Live

Gujarat Election Phase 1 Voting : ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ વોટિંગ પૂર્ણ, અંદાજિત 60 ટકા મતદાન

Gujarat election first phase Voting: પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું

Written by Ankit Patel
Updated : December 01, 2022 22:44 IST
Gujarat Election Phase 1 Voting : ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ વોટિંગ પૂર્ણ, અંદાજિત 60 ટકા મતદાન
મત આપવા માટે લાઇનમાં ઊભેલા મતદાતાઓ

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. બધી બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અંદાજિત 60.47 ટકા મતદાન નોંધાયું છે.

ગુજરાત ચૂંટણી- પહેલા તબક્કાનું મતદાન- સરેરાશ 60 ટકા મતદાન

  • અમરેલી જિલ્લાનું સરેરાશ મતદાન – 57.06 ટકા
  • ભરૂચ જિલ્લાનું સરેરાશ મતદાન – 63.08 ટકા
  • ભાવનગર જિલ્લાનું સરેરાશ મતદાન – 57.81 ટકા
  • બોટાદ જિલ્લાનું સરેરાશ મતદાન – 57.15 ટકા
  • ડાંગ જિલ્લાનું સરેરાશ મતદાન – 64.84 ટકા
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મતદાન – 59.11 ટકા
  • ગીર સોમનાથ જિલ્લાનું સરેરાશ મતદાન – 61.97 ટકા
  • જામનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 56.09 ટકા
  • જૂનાગઢ જિલ્લાનું સરેરાશ મતદાન – 56.95 ટકા
  • કચ્છ જિલ્લામાં સરેરાશ મતદાન – 55.54 ટકા
  • મોરબી જિલ્લામાં સરેરાશ મતદાન – 67.65 ટકા
  • નર્મદા જિલ્લાનું સરેરાશ મતદાન – 73.02 ટકા
  • નવસારી જિલ્લાનું સરેરાશ મતદાન – 66.62 ટકા
  • પોરબંદર જિલ્લાનું સરેરાશ મતદાન – 53.84 ટકા
  • રાજકોટ જિલ્લાનું સરેરાશ મતદાન – 59.47 ટકા
  • સુરત જિલ્લાનું સરેરાશ મતદાન – 60.17 ટકા
  • સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 60.71 ટકા
  • તાપી જિલ્લાનું સરેરાશ મતદાન – 72.32 ટકા
  • વલસાડ જિલ્લાનું સરેરાશ મતદાન – 65.29 ટકા

Live Updates

ગુજરાત ચૂંટણી- પહેલા તબક્કામાં સરેરાશ 60 ટકા મતદાન

  • અમરેલી જિલ્લાનું સરેરાશ મતદાન – 57.06 ટકા
  • ભરૂચ જિલ્લાનું સરેરાશ મતદાન – 63.08 ટકા
  • ભાવનગર જિલ્લાનું સરેરાશ મતદાન – 57.81 ટકા
  • બોટાદ જિલ્લાનું સરેરાશ મતદાન – 57.15 ટકા
  • ડાંગ જિલ્લાનું સરેરાશ મતદાન – 64.84 ટકા
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મતદાન – 59.11 ટકા
  • ગીર સોમનાથ જિલ્લાનું સરેરાશ મતદાન – 61.97 ટકા
  • જામનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 56.09 ટકા
  • જૂનાગઢ જિલ્લાનું સરેરાશ મતદાન – 56.95 ટકા
  • કચ્છ જિલ્લામાં સરેરાશ મતદાન – 55.54 ટકા
  • મોરબી જિલ્લામાં સરેરાશ મતદાન – 67.65 ટકા
  • નર્મદા જિલ્લાનું સરેરાશ મતદાન – 73.02 ટકા
  • નવસારી જિલ્લાનું સરેરાશ મતદાન – 66.62 ટકા
  • પોરબંદર જિલ્લાનું સરેરાશ મતદાન – 53.84 ટકા
  • રાજકોટ જિલ્લાનું સરેરાશ મતદાન – 59.47 ટકા
  • સુરત જિલ્લાનું સરેરાશ મતદાન – 60.17 ટકા
  • સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 60.71 ટકા
  • તાપી જિલ્લાનું સરેરાશ મતદાન – 72.32 ટકા
  • વલસાડ જિલ્લાનું સરેરાશ મતદાન – 65.29 ટકા
  • ગુજરાત ચૂંટણી- પહેલા તબક્કાનું મતદાન- પાંચ વાગ્યા સુધી સરેરાશ 56.75 ટકા મતદાન

  • અમરેલી જિલ્લાનું સરેરાશ મતદાન – 52.73 ટકા
  • ભરૂચ જિલ્લાનું સરેરાશ મતદાન – 63.08 ટકા
  • ભાવનગર જિલ્લાનું સરેરાશ મતદાન – 51.34 ટકા
  • બોટાદ જિલ્લાનું સરેરાશ મતદાન – 51.64 ટકા
  • ડાંગ જિલ્લાનું સરેરાશ મતદાન – 64.84 ટકા
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મતદાન – 59.11 ટકા
  • ગીર સોમનાથ જિલ્લાનું સરેરાશ મતદાન – 60.46 ટકા
  • જામનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 53.98 ટકા
  • જૂનાગઢ જિલ્લાનું સરેરાશ મતદાન – 52.04 ટકા
  • કચ્છ જિલ્લામાં સરેરાશ મતદાન – 54.52 ટકા
  • મોરબી જિલ્લામાં સરેરાશ મતદાન – 56.20 ટકા
  • નર્મદા જિલ્લાનું સરેરાશ મતદાન – 68.09 ટકા
  • નવસારી જિલ્લાનું સરેરાશ મતદાન – 65.91 ટકા
  • પોરબંદર જિલ્લાનું સરેરાશ મતદાન – 53.84 ટકા
  • રાજકોટ જિલ્લાનું સરેરાશ મતદાન – 51.66 ટકા
  • સુરત જિલ્લાનું સરેરાશ મતદાન – 57.83 ટકા
  • સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 58.14 ટકા
  • તાપી જિલ્લાનું સરેરાશ મતદાન – 72.32 ટકા
  • વલસાડ જિલ્લાનું સરેરાશ મતદાન – 62.46 ટકા
  • પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ

    પ્રથમ તબક્કામાં 89 સીટો પર સાંજે 5 વાગ્યાની સાથે મતદાનનો સમય પૂરો થઇ ગયો છે. લાઇનમાં ઉભેલો લોકોને મતદાન કરવા દેવામાં આવશે.

    ગુજરાત ચૂંટણી- પહેલા તબક્કાનું મતદાન- ત્રણ વાગ્યા સુધી સરેરાશ 48.65 ટકા મતદાન

  • અમરેલી જિલ્લાનું સરેરાશ મતદાન – 44.62 ટકા
  • ભરૂચ જિલ્લાનું સરેરાશ મતદાન – 52.45 ટકા
  • ભાવનગર જિલ્લાનું સરેરાશ મતદાન – 45.91 ટકા
  • બોટાદ જિલ્લાનું સરેરાશ મતદાન – 43.67ટકા
  • ડાંગ જિલ્લાનું સરેરાશ મતદાન – 58.55 ટકા
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મતદાન – 46.55 ટકા
  • ગીર સોમનાથ જિલ્લાનું સરેરાશ મતદાન – 50.89 ટકા
  • જામનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 45.68 ટકા
  • જૂનાગઢ જિલ્લાનું સરેરાશ મતદાન – 46.03 ટકા
  • કચ્છ જિલ્લામાં સરેરાશ મતદાન – 45.45 ટકા
  • મોરબી જિલ્લામાં સરેરાશ મતદાન – 53.75 ટકા
  • નર્મદા જિલ્લાનું સરેરાશ મતદાન – 63.88 ટકા
  • નવસારી જિલ્લાનું સરેરાશ મતદાન – 55.10 ટકા
  • પોરબંદર જિલ્લાનું સરેરાશ મતદાન – 43.12 ટકા
  • રાજકોટ જિલ્લાનું સરેરાશ મતદાન – 46.68 ટકા
  • સુરત જિલ્લાનું સરેરાશ મતદાન – 47.01 ટકા
  • સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 48.60 ટકા
  • તાપી જિલ્લાનું સરેરાશ મતદાન – 64.27 ટકા
  • વલસાડ જિલ્લાનું સરેરાશ મતદાન – 53.49 ટકા
  • અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સહિતના AAP નેતાઓએ અમદાવાદમાં રોડ શો કર્યો

    આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ જેમાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, તેમના સમકક્ષ ભગવંત માન અને AAP સાંસદ હરભજન સિંહ અને અન્ય રાજ્ય સભ્યો સાથે અમદાવાદના સરસપુર જિલ્લામાં. (એક્સપ્રેસ/ચિત્રાલ ખંભાતી)

    Lazy Load Placeholder Image

    ત્રણ વાગ્યા સુધી પહેલા તબક્કાનું મતદાન 48.48 ટકા થયું

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ચાલું છે ત્યારે બપોરે ત્રણ વાગ્યા સુધી આશરે 48.48 ટકા મતદાન નોંધાયું છે.

    PM મોદીએ કલોલમાં રોડ શો કર્યો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના કલોલમાં રોડ શો કર્યો અને જનતાને ભાજપને ફરી સત્તામાં લાવવા અપીલ કરી.

    આદિવાસી વિસ્તારોમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં ચાલી રહેલા મતદાનમાં ગુજરાતના અન્ય વિસ્તારો કરતા આદિવાસી વિસ્તારો ધરાવતી બેઠકો ઉપર મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. આ વિસ્તારોમાં ડાંગ, તાપી, વલસાડ, ભરૂચનો સમાવેશ થાય છે.

    આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છેઃ સીએમ યોગી

    યુપીના સીએમ યોગી આદિત્યનાથે 1 ડિસેમ્બરે ગુજરાતના અરવલ્લીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગીએ કહ્યું કે આજે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ગુજરાતનું ગૌરવ એવા પીએમ મોદી જી-20 દેશોના વડા બન્યા છે. આ પીએમ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને સમગ્ર વિશ્વમાં ભારતનું વધતું સન્માન દર્શાવે છે.

    બપોરે એક વાગ્યા સુધી 34.48 ટકા મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન બપોરે એક વાગ્યા સુધી 34.48 ટકા નોંધાયું

    કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે સુરતમાં મતદાન કર્યું

    કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે સુરતમાં મતદાન કર્યું. વોટ આપ્યા બાદ તેમણે કહ્યું કે લોકો રાજ્યમાં ડબલ એન્જિનવાળી સરકારને વોટ આપી રહ્યા છે.

    રાજકોટ જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધી 26 ટકા મતદાન

    રાજકોટ કલેક્ટર અરુણ મહેશે જણાવ્યું હતું કે લોકો ભારે ઉત્સાહ સાથે મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 26 ટકા મતદાન નોંધાયું છે. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. અમે વેબકાસ્ટિંગ દ્વારા સંવેદનશીલ મતદાન મથકો પર નજર રાખી રહ્યા છીએ.

    શિયાળબેટ ગામ (રાજુલા એસી) ખાતે મતદાનની ઝલક

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન અમરેલી જિલ્લાના શિયાળબેટ ગામ (રાજુલા એસી) ખાતે મતદાનની ઝલક.

    Lazy Load Placeholder Image

    અરબી સમુદ્રથી ઘેરાયેલા શિયાલબેટ સુધી માત્ર બોટ દ્વારા જ પહોંચી શકાય છે. ટાપુમાં પાંચ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

    104 વર્ષના મતદાર રામજીભાઈએ પોલિંગ બૂથ પર જઈને મત આપ્યો

    Lazy Load Placeholder Image

    એ પોસ્ટલ બેલેટ પસંદ કરવાને બદલે મતદાન મથક પર મતદાન કરીને લોકશાહીના તહેવારમાં ભાગ લીધો હતો.

    મત આપવાની તેમની ઈચ્છા અને ઉત્સાહ દરેક માટે પ્રેરણારૂપ છે!

    આપ નેતા ગોપાલ ઇટાલિયાનો વોટિંગ ધીમું કરાવવાનો આરોપ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 18.95% મતદાન થયું છે. દરમિયાન AAP નેતા ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો છે કે ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. કતારગામ એસીમાં જાણી જોઈને ધીમી ગતિએ મતદાન કરવામાં આવી રહ્યું છે. આ રીતે જો તમારે ભાજપના ગુંડાઓના દબાણમાં જ કામ કરવાનું હોય તો ચૂંટણી શા માટે કરાવો છો? સમગ્ર રાજ્યમાં સરેરાશ 3.5% મતદાન થયું છે, પરંતુ કતારગામમાં માત્ર 1.41 મતદાન થયું છે. નાના બાળકને મારવા જેટલા નીચા ન આવો.

    કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાનો મત આપ્યો

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપના નેતા મનસુખ માંડવિયાએ પ્રથમ તબક્કા માટે મતદાન કર્યું છે.

    11 વાગ્યા સુધીના મતદાનના આંકડા

    11 વાગ્યા સુધી 18.97 ટકા મતદાન, સૌથી વધારે તાપીમાં 26.47 ટકા, સૌથી ઓછું 15.86 દ્વારકામાં

    ડાંગ બેઠક પર પ્રથમ કલાકમાં સૌથી વધુ મતદાન નોંધાયું

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં ગુજરાતમાં ડાંગ બેઠક પર પ્રથમ કલાકમાં સૌથી વધુ 8.15 ટકા મતદાન નોંધાયું છે.

    રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેને મતદાન કર્યું

    ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેન અનિરુદ્ધસિંહ જાડેજા અને નયનાબા જાડેજાએ જામનગરમાં મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તરથી ભાજપના ઉમેદવાર છે, જ્યારે અનિરુદ્ધ સિંહ અને નયનાબાએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે.

    રવિન્દ્ર જાડેજાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

    ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા અને તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરના એક મતદાન મથક પર મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવવા અપીલ કરી હતી.

    કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાનો મત આપ્યો

    કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ મત આપ્યો. તેઓ ધોરાજી વિધાનસભા બેઠક પરથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.

    Lazy Load Placeholder Image

    પરેશ ધાનાણીનો મોંઘવારી સામે વિરોધ

    AAP નેતા ગોપાલ ઇટાલિયાએ મતદાન કર્યું

    ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને સુરત કતારગામ બેઠકના ઉમેદવાર AAP નેતા ગોપાલ ઇટાલિયા ભાવનગરના ઉમરાળા ખાતે ટીંબી કેન્દ્રવર્તી શાળામાં મતદાન કર્યું હતું.

    ગુજરાત ચૂંટણી અપડેટ: મોટા ચહેરાઓએ મતદાન કર્યું

    ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા, મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને તેમના પત્નીએ મતદાન કર્યું હતું. બીજી તરફ અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી સાયકલ પર ગેસ સિલિન્ડર લઈને મતદાન કરવા પહોંચ્યા હતા.

    નવ વાગ્યા સુધીમાં 4.92 ટકા વોટિંગ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સવારના નવ વાગ્યા સુધીમાં 4.92 ટકા મતદાન થયું

    કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ બિરસા મુંડાની તસવીર સાથે પહોંચ્યા હતા

    નવસારીના બાંસદાથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ ગુજરાત ચૂંટણીમાં મતદાન કરતી વખતે બિરસા મુંડાની તસવીર સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા. આ પહેલા તેણે માતા-પિતાના આશીર્વાદ લીધા હતા.

    100 વર્ષના કમુબેન લાલાભાઈ પટેલે મતદાન કર્યું

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 100 વર્ષીય કમુબેન લાલાભાઈ પટેલે ઉમરગામમાં મતદાન કર્યું.

    ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે સુરતમાં મતદાન કર્યું

    ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે સુરતમાં મતદાન કર્યું. આ દરમિયાન તેણે કહ્યું, “બધે જ કંઈક નવું હોવું જોઈએ. વિજય રૂપાણીજીને મુખ્યમંત્રી બનાવાયા, પછી તેઓ રાજ્યસભામાં રહ્યા, આ પરિવર્તન થતું રહે છે. તેણે પોતે કહ્યું કે હું આ વખતે ચૂંટણી લડવા માંગતો નથી.

    રાહુલ ગાંધીએ વોટ કરવાની અપીલ કરી

    વોટિંગ માટે અપીલ કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનોને એક અપીલ છે, વોટ કરો. રોજગાર માટે, સસ્તા ગેસ સિલિન્ડર માટેવોટિંગ માટે અપીલ કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનોને એક અપીલ છે, વોટ કરો. રોજગાર માટે, સસ્તા ગેસ સિલિન્ડર માટે, ખેડૂતોની લોન માફી માટે, ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે, મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહીના આ પર્વને સફળ બનાવો.

    AAPના ઉમેદવાર વશરામ સાગઠીયાએ રાજકોટમાં મતદાન કર્યું

    રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે

    Lazy Load Placeholder Image

    અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાઇકલ પર સિલિન્ડર લઈને મતદાન કરવા નીકળ્યા હતા

    અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી પોતાનો મત આપવા માટે સાયકલ પર ગેસ સિલિન્ડર લઈને ઘરની બહાર નીકળ્યા હતા. આમ કરીને ધાનાણીએ ગેસ અને પેટ્રોલની વધતી કિંમતો તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.

    Lazy Load Placeholder Image

    રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ અને તેમના પત્નીએ મતદાન કર્યું

    રાજકોટમાં મતદાન મથક પર મતદાન કર્યા બાદ

    Lazy Load Placeholder Image

    કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મત આપ્યો

    કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ રાજકોટમાં રાજકોટ પશ્ચિમ બેઠકના મતદાન મથક પર પોતાનો મત આપ્યો. વાળાએ પોતે રાજકોટ પશ્ચિમમાંથી ઘણી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા

    Lazy Load Placeholder Image

    પૂર્વ મંત્રી જસુમંતીબેન કોરાટે મતદાન કર્યું

    રાજકોટના જેતપુર તાલુકાના જુની સાંકળી ગામે પૂર્વ મંત્રી જસુમંતીબેન કોરાટે મતદાન કર્યું.

    Lazy Load Placeholder Image

    રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ પત્ની સાથે મતદાન કર્યું

    રાજકોટમાં રાષ્ટ્રીય શાળા કેમ્પસમાં મતદાન મથક પર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને તેમના પત્ની પ્રીતિ શર્મા સાથે મતદાન કર્યું. પ્રીતિ શર્મા જેઓ પીજીવીસીએલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે.

    Lazy Load Placeholder Image

    કોંગ્રેસના રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મત આપ્યો

    Lazy Load Placeholder Image

    થોડા દિવસો પહેલા કોંગ્રેસમાં જોડાયેલા ભૂતપૂર્વ AAP નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટમાં પોતાનો મત આપ્યો. રાજ્યગુરુ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર છે.

    Lazy Load Placeholder Image

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબહેને મતદાન કર્યું

    પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ મતદાન કર્યું

    રાજકોટના જામકંડોરણા ગામે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ મતદાન કર્યું. રાદડિયા જેતપુર વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર છે.

    મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે તેમની પત્ની સાથે મતદાન કર્યું

    મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને તેમના પત્નીએ પ્રથમ તબક્કામાં નવસારીમાં મતદાન મથક પર મતદાન કર્યું.

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને મતદાન કરવા અપીલ કરી

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને મતદાન કરવાની અપીલ કરતા કહ્યું કે, “હું લોકોને વોટ કરવાની અપીલ કરું છું. લોકશાહીના રક્ષણ માટે મતદાન જરૂરી છે. મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપ સાતમી વખત સરકાર બનાવશે.

    કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાનું નિવેદન

    લોકોએ ભાજપને હટાવવાનો સંકલ્પ લીધો છે. ભાજપ આ વિશે જાણે છે તેથી જ તેઓએ એક વર્ષ પહેલા મુખ્યમંત્રી સહિત કેબિનેટમાં ફેરફાર કર્યો હતો. તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. નવી સરકાર એવી જ ચાલી રહી છે. તેથી, લોકો પરિવર્તનના મૂડમાં છે: અર્જુન મોઢવાડિયા, કોંગ્રેસ

    રીવાબા જાડેજાએ મત આપ્યા બાદ શું કહ્યું?

    મત આપ્યા બાદ રીવાબા જાડેજાએ કહ્યું, “કોઈ મુશ્કેલી નથી. એક જ પરિવારમાં અલગ અલગ વિચારધારાના લોકો હોઈ શકે છે. મને જામનગરની જનતા પર વિશ્વાસ છે. અમે સર્વાંગી વિકાસ પર ધ્યાન આપીશું અને આ વખતે પણ ભાજપ સારા માર્જિનથી જીતશે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તબક્કાનું મતદાન

    લીંબડી, સુરેન્દ્રનગર ખાતે મતદાન મથક પર લાઇનમાં રાહ જોતા મતદારો, એક્સપ્રેસ ફોટો નિર્મલ હરીન્દ્રન, 01-12-2022, સુરેન્દ્રનગર

    Lazy Load Placeholder Image

    બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે PM મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા આજે ગુજરાતમાં

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થયું હોવા છતાં બીજા તબક્કાનો પ્રચાર ચાલુ રહેશે. પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી ચીફ જેપી નડ્ડા અલગ-અલગ જિલ્લામાં ભગવા પાર્ટી માટે પ્રચાર કરવાના છે. PM મોદી સવારે 11 વાગ્યે પંચમહાલના કલોલમાં એક રેલીને સંબોધીને તેમના દિવસના પ્રચારની શરૂઆત કરશે અને અમિત શાહ સવારે 11.30 વાગ્યે સાણંદમાં રોડ શો કરવાના છે.

    રીવાબા જાડેજાએ મતદાન કર્યું

    જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યું.

    પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં 2 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. જેમાં ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓમાં ફેલાયેલી 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

    અરવિંદ કેજરીવાલની મતદાન માટે અપીલ

    ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે તે વિધાનસભા ક્ષેત્રના તમામ મતદારોને મારી અપીલ છે- “તમારી પાસે સુવર્ણ તક છે, ગુજરાત અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે મતદાન કરો, આ વખતે કંઈક મોટું કરો.”

    AAP નેતા મનીષ સિસોદિયાએ અપીલ કરી હતી

    આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું, “ગુજરાતની તમામ જનતાને અપીલ – તમારા મતના આધારે ગુજરાતના દરેક બાળકને સારું શિક્ષણ, દરેક યુવકને નોકરી અને દરેક નાગરિકને સારી આરોગ્ય સુવિધાઓ આપવા માટે તમારો મત આપો. પરિવાર અને સમગ્ર ગુજરાત પ્રગતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધશે.

    તેમણે કહ્યું કે જે પાર્ટી ફ્રી એજ્યુકેશન, હેલ્થ, વીજળી, પાણીને રેવાડી કહે છે અને 27 વર્ષથી પોતાના મિત્રો પર હજારો કરોડો રૂપિયાની લૂંટ ચલાવી રહી છે, આ વખતે તેમને સત્તા પરથી હટાવવા માટે મત આપો.

    કેટલા બૂથ પર મતદાન?

    તમને જણાવી દઈએ કે પહેલા તબક્કા માટે ચૂંટણી પંચે 25,430 મતદાન કેન્દ્ર બનાવ્યા છે. તેમાંથી 16,416 ગ્રામ્ય વિસ્તારોમાં અને 9,014 શહેરી વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે. 89 બેઠકોમાંથી 41 ગ્રામીણ અને 17 શહેરી વિસ્તારની છે.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન

    Lazy Load Placeholder Image

    Read More
    આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
    ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ