ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022મમાં ભાજપે રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતને રાજકારણમાં નવો ઇતિહાસ બનાવ્યો છે. ગુજરાતમાં ચૂંટણી જીત્યા બાદ હવે ભાજપે લોકસભા મિશન- 2024 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે આગામી લોકસભાની ચૂંટણી પહેલા જ પોતાની સ્થિતિ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા વિવિધ નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે જેની મોટી અસર થશે. જે રાજ્યોમાં ચૂંટણી યોજવાની છે તેમાં મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજયોનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીયે લોકસભાની ચૂંટણી પહેલા ક્યાં ક્યાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.
નાગાલેન્ડ: 60 સીટો, સરકારનો કાર્યકાળ માર્ચ 2023 સુધી
નાગાલેન્ડમાં વર્ષ 2018માં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપલ્સ પાર્ટી (NDPP) અને BJPએ વિધાનસભા ચૂંટણીમાં પીપલ્સ ડેમોક્રેટિક એલાયન્સ (PDA) હેઠળ એકસાથે ચૂંટણી લડી હતી. એનડીપીપીના નેફિયુ રિયો મુખ્યમંત્રી બન્યા. ભાજપે રાજ્યમાં અભૂતપૂર્વ 12 બેઠકો જીતી હતી.
મેઘાલય: 60 બેઠકો, સરકારનો કાર્યકાળ માર્ચ 2023 સુધી
મેઘાલયમાં મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાના નેતૃત્વ હેઠળ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)નું શાસન છે. 2018ની ચૂંટણીમાં, પક્ષને ભાજપ અને પ્રાદેશિક પક્ષો દ્વારા ટેકો મળ્યો હતો, પરંતુ તેણે 60માંથી 53 બેઠકો પોતાના દમ પર લડી હતી. સંગમાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે NPP આગામી વર્ષની ચૂંટણીમાં એકલા હાથે લડશે અને તેણે 58 ઉમેદવારોને પણ પહેલાથી જ ફાઈનલ કરી દીધા છે. જોકે, તેમણે કહ્યું કે અમે NDAને સમર્થન આપીએ છીએ અને તે ચાલુ રહેશે.
ત્રિપુરા: 60 બેઠકો, સરકારનો કાર્યકાળ માર્ચ 2023 સુધી
ડાબેરી મોરચાના 25 વર્ષના શાસનનો અંત કરીને ભાજપે વર્ષ 2018માં પહેલીવાર ત્રિપુરા રાજ્યમાં સરકાર બનાવી હતી. આ વર્ષે 14 મેના રોજ અચાનક ફેરફાર કરીને ભાજપે બિપ્લબ દેબને સીએમ પદ પરથી હટાવીને માણિક સાહાને મુખ્યમંત્રી બનાવ્યા. કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) લડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બંને વચ્ચે ગઠબંધનની ચર્ચા છે.
કર્ણાટક: 224 બેઠકો, સરકારનો કાર્યકાળ મે- 2023 સુધી
કોંગ્રેસ અને જેડી(એસ)ના ગઠબંધન સામે ભાજપે ગત વખતે સત્તા ગુમાવી હતી. પરંતુ 14 મહિનાની અંદર, ભાજપના જૂના સાથીદાર બીએસ યેદિયુરપ્પાએ JD(S)-કોંગ્રેસ સરકારને તોડી પાડીને સરકાર બનાવી. ગયા વર્ષે જુલાઈમાં ભાજપે બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
મિઝોરમ: 40 બેઠકો, સરકારનો કાર્યકાળ ડિસેમ્બર 2023 સુધી
મિઝો નેશનલ ફ્રન્ટના નેતા ઝોરામથાંગા ડિસેમ્બર 2018માં રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા જ્યારે તેમની પાર્ટીએ કોંગ્રેસને હરાવીને રાજ્યમાં વિધાનસભા બેઠકો જીતી હતી.
છત્તીસગઢઃ 90 બેઠક, સરકારનો કાર્યકાળ જાન્યુઆરી 2024 સુધી
તાજેતરના વર્ષોમાં પોતાની સૌથી નિર્ણાયક જીતો પૈકીની એક, કોંગ્રેસે ભૂપેશ બઘેલની આગેવાની હેઠળમાં 90 માંથી 68 બેઠકો જીતીને રાજ્યમાં જીત મેળવી હતી. બઘેલનું કદ ત્યારથી પાર્ટીમાં વધ્યું છે, તે સમયે જ્યારે ભાજપ કોઈપણ વાસ્તવિક પડકારનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહી હતી. તાજેતરની પેટાચૂંટણીમાં, કોંગ્રેસે તેની ST- રિઝર્વ ભાનુપ્રતાપપુર બેઠક જાળવી રાખી, જે પેટાચૂંટણીમાં ભાજપની સતત પાંચમી હાર દર્શાવે છે.
મધ્યપ્રદેશ: 230 બેઠકો, સરકારનો કાર્યકાળ જાન્યુઆરી 2024મા સમાપ્ત થશે
ભાજપના ત્રણ વખતના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે જોરદાર મુકાબલો કરીને કોંગ્રેસે અહીં સત્તા કબજે કરી હતી. પરંતુ માર્ચ 2020માં, કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા 22 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઇ જતા કમલનાથની સરકાર પડી ભાંગી હતી.
રાજસ્થાન, 200 બેઠk, સરકારનો કાર્યકાળ જાન્યુઆરી 2024 સુધી
રાજસ્થાન રાજ્યમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસનું પાંચ વર્ષે સમાંતર શાસન રહ્યું છે. અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે 2018માં વસુંધરા રાજેની આગેવાની હેઠળની તત્કાલીન ભાજપ સરકારને હરાવી હતી. કોંગ્રેસે રાજ્યમાં 99 બેઠકો પર બહુમતી મેળવી હતી. જ્યારે ભાજપને 73 બેઠકો મળી હતી.
તેલંગાણા: 119 બેઠક, સરકારનો કાર્યકાળ જાન્યુઆરી 2024 સુધી
KCR તરીકે જાણીતા કે ચંદ્રશેખર રાવે રાજ્યમાં જંગી જીત મેળવ્યા બાદ ડિસેમ્બર 2018માં બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપે રાજ્યમાં સરકાર બનાવવા માટે કઠિન પરિશ્રમ કર્યો હતો અને શાસક તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, જેનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ રાખવામાં આવ્યું છે, હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પગ જમાવી લીધા પછી તાજેતરની પેટાચૂંટણી જીતી છે. દરમિયાન, કેસીઆર રાષ્ટ્રીય બનવા માંગે છે.
જમ્મુ-કાશ્મીર : – 80 બેઠકો, 2018થી કોઇ સરકાર નથી
જમ્મુ- કાશ્મીરમાં પમ આગામી વર્ષે ચૂંટણી યોજાવાની અપેક્ષા છે. આ વખતની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ રહેશે કેમ કે ઘાટીમાંથી કમલ-370 નાબૂદ કરાયા પછીની પહેલી વખત રાજ્યમાં ચૂંટણી યોજાશે.