ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષો પોતાના ઉમેદવારોની યાદીઓ જાહેર કરવા લાગ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી છે. જોકે, ઉમેદવારોને ટિકિટ આપવા અંગે ક્યાંક ને ક્યાંક નારાજગી દેખાઈ રહી છે. પોતાના માનિતા નેતાઓને ટિકિટ ન મળતા કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જોકે, નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓને મનાવવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં બીજેપીના મુદ્દાઓથી દૂર રહ્યા હતા. પરંતુ હવે જ્યારે વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની ટિકિટોની જાહેરા બાદ અનેક નેતાઓએ વિદ્રોહી રૂપ ધારણ કર્યું છે. ત્યારે મોચરાને સંભાળવા માટે અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે.
ગત રવિવારે અમિત શાહ ગાંધીનગરમાં હતા. આ દરમિયાન તેમણે ગુજરાત ભાજપના નેતાઓ સાથે બેઠક કરી વિદ્રોહ અને જમીની સ્થિતિનો તાગ મળવ્યો હતો. પાર્ટીના નેતાઓએ કહ્યું કે કેટલાક વિદ્રોહી નેતાઓને શાંત કરવા માટે તેમની સાથે મુલાકા કરી અને કાર્યકર્તાઓની સાથે બેઠક પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ભારતીય જનતા પાર્ટીના બીજા સૌથી તાકતવર નેતા અમિત શાહ સપ્ટેમ્બર 2021થી ગુજરાતમાં પાર્ટીના મામલાથી દૂર રહ્યા હતા. જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રી મંડળને અચાનક બદલવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે વિજય રૂપાણીને અમિત શાહના નજીકના નેતાઓમાં નામવામાં આવતા હતા. અને ચૂંટણીના એક વર્ષ પહેલા તેમના બદલવાના પગલાંને કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રભાવ માટે એક ઝટકાના રૂપમાં જોવા આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે પહેલીવાર ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને પીએમ મોદીએ મુખ્યમંત્રીના રૂપમાં પસંદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપે અલ્પેશ ઠાકરોને ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી ટિકિટ આપી છે.
આ પણ વાંચોઃ- ગુજરાત ચૂંટણી 2022 : રીવાબાનું ફોર્મ ભર્યા બાદ રવીન્દ્ર જાડેજાએ કહી આ મોટી વાત….
અમિત શાહે વધુ એક ઝટકો ત્યારે આપ્યો જ્યારે પોતાની નજીકના ગણાતા જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ પદ પરથી હટાવીને સી.આર. પાટીલને પાર્ટીના પ્રમુખ બનાવી દીધા હતા. ગુજરાતમાં એક સાંસદે ધ ટ્રીબ્યૂન સાથે વાત કરતા જણાવ્યું હતું કે “તેઓ (અમિત શાહ) મોરબી નહીં ગયા, જ્યાં ગત મહિનામાં ઝૂલતો પુલ તૂટતાં 135 લોકો મોતને ભેટ્યાં હતા.ગુજરાતને દેશના ગૃહમંત્રી પાસેથી આશા હતી કે તેઓ પણ મોરબી જશે. પરંતુ તેઓ ન ગયા. એવું લાગે છે કે અમિત શાહને શીર્ષ નેતા (પીએમ મોદી)એ ગુજરાતમાં કાર્યભાર સંભાળવા માટે કહ્યું છે એટલા માટે તેઓ હરકતમાં આવ્યા છે.”
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ મળી
રવિવારે ન્યૂઝ18ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અમિ શાહે કહ્યું હતું કે “જો કોઈ નિર્ણય તેમના વિરુદ્ધમાં આવે છે તો તેઓ નાખુશ થાય તે સ્વાભાવિક છે. પરંતુ ભાજપમાં દરેક અનુશાસનથી બંધાયેલા છે. એકવાર નિર્ણય થયા બાદ દરેકે તેનો સ્વીકાર કરવો પડે અને પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે ભેગામળીને કામ કરવું પડશે. મેં વિદ્રોહીઓ સાથે વાત કરી છે અને તેમને આશ્વાસન આપ્યું છે કે તેઓ પાર્ટી માટે કામ કરશે.” અમિત શાહના નિવેદનથી એ સંકેત મળે છે કે તેમણે ચૂંટણીની કમાન સંભાળી લીધી છે.