/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/12th-Fail-actor-Vikrant-Massey-welcomes-son.jpg)
12મી ફેલ વિક્રાંત મેસી દીકરાનો જન્મ 12th Fail Vikrant Massey son
Vikrant Massey : 12 મી ફેલ (12th Fail) ના એક્ટર વિક્રાંત મેસી (Vikrant Massey) અને પત્ની શીતલ ઠાકુરે (Sheetal Thakur) ના ઘરે બાળક(બેબી બોય) નો જન્મ થયો છે. બુધવારે કપલે ઇન્સ્ટાગ્રામ પર તેમના બાળકના આગમનની જાહેરાત કરી હતી.વિક્રાંતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું, “અમે યુનાઇટ થઇ ગયા છીએ. અમને અમારા પુત્રના આગમનની ઘોષણા કરતા આનંદ થાય છે. લવ શીતલ અને વિક્રાંત.''
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/12th-Fail-actor-Vikrant-Massey-welcomes-son-1.jpg)
સેલિબ્રીટી મિત્રોએ પાઠવ્યા અભિનંદન
વિક્રાંતની આ પોસ્ટ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી તેના કેટલાક મિત્રો તરફથી અભિનંદનની કમેન્ટ કરવામાં આવી હતી. વિક્રાંતની 12મી ફેલ કો-સ્ટાર મેધા શંકરે લખ્યું કે, “અભિનંદન”. રાશિ ખન્નાએ લખ્યું, “અભિનંદન મેસીસ”. રસિકા દુગ્ગલ, કૃતિ ખરબંદા, શોભિતા ધુલીપાલા, તાહિરા કશ્યપ અને અન્ય જેવી હસ્તીઓએ પણ કપલને અભિનંદન પાઠવ્યા હતા.
વિક્રાંત અને શીતલે સપ્ટેમ્બર 2023માં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. બ્રોકન બટ બ્યુટીફુલના સેટ પર મળતા આ કપલેએ 2022માં લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: Kiara Advani : કિયારા સિદ્ધાર્થે કરી પહેલી મેરેજ એનિવર્સરીની ઉજવણી, જાણો કપલની પ્રપોઝલ સ્ટોરી
2023 વિક્રાંત માટે જબદસ્ત વર્ષ હતું. તેમની ફિલ્મ 12મી ફેલને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી એકસરખા જબરદસ્ત રિવ્યુ મળ્યા છે. IPS અધિકારી મનોજ શર્માની ભૂમિકાએ તેમને શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટીક્સ) શ્રેણીમાં પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો. કરીના કપૂર , કંગના રનૌત સહિત અનેક હસ્તીઓ, વિજય દેવેરાકોંડા અને અન્ય લોકોએ પણ ફિલ્મ જોયા પછી તેને ટેકો આપ્યો અને તેના અભિનય માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us