Gujarat Election Result 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપની સુનામીમાં કોંગ્રેસના સુંપડા સાફ થઇ ગયા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનો રાજ્યમાં ઉદયથ થયો છે. ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક અને ભવ્ય જીત મેળવી છે. ભાજપે 182માંથી 156 સીટો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટી 5 સીટો પર જીત મેળવી છે. સમાજવાદી પાર્ટીને 1 અને અન્યને 3 સીટો મળી છે.
ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડ્યો
ભારતીય જનતા પાર્ટીએ 2022ની ચૂટણીમાં 156 સીટો જીતી છે. આ પહેલા ભાજપનો સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ 127નો રહ્યો છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2002માં ભાજપે 127 સીટો પર જીત મેળવી હતી. હવે આ રેકોર્ડ તૂટી ગયો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ચૂંટણી 2022 પરિણામ LIVE Updates જાણો
ભાજપે ગુજરાતમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ બનાવ્યો
ભાજપે 156 સીટો મેળવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી 150 સીટ કોઇ પાર્ટી જીતી શક્યું નથી. આ પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના નામે હતો. કોંગ્રેસે માધવસિંહ સોલંકીની આગેવાનીમાં 1985માં 149 સીટો પર જીત મેળવી હતી. જે અત્યાર સુધી સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ હતો.
હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ જાણો LIVE
ગુજરાતમાં વર્તમાનમાં ભાજપાની સરકાર છે. ભાજપા 27 વર્ષથી સત્તા પર છે. ગત વખતના પરિણામ પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપને 182 સીટોમાંથી 99 સીટો પર જીત મળી હતી. કોંગ્રેસને 77 સીટો મળી હતી.
મેં ગુજરાતની જનતાને કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તોડવો જોઈએ. મેં વચન આપ્યું હતું કે નરેન્દ્ર સખત મહેનત કરશે જેથી ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડી શકે. ગુજરાતના ઇતિહાસમાં ભાજપને સૌથી મોટો જનાદેશ આપીને ગુજરાતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છેઃ PM
ભાજપે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવવા માટે દિલ્હી કાર્યાલય પહોંચ્યા હતા.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે ગુજરાતની જનતાના જનાદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ. અમે પુનર્ગઠન કરીશું, સખત મહેનત કરીશું અને દેશના આદર્શો અને રાજ્યના લોકોના અધિકારો માટે લડત ચાલુ રાખીશું. ગત ચૂંટણીમાં કોંગ્રેસે ધમાકેદાર 77 બેઠકો જીતી હતી, જ્યારે આ વખતે તેને માત્ર 17 બેઠકો જ મળતી જોવા મળી રહી છે.
જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન અંગે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ એમ ખડગેએ કહ્યું કે આવું થયું છે, હું તેનો શ્રેય નથી લઈ રહ્યો. લોકશાહીમાં જીત અને હાર હોય છે. આ આપણી વૈચારિક લડાઈ છે. અમે ખામીઓને સુધારીશું અને લડતા રહીશું.
ગુજરાત ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખુલાસો રજૂ કર્યો છે. જગદીશ ઠાકોરે ANIને કહ્યું કે, એ વાત સાચી છે કે આમ આદમી પાર્ટી (AAP) અને અસદુદ્દીન ઓવૈસીએ ચૂંટણીમાં કોંગ્રેસના વોટ કાપવાની ભૂમિકા ભજવી હતી. અમે ક્યાં ઓછા પડ્યા તેનું વિશ્લેષણ કરવા અમે ટૂંક સમયમાં એક બેઠક યોજીશું. મને આશા છે કે આગામી સરકાર તેના વચનો પૂરા કરશે.

ગુજરાત ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપી દીધું છે. તેનું કહેવું છે કે તે હાર માટે પોતાને જવાબદાર માને છે.




ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બે વાગ્યા સુધી 19 સીટો ઉપર પરિણામ જાહેર થઈ છે. આ સમયે ભારતીય જનતા પાર્ટીએ 17 બેઠકો જીતી લીધી છે જ્યારે કોંગ્રેસના ફાળે બે સીટો ગઈ છે. આમ આદમી પાર્ટીની પાંચ બેઠકો ઉપર આગળ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. હાર્દિક પટેલ પણ વિરમગામ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીતવામાં સફળ રહ્યો છે. આ ઉપરાંત જેતપુર બેઠક પરથી જયેશ રાદડિયા, વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કતારગામ બેઠક પરથી વિનોદ મોરડિયા જીત્યા છે. જામનગર ઉત્તરમાંથી રીવાબા જાડેજા 42 હજારથી વધુ મતોથી આગળ છે.

જામનગર ઉત્તરમાંથી ભાજપના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા 15000થી વધુ મતોથી જીત્યા છે. ચૂંટણી જીત્યા બાદ રીવાબા જાડેજાએ કહ્યું કે, હું મારી સફળતા એ લોકો સાથે શેર કરું છું જેમણે મને ઉમેદવાર તરીકે સ્વીકાર્યો અને મારા માટે કામ કર્યું.
ગુજરાતમાં પ્રચંડ જીત બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલે જનતાનો આભાર માન્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
ચૂંટણી પંચે ગુજરાતમાં પ્રથમ પરિણામ જાહેર કર્યું છે, જેમાં ભાજપને સફળતા મળી છે. દાહોદથી ભાજપના કન્હૈયાલાલ બચુભાઈ કિશોરીએ તેમના નજીકના હરીફ INCના હર્ષદભાઈ વાલચંદભાઈ નિનામાને 29350 મતોથી હરાવ્યા.
ચૂંટણી પંચના વલણો જોતા કહી શકાય કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. કોંગ્રેસને લગભગ 60 બેઠકોનું નુકસાન જોવા મળી રહ્યું છે. બીજી તરફ ભાજપને લગભગ એટલી જ બેઠકોનો લાભ મળતો જોવા મળી રહ્યો છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ ભાજપ હેડક્વાર્ટર ગાંધીનગર પહોંચ્યા

( એક્સપ્રેસ ફોટો, નિર્મલ હરીન્દ્રન)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મુખ્યમંત્રીને મીઠાઈ ખવડાવી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતમાં ભાજપ જોરદાર લીડ પર છે. ભાજપ ગુજરાતમાં સૌથી વધુ બેઠકો મેળવનાર પક્ષ બની શકે છે. ગુજરાતમાં કોંગ્રેસે 1980માં 182માંથી 141 અને 1985માં 182માંથી 149 બેઠકો જીતી હતી. હવે એ રેકોર્ડ તૂટતો જોવા મળી રહ્યો છે.
ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર ભાજપ 152 બેઠકો પર આગળ છે. ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉજવણી
બનાસકાંઠાની વડગામ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાણી અને ભારતીય જનતા પાર્ટીના મણીભાઈ વાઘેલા વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. જોકે, અત્યારે ભાજપના ઉમેદવાર મણીભાઈ વાઘેલા આગળ ચાલી રહ્યા છે.
સુરતની વરાછા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિશોર કાનાણી અને આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા વચ્ચે રસાકસીનો જંગ સામે આવી રહ્યો છે. જોકે, આ બેઠક ઉપર અત્યારે કિશોર કાનાણી આગળ ચાલી રહ્યા છે.
દ્વારકાની ખંભાળિયા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માલુભાઈ બેર અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. અત્યાર સુધીની મતગણતરીમાં બંને ઉમેદવારો વચ્ચે નજીવું અતર છે. જોકે, અયારે ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
સુરતના કતારગામ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પાછળ ચાલી રહ્યા છે. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિનોદભાઈ મોરાડિયા 50 ટકા ડબલ વોટથી આગળ ચાલી રહ્યા છે.