scorecardresearch

ગુજરાત ચૂંટણી તબક્કો-1: મહત્વની વિધાનસભા બેઠકો પર આજે મતદાન

Gujarat polls 2022 : ખંભાલિયા કે તે બેઠક છે ત્યાંથી AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય વિક્રમ માદામ સામે ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાત ચૂંટણી તબક્કો-1: મહત્વની વિધાનસભા બેઠકો પર આજે મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગુરુવારે 19 જિલ્લાઓમાં ફેલાયેલી 182માંથી 89 બેઠકો માટે મતદાન યોજાશે. ગુરુવારે 14,382 મતદાન મથકો પર સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે મતદાન થશે, એમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ના કાર્યાલયે એક પ્રકાશનમાં જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો 5 ડિસેમ્બરે યોજાશે અને હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

આજે મુખ્ય વિધાનસભા મતવિસ્તારો માટે મતદાન થવા જઈ રહ્યું છે.

મોરબી

આ મતવિસ્તાર ચૂંટણીમાં ગણતરીના દિવસો પહેલા થયેલી ઝૂલતા પુલની દુર્ઘટના જેમાં 135 લોકોના મોત થયા હતા ત્યાર પછી પ્રકાશમાં આવ્યો છે. અને શ્રમ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને હટાવી દીધા હતા. જેમને 2020ની રાજ્યસભાની ચૂંટણી પહેલા કોગ્રેંસમાંથી પક્ષપલટો કર્યો હતો અને ભાજપની બેઠક પર પર પછીની પેટાચૂંટણી જીતી હતી. આ વખતે ભાજપની બેઠક પર કાંતિલાલ અમૃતિયા જે પૂર્વ ધારાસભ્ય છે જેમના પુલ પરથી પડી ગયેલા લોકોને બચાવવાના વીડિયો વાયરલ થયા હતા. 2012 માં, ભાજપના અમૃતિયાએ કોંગ્રેસના મેરજા સામે સીટ જીતી હતી, પરંતુ મેરજાએ 2017 માં અમૃતિયાને કોંગ્રેસના ઉમેદવાર તરીકે હરાવ્યા હતા, મોટાભાગે પાટીદાર મતોને કારણે. મેરજાએ ભાજપના ઉમેદવાર અમૃતિયાને 3,419 મતોથી હરાવ્યા.

જામનગર ઉત્તર

ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાન પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપ્યા પછી આ બેઠક પર જોરદાર હરીફાઈજોવા મળી રહી છે. રીવાબા 2019માં ભાજપમાં જોડાયા હતા. આ બેઠક 2012 માં કોંગ્રેસની ટિકિટ પર ધર્મેન્દ્રસિંહ જાડેજા એટલે કે હકુભાએ જીતી હતી. જો કે, 2017ની રાજ્યસભાની ચૂંટણી પહેલા હકુભા ભાજપમાં જોડાયા, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટાયા અને વિજય રૂપાણી સરકારમાં મંત્રી બન્યા હતા. કોંગ્રેસે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ અને લાંબા સમયથી પાર્ટીના કાર્યકર બિપેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે.

ખંભાળિયા

આ તે બેઠક છે ત્યાંથી AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય વિક્રમ માદામ સામે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે જુના મુલૂ બેરાને જ મેદાનમાં ઉતાર્યા છે. જેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ડાઈરેક્ટર, કોર્મોરેટ્સ અફેર્સ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનું ખુલ્લેઆમ સમર્થન કરે છે. આહીર સમુદાય (ઓબીસી) એ વિસ્તારમાં સૌથી વધુ પ્રભાવશાળી ચૂંટણી જૂથ છે અને 1972 થી આ બેઠક પરથી માત્ર આહીર ઉમેદવારો જ ચૂંટાયા છે. આહીર સમુદાયના માડમ અને બેરા વચ્ચેની દુશ્મનાવટ ત્રણ દાયકા જૂની છે અને બંને 20 વર્ષ પછી વધુ એક જંગમાં એક બીજાનો સામનો કરી રહ્યા છે.

કુતિયાણા

પોરબંદરના વર્તમાન ધારાસભ્ય અને મજબૂત નેતા કાંધલ જાડેજાએ ફરી ચૂંટણી લાડવા NCP નું સૂચન ન મળતા આ બેઠકમાં નાટકીય વળાંક જોવા મળ્યો હતો. ત્યારબાદ તેમણે સમાજવાદી પાર્ટીના સમર્થનની ઉમેદવારી નોંધાવી હતી. કોંગેસે નાથાભાઈ ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે અને ભાજપે ધેલીબેન ઓડેદરાને ચૂંટણીની જંગના મેદાનમાં ઉતાર્યા છે જેઓ 1995 થી કુતિયાણાની નગરપાલિકાના પ્રમુખ છે. AAPએ ભીમાભાઈ મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણી જાડેજાના પ્રભાવની કસોટી કરશે કારણ કે તેઓ 2012 અને 2017 માં એનસીપીની ટિકિટ પર બેઠક જીત્યા હતા અને 2012 માં કોંગ્રેસનું સમર્થન કર્યું હતું. કુતિયાણામાં મેર સમુદાયના લગભગ 68,000 મતો છે જે જાડેજા,નાથાભાઈ અને ધેલીબેનના છે.

વિસાવદર

આ બેઠક પર પાટીદારનું પ્રભુત્વ છે, વિસાવદરમાં 1995 થી કેશુભાઈ પટેલ અહીં જીતતા આવ્યા છે. અને રાજ્યમાં પ્રથમ જયારે ભાજપની સરકાર બની ત્યારે ભારે લડાઈઓ જોઈ હતી. ભાજપે 1998 , 2002 અને 2007 માં પણ જીત મેળવી હતી. 2012 માં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે કેશુભાઈએ બળવો કર્યો અને ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી. 2014 માં જીપીપી ભાજપમાં જોડાઈ હતી અને પટેલે વિસાવદર ધારાસભ્ય તર્રીકે રાજીનામુ હતું. ત્યારપછીની પેટ ચૂંટણીમાં ભોપે કેશુભાઈ પટેલના પુત્ર ભારતને ચૂંટણીની જંગના મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ કોંગ્રેસન હાર્ષદ રીબડીયાએ ભરતને હરાવ્યા હતા. રિબડીયાએ 2017માં ભાજપના કિરીટ પટેલને હરાવ્યા હતા. જોકે રીબડીયા આ મહિને ભાજપમાં જોડાયા હતા.
અને હવે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમના મુખ્ય હરીફ કોંગ્રેસના કરશન વડોદરિયા છે જોકે AAPના ભૂપત ભાયાણી એક ત્રિકોણીય હરીફાઈ કરી રહ્યા છે.

મહુવા

સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાની આ બેઠક પર કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ છે. તે 1998 થી ભાજપનો ગઢ છે જયારે મહુવા તાલુકામાં ચેરીટેબલ હોસ્પિટલ ચલાવતા લોકપ્રિય યુરોલોજિસ્ટ ડો.કનુ કલસરિયાએ ગુજરાતના ભૂતપૂર્વ સીએમ છબીલદાસ મહેતાને હરાવ્યા હતા. મહુવામાં નિરમા ગ્રુપના સૂચિત સિમેન્ટ પ્લાન્ટ સામેના તેમના આંદોલનને કારણે ભાજપના નેતૃત્વને નારાજ કર્યા પછી, કલસરિયાએ સદભાવના મંચ તરીકે ઓળખાતા પોતાનો મોરચો બનાવવાનું છોડી દીધું પરંતુ મહુવાની બાજુમાં આવેલી ગારીયાધાર બેઠક પરથી 2012ની વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ તેઓ AAPમાં જોડાયા હતા પરંતુ લગભગ ત્રણ વર્ષ પછી છોડી દીધા હતા. તેઓ 2017 માં મહુવા બેઠક માટે અપક્ષ તરીકે લડ્યા હતા પરંતુ મકવાણા સામે હારી ગયા હતા અને કોંગ્રેસના બાબુ માંગુકિયા પછી ત્રીજા સ્થાને રહ્યા હતા. જો કે, તેઓ 2018 માં કોંગ્રેસમાં જોડાયા હતા આ વખતે કોંગ્રેસના ઉમેદવાર છે. તાજેતરના વર્ષોમાં, તેઓ મહુવા અને તાલાલા તાલુકાઓમાં અલ્રેટેક સિમેન્ટ દ્વારા ચૂનાના પથ્થરની ખાણકામ સામે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. ભાજપે આઉટગોઇંગ સરકારમાં રાજ્યકક્ષાના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણાને ઉતાર્યા છે અને તેના બદલે કોળી નેતા શિવ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે, જેમણે 1995, 1998 અને 2002માં તલાલજા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને 2014માં વિધાનસભાની પેટાચૂંટણી પણ જીતી હતી. તેમને 2007 અને 2012માં પાર્ટીએ સિટિંગ ધારાસભ્ય હોવા છતાં ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. AAPએ અશોક જોલિયાને ટિકિટ આપી છે.

જસદણ

રાજકોટ જિલ્લાની પીઢ કુંવરજી બાવળીયા અને તેમના એક ટાઈમના પ્રોટેજી ભોળા ગોહેલ વચ્ચે ટક્કર થવાની છે. બાવળિયાએ 2009માં લોકસભાની ચૂંટણી પહેલા 195, 198,2002 અને 2007 માં કોંગ્રેસના નેતા તરીકે આ બેઠક જીતી હતી. ત્યારે બાવળીયા રાજકોટના સાંસદ તરીકે સેવા આપતા હતા. ત્યારે કોંગ્રેસ 2012 ની ચૂંટણીમાં ગોહિલનું પ્રભુત્વ ધરાવિત આ બેઠક પરથી ચૂંટણી માટે ટિકિટ આપી હતી. મતદારો તેમના ચૂંટણીપ્રચારમાં ગોહિલ, જેઓ પણ કોળી સમુદાયના છે, ભરત બોઘરા, એક પાટીદારને હરાવ્યા હતા, જેમણે બાવળિયા સામે બળવો કરીને અને કોંગ્રેસ છોડ્યા પછી 2009 માં પેટાચૂંટણીમાં બાવળિયાની પુત્રીને હરાવ્યા હતા. જો કે, ગોહિલે ઓગસ્ટ 2017 માં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપ્યો હતો. જુલાઈ 2018 માં, બાવળિયાએ પોતે ભાજપમાં સ્વિચ કર્યું અને ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું. બાવળિયા આ બેઠક પરથી તેમની આઠમી ચૂંટણી લડી રહ્યા છે અને બીજેપીના ઉમેદવાર તરીકે બીજા નંબરે છે. કોંગ્રેસના ગોહિલ તેમના મુખ્ય હરીફ છે. AAPના ઉમેદવાર તેજસ ગાજીપરા છે, જે એક પાટીદાર છે.

વ્યારા (ST)

કોંગ્રેસના ગઢ તરીકે જોવામાં આવતા ભાજપ અને બીટીપીએ ખ્રિસ્તી ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પુનાજી ગામીત, જેઓ ગુજરાત વિધાનસભાના એકમાત્ર ખ્રિસ્તી ધારાસભ્ય પણ છે, ત્રીજી વખત આ બેઠકનો બચાવ કરશે. ભાજપે મોહન કોકનીને ટિકિટ આપી છે, જ્યારે BTPના ઉમેદવાર સુનિલ નાગજીભાઈ ગામીત અને AAPના ઉમેદવાર બિપિન ચૌધરી છે, જે આદિવાસી હિન્દુ છે. અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પર 2.23 લાખ મતદારો છે, જેમાંથી 76,625 ગામીત છે, ત્યારબાદ 64,065 ચૌધરી, 16,787 કોકનીસ, 12,573 દોઢિયા, 4,822 મુસ્લિમ, 3,922 ભીલ, અને 3,02 અન્ય મરાઠી મતદારો છે.

કતારગામ

AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આ બેઠક પરથી તેમની પ્રથમ ચૂંટણી લડી રહ્યા છે જ્યાં ભાજપે તેના ઉમેદવાર અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદ મોરાડિયાને રિપીટ કર્યા છે અને કોંગ્રેસે OBC હેઠળ પ્રજાપતિ સમુદાયના કલ્પેશ વરિયાને મેદાનમાં ઉતાર્યા છે. કતારગામમાં પાટીદારો અને પ્રજાપતિ સમુદાયનું પ્રભુત્વ છે. આ સીટ પર આશરે 90,000 નોંધાયેલા પાટીદાર મતદારો અને લગભગ 75,000 પ્રજાપતિ મતદારો છે, સાથે સાથે મોટા પ્રમાણમાં સ્થળાંતરિત મતદારો છે. ગયા વર્ષે નાગરિક સંસ્થાની ચૂંટણીમાં, AAPના બે કાઉન્સિલરો વોર્ડ 7માંથી અને એક વોર્ડ 8માંથી ચૂંટાયા હતા.

ઝગડીયા

ભરૂચ જિલ્લાની બેઠક અગાઉ જેડી(યુ) પાસે હતી અને ત્યારબાદમાં 1990થી બીટીપી ઉમેદવાર છોટુભાઈ વસાવા પાસે હતી હવે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. છોટુભાઈના પુત્ર મહેશ વસાવાએ અગાઉ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પિતા અને પુત્ર વચ્ચે થોડા દિવસો સુધી ઝગડા ચાલ્યા પછી મહેશે સમાધાન કર્યું હતું અને ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

ઓલપાડ

ભાજપે તેનું પુનરાવર્તન સીટીંગ ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પટેલને કર્યું છે, જ્યારે કોંગ્રેસે ગુજરાતના ખેડૂત સમાજના નેતા દર્શન નાઈકને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે AAPએ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયાને મેદાનમાં ઉતાર્યા છે. ઓલપાડમાં પાટીદાર અને કોળી સમાજના મતદારોનું વર્ચસ્વ છે. ઓલપાડ બેઠક પર કુલ મતદારો 4.52 લાખ છે, જેમાંથી 1.74 લાખ પાટીદારો છે, ત્યારબાદ 75,000 કોળી પટેલ, 50,000 મુસ્લિમ, 12,000 આદિવાસી અને 35,000 દલિતો છે. ભાજપના ઉમેદવાર કોળી છે, જ્યારે આપ ઉમેદવાર પાટીદાર છે અને કોંગ્રેસના ઉમેદવાર સ્થાનિક અનાવિલ બ્રાહ્મણ છે. આ મતવિસ્તારમાં તાજેતરમાં એવા ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો કે જેમની જમીન હજીરાથી ઓલપાડ સુધીના રેલ્વે ટ્રેક માટે સંપાદિત કરવાની હતી.

કપરાડા

આ બેઠક વલસાડ જિલ્લામાં આવે છે અને અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને હવે ભાજપના ઉમેદવાર અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ ચૌધરી, 2012 થી આ બેઠક પર છે. કોંગ્રેસે વસંત પટેલને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે AAPએ જયેન્દ્ર ગાવિતને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. કપરાડા સીટના કેટલાક ગામો પાર તાપી નર્મદા નદીને જોડતી યોજના હેઠળ આવે છે જેના પર આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. અહીંના લોકો જે અન્ય સમસ્યાનો સામનો કરે છે તે મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી છે.

નાંદોદ (ST)

ભાજપે નાંદોદના ગાયનેકોલોજિસ્ટ અને ભરૂચના ભાજપના પૂર્વ સાંસદ ચંદુ દેશમુખની પુત્રી દર્શના દેશમુખ (વસાવા)ને મેદાનમાં ઉતાર્યા છે, જેમણે 1989માં કોંગ્રેસના નેતા અહેમદ પટેલને હરાવ્યા હતા. ભાજપ આદિવાસી મોરચાના પ્રમુખ અને રાજપીપળામાંથી બે ટર્મ ધારાસભ્યો, હર્ષદ વસાવાએ બળવાખોર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. પાર્ટીએ હર્ષદને સસ્પેન્ડ કરી દીધો હતો પરંતુ ભાજપના નેતાઓ એ વાતનો ઇનકાર કરતા નથી કે અપક્ષ તરીકે તેમની હાજરી પહેલેથી જ જટિલ લડાઈમાં એક વધારાનો પડકાર છે. કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય પીડી વસાવાને ઉતારીને નાના હરેશ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. AAPએ પૂર્વ BTP નેતા પ્રફુલ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે જેઓ આ વિસ્તારમાં લોકપ્રિય પણ છે. આ સીટ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે.

દેડીયાપાડા(ST)

વર્તમાન ધારાસભ્ય અને BTP પ્રમુખ મહેશ વસાવાના ભૂતપૂર્વ વિશ્વાસુ ચૈતર વસાવાને AAP દ્વારા નોમિનેશન આપવામાં આવતા મહેશને બેઠક પરથી ભગાડી દીધા હતા. જયારે ભાજપના મોતી વસાવાએ 2012 સહીત ઓછામાં ઓછા ત્રણ વખત બેઠક જીતી હતી, ત્યારે પાર્ટીએ યુવા હિતેશ વસાવાને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે, જેઓ સાંસદ મનસુખ વસાવાના નજીકના ગણાય છે અને ભૂતપૂર્વ BTP નેતા છે. કોંગ્રેસે એક મહિલા, જેર્મા વસાવાને મેદાનમાં ઉતારી છે જે 2017માં પણ સૌથી આગળ હતી, જ્યાં સુધી પાર્ટીએ BTP માટે બેઠક સાથે ભાગ લેવાનો નિર્ણય ન કર્યો, જેનાથી પાર્ટીના કાર્યકરો હતાશ થઈ ગયા હતા.

Web Title: Gujarat polls assembly elections phase 1 2022 news

Best of Express