પર કોંગ્રેસ આગળ છે અને 2 બેઠક પર ભાજપ આગળ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન મહેસાણા જિલ્લાની સાત બેઠકો પૈકી છ બેઠક પર ભાજપ આગળ છે. એક બેઠક ખેરાલુ પર અપક્ષ ઉમેદવાર આગળ છે.
ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની મોટી વાતો પોકળ સાબિત થવા જઇ રહી છે. ભાજપ પર ઝાડું ફેરવવાની વાતો થઇ હતી પરંતુ ચાલી રહેલ ટ્રેન્ડ જોતાં આપ ઉપર ઝાડું ફરી વળતું દેખાય છે. માત્ર 3 બેઠકો પર જ આપ આગળ છે.
આંદોલનથી ચર્ચામાં આવેલા ગુજરાતના ત્રણ યુવા ચહેરા ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાણી ત્રણેય ઉમેદવારો પોતાની બેઠક પર આગળ ચાલી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ 34 બેઠકો પર સરખી રીતે આગળ ચાલી રહ્યા છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના નેતા ઇસુદાન ગઢવી ખંભાળીયા બેઠક પર પાછળ ચાલી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર હતી. જોકે હાલમાં આવી રહેલા ટ્રેન્ડ મુજબ ભાજપ 36 બેઠક પર આગળ છે અને કોંગ્રેસ 32 બેઠક પર આગળ છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને 33 બેઠક પર આગળ જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં ભાજપ જીતના તમામ રેકોર્ડ તોડે એવી સંભાવના દેખાઇ રહી છે. ભાજપ 127 બેઠક પર આગળ છે. કોંગ્રેસ 43, આપ 2 બેઠક પર આગળ
પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલ હાર્દિક પટેલ ભાજપ તરફથી વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે. જે પાછળ છે.
ગુજરાતમાં ભાજપ રેકોર્ડબ્રેક તરફ આગળ વધી રહી છે. ભાજપ 107 બેઠક પર આગળ છે. કોંગ્રેસ 25 અને આમ આદમી પાર્ટી 3 બેઠક પર આગળ છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, ભાજપ કોંગ્રેસ બંને 13 13 બેઠકો પર આગળ
ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવા તરફ આગળ, વિક્રમી જીત મળવાની સંભવાના
હિમાચલ પ્રદેશમાં મત ગણતરી શરૂ થતાં ભાજપ 6 બેઠક પર અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ છે.
ગુજરાત મત ગણતરી શરૂ થતાં જ ભાજપને 20 બેઠકો પર આગળ, કોંગ્રેસ 7 અને આમ આદમી પાર્ટી 2 બેઠકો પર આગળ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ મત ગણતરી શરૂ, પ્રારંભિક તબક્કે ભાજપ 11 બેઠકો પર આગળ અને 1 બેઠક પર કોંગ્રેસ, એક બેઠક પર આમ આદમી પાર્ટી આગળ
વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે. મતગણતરી કેન્દ્ર ખાતે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસે ગુજરાતના ગૌરવ વિરુદ્ધ કામ કર્યું છે. કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવવામાં નબળી છે. લોકોને ભાજપમાં વિશ્વાસ છે. જેની પાસે દૂરદર્શિતા નથી, તેઓ માત્ર પોતાની જ નહીં, દેશની પણ પ્રગતિ કરી શકતા નથી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલા જ્યારે હાર્દિક પટેલને પૂછવામાં આવ્યું કે તેમની પાર્ટીને કેટલી સીટો મળશે તો તેણે કહ્યું કે, 135 થી 145 સુધી. તેમણે કહ્યું કે, સરકાર કામના આધારે બની રહી છે. છેલ્લા 20 વર્ષથી અહીં કોઈ હુલ્લડ/આતંકવાદી હુમલો થયો નથી. લોકો જાણે છે કે ભાજપ તેમની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. તેઓ 'કમલ' બટન દબાવશે કારણ કે ભાજપના શાસનમાં તેમનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. ભાજપે સુશાસન કર્યું અને આ વિશ્વાસને મજબૂત કર્યો હતો.
ગત ચૂંટણીમાં હારેલા ભાજપના પૂર્વ પ્રમુખ સતપાલ સિંહ સત્તીએ ઉનાથી ચૂંટણી લડી હતી. ગત વખતની જેમ આ વખતે પણ તેમનો મુકાબલો કોંગ્રેસના સતપાલ રાયજાદા સાથે હતો. સત્તી સતત બે ટર્મથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણી પણ પાર્ટી દ્વારા સત્તીની અધ્યક્ષતામાં લડવામાં આવી હતી. ત્યારબાદ ભાજપ 44 સીટો જીતીને સરકાર બનાવવામાં સફળ રહી હતી પરંતુ સત્તી પોતાની સીટ બચાવી શકી ન હતી.
બીજેપી નેતા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સિરાજ વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર ચેતરામ ઠાકુર સામે છે. કોંગ્રેસના નેતા વિક્રમાદિત્ય સિંહે શિમલા ગ્રામીણ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેઓ ભાજપના રવિ મહેતા સામે ચૂંટણી લડી રહ્યા છે. જણાવી દઈએ કે વિક્રમાદિત્ય સિંહ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર છે.
આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના રાજકારણના ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે. રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ અને ભાજપના પૂર્વ અધ્યક્ષ સતપાલ સિંહ સત્તી મેદાનમાં છે.
1985થી હિમાચલ પ્રદેશમાં એવી પરંપરા છે કે અહીં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થાય છે. આ રિવાજના આધારે કોંગ્રેસને આશા છે કે તે વાપસી કરશે. બીજી તરફ ભાજપ રાજ્યમાં ફરી સરકાર બનાવીને નવો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
રાજ્યમાં વિધાનસભાની 68 બેઠકો છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો ટ્રેન્ડ એવો રહ્યો છે કે કોઈ પણ પક્ષ સતત બે વાર સત્તા મેળવી શક્યો નથી. પરંતુ આ ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ AAPએ પણ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.
મતગણતરી કેન્દ્રો પર મત ગણતરી માટે સવારે 7.30 વાગ્યે સ્ટ્રોંગ રૂમના તાળા ખોલવામાં આવ્યા હતા. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.
આ ગુજરાત ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો હોટ ફેવરીટ છે, જેમ કે હાર્દિક પટેલ, રિવાબા જાડેજા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની, AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, AAP ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. આ ઉમેદવારો જે બેઠકો પર ચૂંટણી લડ્યા છે તેના પર લોકોની ખાસ નજર છે.
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. 27 વર્ષથી ભાજપનું શાસન છે. જો આ ચૂંટણીમાં પણ ભાજપ જીતશે તો તેને સાતમી ટર્મ મળશે. જો કે કોંગ્રેસ અને AAPએ પણ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો ભાજપને 120થી 150 સીટોની વચ્ચે બતાવવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ 20થી 50ની વચ્ચે સેટલ થતી જોવા મળી રહી છે.
ગુજરાત વિધાનસભા અને હિમાચલ પ્રદેશ વિધાનસભાના ઉમેદવારોના ભાવિનો આજે થશે ફેંસલો. સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. બંને રાજ્યમાં ભાજપની સરકાર છે. હવે સરકારનું પુનરાવર્તન કે પરિવર્તન? ચર્ચાનો મુદ્દો છે.
આજે ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણિયો જંગ